તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્સ પહેરતા લોકોએ સાવધાની રાખવી:કોન્ટેક્ટ લેન્સ પહેરીને સ્નાન કરો છો તો આંખોમાં સંક્રમણનું જોખમ 7 ગણું વધારે રહે છે, લાલાશ અને અલ્સર પણ થઈ શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોન્ટેક્ટ લેન્સ પહેરીને સ્નાન કરતા હોવ તો અલર્ટ થઈ જાવ. આવું કરવાથી આંખોમાં સંક્રમણનું જોખમ 7 ગણું વધારે રહે છે. આંખોમાં દુખાવો થવાની સાથે લાલાશ અને કોર્નિયામાં અલ્સર પણ થઈ શકે છે.

આ દાવો બ્રિટિશ સંશોધકોએ કર્યો છે. સંશોધકોએ કોન્ટેક્ટ લેન્સ પહેરતા 78 યુઝર્સ પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે લેન્સ પહેરીને સ્નાન કરવાથી આંખો પર ખરાબ અસર પડે છે. જેની સારવાર કરવામાં ન આવે તો ઝાંખું દેખાવાની સમસ્યા થઈ શકે છે.

એટલા માટે જોખમ વધે છે
સંશોધકોના જણાવ્યા મુજબ, સ્નાન કરતી વખતે જો લેન્સ પહેરી રાખવામાં આવે તો બેક્ટેરિયાને આંખોમાં સંક્રમણ ફેલાવવામાં મદદ મળે છે. સ્નાન કરવાથી લેન્સની સપાટી પર ભેજ રહે છે. જેનાથી બેક્ટેરિયા પોતાની સંખ્યા અને સંક્રમણનો વિસ્તાર સરળતાથી વધારે છે.

સૂતા સમયે પણ અલર્ટ રહેવું
બ્રિટિશ સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોન્ટેક્ટ લેન્સ પહેરીને સૂવું પણ સારું નથી. તેનાથી બેક્ટેરિયા અને ફંગલ ઈન્ફેક્શનનું જોખમ 3 ગણું વધારે રહે છે. આ સંક્રમણને વિજ્ઞાનની ભાષામાં માઇક્રોબાયલ કેરાટાઇટિસ કહેવામાં આવે છે.

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, બ્રિટનમાં 40 લાખ લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે. તેના કારણે આંખોમાં સંક્રમણના કેસ સામાન્ય છે. જે આગળ જઈને આંખોની રોશની ઘટાડવાનું કામ કરે છે, તેથી અલર્ટ રહેવું વધારે જરૂરી છે.

78માંથી 37 સંક્રમણનો સામનો કરી ચૂક્યા હતા
રિસર્ચ કરનારી સાઉથેમ્પ્ટન યુનિવર્સિટીના સંશોધક પરવેજ હુસેનના જણાવ્યા પ્રમાણે, લેન્સની જાળવણીમાં સાફ-સફાઈનું ધ્યાન ન રાખવાથી સંક્રમણના કેસ વધે છે. રિસર્ચ દરમિયાન લેન્સનો ઉપયોગ કરનાર 78માંથી 37 લોકો આંખોમાં સંક્રમણ એટલે માઇક્રોબાયલ કેરાટાઇટિસનો ભોગ બન્યા હતા.

25થી 39 વર્ષની ઉંમરના લોકોને વધારે જોખમ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, તેનું સૌથી વધારે જોખમ 25થી 39 વર્ષની ઉંમરના લોકોને છે. કોન્ટેક્સ લેન્સનો સૌથી વધારે ઉપયોગ આ ઉંમરના લોકો કરે છે. બ્રિટિશ કોન્ટેક્ટ લેન્સ એસોસિએશનના પ્રેસિડન્ટ ઈલેક્ટ નીલ રિટેલિકના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં 14 કરોડ લોકો સફળતાપૂર્વક લેન્સનો ઉપયોગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો