તમારું બાળક ઊંઘમાં રડે છે?:બાળક ઊંઘમાં બૂમો પાડે, હલનચલન કરે કે રડવા લાગે તો એલર્ટ થઈ જાઓ, આ તમામ સ્લીપ ટેરર નામની બીમારીનાં લક્ષણો છે

5 મહિનો પહેલાલેખક: શ્વેતા કુમારી
 • કૉપી લિંક
 • નાઈટ ટેરરમાં ઊંઘમાં બાળકનાં સબકોન્શિયસ મગજમાં અનેકો વસ્તુ ચાલતી હોવાથી તે મૂવમેન્ટ કરે છે
 • તણાવ અને થાકને કારણ બાળક નાઈટ ટેરરનો શિકાર બની શકે છે

તમારું બાળક ઊંઘમાં હોય અને અચાનક રોતાં રોતાં હાથ પગ ચલાવવા લાગે તો તમે ગભરાઈ જશો એ વાત સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં તમે બાળકને ખોળામાં લઈ તેને શાંત કરવાના પ્રયાસ કરશો. આવી સ્થિતિમાં પેરન્ટ્સ બાળકને જગાડવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેમને ખબર છે કે નક્કી બાળકે કોઈ સપનું જોયું હશે. જોકે હકીકતમાં બાળક સ્લીપ ટેરરનું શિકાર હોય છે. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉ. રિતિકા સિંઘલ પાસેથી જાણો સ્લીપ ટેરર શું હોય છે, એનાં લક્ષણો અને ઉપાયો.....

સ્લીપ ટેરર
સ્લીપ ટેરરને નાઈટ ટેરર પણ કહેવાય છે. ઘણી વખત પેરન્ટ્સ નાઈટ ટેરર અને નાઈટ મેરને એક જ વસ્તુ સમજી લેતા હોય છે. જોકે બંને અલગ અલગ છે. નાઈટ મેરમાં બાળકોને ડરામણાં સપનાં આવે છે તો નાઈટ ટેરરમાં બાળકનાં સબકોન્શિયસ મગજમાં અનેકો વસ્તુ ચાલી રહી હોય છે. આ દરમિયાન બાળક ગાઢ નિદ્રામાં જતું રહે છે, તેથી ઊંઘમાં ડરી જવાને કારણે બાળકની ગતિવિધિ કન્ટ્રોલ કરવી મુશ્કેલ બને છે. ડૉ. રિતિકા જણાવે છે કે સામાન્ય રીતે આ પરિસ્થિતિ 4થી 16 વર્ષ સુધીનાં બાળકમાં જોવા મળે છે. ઘણી વખત 4 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકમાં પણ એ જોવા મળે છે. જો બાળક ઊંઘમાં અચાનક કોઈ ગતિવિધિ કરવા લાગે તો બની શકે તે નાઈટ ટેરરનો શિકાર બન્યું હોય.

નાઈટ ટેરરનાં લક્ષણો

 • ઊંઘમાં રડવું, બૂમો પાડવી અને માથું પછાડવું.
 • ઊંઘમાં હાથ-પગ ચલાવવા.
 • બંધ આખો ઝડપથી ફેરવવી.
 • ઝડપથી શ્વાસ લેવો.
 • ઊંઘમાં પરસેવો થવો.

બાળકો શા માટે પ્રભાવિત થાય છે

 • કોઈ કારણોસર બાળકનું સ્લીપ રૂટિન પ્રભાવિત થયું હોય.
 • બાળક જ્યારે વધારે થાકી જાય.
 • કોઈ વાતને કારણે બાળક તણાવ મહેસૂસ કરે.
 • કોઈ વાત તેને ગમી ન હોય અથવા તેના મગજમાં રહી ગઈ હોય.

પેરન્ટ્સે શું કરવું?

 • જો તમારું બાળક કોઈ એક જ સમયે વારંવાર ઊંઘમાં રડતું હોય તો એ સમયના 10 મિનિટ પહેલાં તેને જગાડી વોક કરાવો.
 • બાળક સ્લીપ ટેરરનો શિકાર હોય તો તેને સાંત્વના આપો કે બધું ઠીક થઈ જશે અને તમે તેની પાસે જ રહેશો.
 • બાળકના ડાયટ પર ખાસ ધ્યાન આપો.
 • રાતે બાળક નાઈટ ટેરરનું શિકાર બન્યું હતું એ વાત તેને ન જણાવો.
 • બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરો. વધારે સ્ક્રીન ટાઈમથી નાઈટ ટેરરની સમસ્યા થાય છે.
 • સૂતા સમયે બાળકને શાંત વાતાવરણ મળી રહે એનું ખાસ ધ્યાન આપો.
 • નાઈટ ટેરરની સમસ્યા વધવા લાગે તો તરત ડૉક્ટરની મુલાકાત લો.