હેલ્થ ટિપ્સ:સ્વિમિંગ પૂલમાં ન્હાવા જતા આ બીમારીને આપી શકો છો નોતરું, સાવચેત રહેવા માટે કરો આ ઉપાય

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાળામાં ઘણા લોકો સ્વિમિંગ કરવાનું પસંદ કરે છે. ફિટનેસ માટે આ એક સારી પ્રવૃતિ છે. પરંતુ સ્વિમિંગ પૂલનું પાણી તમને ઘણી બીમારીઓ આપી શકે છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે. ત્વચાની સમસ્યા અને ઝાડા થઇ શકે છે. વાળમાં પણ જૂ થઇ શકે છે.

ફંગલ ઇન્ફેકશન થઇ શકે છે.
દિલ્હીમાં આવેલી સર ગંગારામ હોસ્પિટલમાં ડર્મેટોલોજિસ્ટ ડોકટર એસ.સી. ભરેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉનાળામાં સૌથી વધુ ફંગલ ઇન્ફેકશન થાય છે, પરંતુ સ્વિમિંગ કરવાથી આ ઇન્ફેકશન વધે છે. જ્યાં આપણા શરીરમાં ભેજ વધુ હોય છે, ત્યાં ઘર્ષણ થાય ત્યારે ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે. જેમ કે, બગલ, જાંઘ, બ્રેસ્ટની નીચે અથવા તો પગની અંગુઠા અથવા આંગળીઓની વચ્ચે ફંગલ ઇન્ફેક્શન વધુ જોવા મળે છે. ઘણી વાર સંક્રમિત લોકો બીજાને પણ બીમાર કરી દે છે.

ઇલાજ ન થાય તો એક્જિમાં પણ થઇ શકે છે.
જો કોઇ જગ્યા પર મચ્છર કરડે છે તો તે જગ્યા પર ખંજવાળ કરો છો તો ત્વચા પર પાણી અડવાથી ઇન્ફેકશન થઇ શકે છે. સ્વિમિંગ પૂલનાં પાણીમાં બેકટેરીયાને મારવા માટે ક્લોરીન નાખવામાં આવે છે જે ઘણું શક્તિશાળી કેમીકલ હોય છે. તેના કારણે ઘણી વાર ત્વચા પર લાલ ચકમાં પણ થઇ જાય છે. સોજો પણ આવી જાય છે. ઘણી વાર ખંજવાળ પણ આવે છે. જો આ વધી જાય તો એક્ઝિમાં પણ થઇ શકે છે.

સ્વિમિંગ પૂલની બહાર ખુલ્લા પગે ન ચાલો
ડોકટર એસ. સી. ભરેજા કહે છે કે, લોકો સ્વિમિંગ કર્યા બાદ પૂલની બહાર ખુલ્લા પગે ચાલે છે. તે લોકો જાણતાં નથી કે, ખુલ્લા પગે ફરવાથી પગનું ઇન્ફેકશન થઇ શકે છે. તો, અંગુઠો અને આંગળીને સારી રીતે લુછતા નથી તો, પગમાં ભીનાશ રહી જાય છે. જેના કારણે ત્વચા ફાટવા લાગે છે. જેનાથી ખંજવાળ અને બળતરા પણ થાય છે.

ઝાડાથી થઇ શકે છે મુશ્કેલી
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ 2017 માં જણાવ્યું હતું કે, અમેરિકામાં 2014 અને 2016 ની વચ્ચેસ્વિમિંગ પુલ અને વોટર પાર્કમાં ક્રિપ્ટોસ્પોરીડિયમની ઘટનાઓ બમણી થઈ ગઈ છે. ક્રિપ્ટો એક પરોપજીવી છે જે આપણા આંતરડા અને શ્વાસને અસર કરે છે. તેનાથી લાંબા સમય સુધી ઝાડા પણ થઈ શકે છે. વાસ્તવમાં જ્યારે પૂલનું ગંદુ પાણી મોંમાં પ્રવેશે છે ત્યારે ઝાડા થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય ઈ-કોલાઈ અને હેપેટાઈટીસ-એ પણ થઈ શકે છે.

ક્લોરીનથી નથી મરતા જૂ
જો તમે સ્વિમિંગ પૂલમાં જાઓ છો તો તમને જૂ પણ થઇ શકે છે. જો વાળ યોગ્ય રીતે સૂકવવામાં ન આવે તો આવું થઈ શકે છે. અથવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં થઈ શકે છે. જો તમે સ્વિમિંગ પૂલની બહાર બનાવેલી ખુરશીઓ પર સૂઈ જાઓ છો અથવા અન્ય લોકોનો ઉપયોગ કરેલો ટુવાલનો ઉપયોગ કરો છો તો સાવચેત રહો.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના અભ્યાસ મુજબ, પૂલના પાણીમાં રહેલું ક્લોરિનથી જૂ મરતા નથી. જો કે, જો તે 20 મિનિટ સુધી આ પાણીમાં રહે છે, તો તે બેભાન રહે છે પરંતુ તે બહાર આવતાની સાથે જ ચાલવા લાગે છે.

જો ક્લોરિન યોગ્ય માત્રામાં હોય તો ચેપ લાગતો નથી
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, જો સ્વિમિંગ પુલમાં ક્લોરિન અને pH યોગ્ય ન હોય તો તરવૈયાઓ બીમાર થઈ શકે છે. 7.2, 7.6 અને 7.8 નો pH જંતુઓને મારી નાખે છે. ઉપરાંત, તે માનવ શરીરને નુકસાન કરતું નથી. ક્લોરિનની યોગ્ય માત્રા 1 મિનિટમાં ઇ-કોલી જેવા બેક્ટેરિયાનો નાશ કરે છે. હેપેટાઇટિસ A વાયરસ 16 મિનિટમાં મરી જાય છે.