તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Be Alert If The Symptoms Of A Brain Stroke Start Appearing 10 Years Ago, Memory Loss And Ability To Work Every Day.

અલર્ટ:બ્રેન સ્ટ્રોકનાં લક્ષણો 10 વર્ષ પહેલાં જ દેખાવા લાગે છે, યાદશક્તિ ઘટે અને દરરોજનાં કામ કરવાની ક્ષમતા ઘટવા લાગે તો અલર્ટ થઈ જાઓ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ 28 વર્ષનાં રિસર્ચમાં દાવો કર્યો
  • રિસર્ચમાં સામે આવ્યું કે જે મહિલાઓ ભણેલી હતી અને જેમનામાં અલ્ઝાઈમર્સથી જોડાયેલા જનીન હતા તેમને સ્ટ્રોકનું જોખમ વધારે
  • હાઈ કોલેસ્ટેરોલ, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટ્રોકનું જોખમ વધારે

જો તમે બ્રેન સ્ટ્રોકનું જોખમ ઘટાડવા માગો છો તો તેનાં લક્ષણો પર નજર રાખવી જરૂરી છે. નવાં રિસર્ચ પ્રમાણે, બ્રેન સ્ટોકના 10 વર્ષ પહેલાં જ તેનાં લક્ષણો દેખાવા લાગે છે. જેમ કે યાદશક્તિ નબળી પડવી અને દરરોજના કામ કરવાની ક્ષમતા ઘટતી જવી. આ દાવો નેધરલેન્ડ્સની એરેસમસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 28 વર્ષનાં રિસર્ચના પરિણામને આધારે કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવાં લક્ષણો દેખાય તો લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરી, દવાઓ લઈ અને ડાયટમાં સુધારો કરી સ્ટ્રોકનું જોખમ ઓછું કરી શકાય છે.

આ રીતે થયું રિસર્ચ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રિસર્ચમાં 14,712 લોકો સામેલ કરવામાં આવ્યા. 28 વર્ષ સુધી તેમનું અવલોકન કરવામાં આવ્યું. તેમાં મેમરી ટેસ્ટ પણ સામેલ કરવામાં આવ્યો. આ સાથે જ બેંકિંગ, કપડાં ધોવા, ભોજન તૈયાર કરવાની રીત જેવાં દરરોજનાં કામનું એનાલિસિસ કરવામાં આવ્યું.

આ 28 વર્ષમાં જે 1662 લોકોને પ્રથમ વખત બ્રેન સ્ટ્રોક થયો તેમની સરેરાશ ઉંમર 80 વર્ષની હતી. રિસર્ચમાં સામે આવ્યું કે જે મહિલાઓ ભણેલી હતી અને જેમનામાં અલ્ઝાઈમર્સથી જોડાયેલા જનીન હતા તેમને સ્ટ્રોકનું જોખમ વધારે હતું. રિસર્ચમાં સામેલ લોકોમાંથી જેમને સ્ટ્રોક થયો તેમાંથી 60% મહિલાઓ હતી.

રિસર્ચર ડૉ. એલિસ હેશમતઉલ્લા કહે છે કે, દરરોજના કામ કરવાની ક્ષમતા અને મગજનું સ્વાસ્થ્ય નબળું પડી જવાથી ભવિષ્યમાં સ્ટ્રોક થઈ શકે છે. આ સિવાય મગજની નસમાં બીમારી, મેન્ટલ ડિસઓર્ડર અને સોજો રહે તો અલર્ટ થઈ જવાની જરૂર છે. તે સ્ટ્રોકનું જોખમ વધારે છે.

બ્રેન સ્ટ્રોક
મગજ સુધી લોહી પહોંચાડનાર ધમની ડેમેજ થાય છે ત્યારે બ્રેન સ્ટ્રોક થાય છે. અથવા તેમાં બ્લોકેજ થવાને કારણે બ્રેન સુધી લોહી પહોંચી શકતું નથી. આમ થવા પર મગજ સુધી લોહી અને ઓક્સીજન પહોંચતું નથી.

અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, ઓક્સીજન ન પહોંચવા પર બ્રેનની કોશિકાઓ ગણતરીની મિનિટમાં નાશ પામે છે અને આ રીતે બ્રેન સ્ટ્રોક થાય છે.

આ 5 વાતો ધ્યાનમાં રાખો
બીપી કન્ટ્રોલમાં રાખો
જો તમારા કોઈ ફેમિલી મેમ્બરને સ્ટ્રોક આવેલો છે તો અલર્ટ થઈ જાઓ. આવા કેસમાં તમને અને તમારી આગલી પેઢીને તેનાં લક્ષણો આવી શકે છે. તેથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખો.

વૃદ્ધોમાં કેસ વધારે
એક રિસર્ચ પ્રમાણે સ્ટ્રોકના કેસ વૃદ્ધોમાં વધારે જોવા મળે છે. તેથી ડાયટ પર ધ્યાન રાખો. વધારે તળેલું અને મસાલેદાર ભોજન લેવાથી બચો.

આ બીમારી જોખમ વધારે છે
હાઈ કોલેસ્ટેરોલ, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે. તેથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખો. મેદસ્વિતાથી બચો.

આવું ડાયટ લો
ડાયટમાં શાકભાજી અને સ્વાદે ઓછા ગળ્યા ફળો સામેલ કરો. રિસર્ચમાં સાબિત થયું છે કે શાકભાજી અને ફળ ખાવાથી સ્ટ્રોક જ નહિ બલકે હાર્ટ ડિસીઝનું જોખમ પણ ઓછું થાય છે.

તમાકુ અને આલ્કોહોલથી દૂર રહો
તમાકુ અને સિગારેટ જેવાં તેનાથી બનતા ઉત્પાદનોથી દૂર રહો. તમાકુની અસર માત્ર બ્રેન સ્ટ્રોક પર નહિ બલકે હૃદય, ફેફસાં અને પેન્ક્રિયાઝ સુધી થાય છે. તે કેન્સરનું કારણ પણ ગણવામાં આવે છે. તેની સાથે આલ્કોહોલથી પણ દૂર રહો.

અન્ય સમાચારો પણ છે...