હેલ્થ ટિપ્સ:જન્મ બાદ તરત જ સ્નાન કરાવવાથી નવજાતના સ્વાસ્થ્યને થાય છે નુકસાન, 24 કલાક બાદ નવડાવવાથી મૃત્યુદર ઘટશે

7 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

આપણને મનમાં ઘણીવાર નવજાત બાળકને પહેલીવાર ક્યારે અને કેવી રીતે નવડાવી શકાય એને લઈને સવાલ થાય છે. ઘણી હોસ્પિટલોમાં તો બાળકના જન્મના એક કે બે કલાક બાદ જ નવડાવે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન (who) અને એઇમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સ) દિલ્હી અને એઇમ્સ ઋષિકેશ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ખબર પડી છે કે બાળકને જન્મના 24 કલાક બાદ જ સ્નાન કરાવવું જોઈએ.

બાળકને પહેલીવાર નવડાવવામાં ઉતાવળ ન કરવી જોઈએ
પહેલા બાળકના જન્મ પછી તરત જ તેને નવડાવવામાં આવતું હતું, પરંતુ હવે બદલાવ આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ધોરણ મુજબ, નવજાતના જન્મ પછી તરત નવડાવવાને બદલે 24થી 48 કલાક સુધી રાહ જોવી જોઈએ. આ સિવાય બાળકને રોજ નવડાવવું જરૂરી નથી. જો તમે તમારા બાળકને નવડાવવા ઇચ્છતા હો તો તેને સ્પંજ કરી શકો છો. નવજાત બાળકના ચહેરા અને માથાને સાફ કરવા માટે સોફ્ટ કાપડનો ઉપયોગ કરી શકો છો.

નવજાતને નવડાવવામાં પહેલીવાર મોડું કેમ કરવું જોઈએ?
મોટા ભાગની હોસ્પિટલો નવજાતને પહેલીવાર નવડાવવા માટે એક કે બે દિવસના પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરે છે. આ પ્રોટોકોલ નવજાત શિશુની સલામતી માટે હોવાનું માનવામાં આવે છે. ચાલો... જાણીએ એનાથી સંબંધિત મહત્ત્વની બાબતો...

માતા અને બાળક વચ્ચેનો સંબંધ મજબૂત થાય છે
બાળકના જન્મ પછીની પહેલી થોડી મિનિટો માતા અને બાળકના સારા સંબંધ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું અનુભવવામાં આવ્યું છે કે જે માતાઓ બાળકના જન્મ પછી તરત જ તેમની ત્વચાના સંપર્કમાં રાખે છે, તે બાળકનું તાપમાન કંટ્રોલમાં રહે છે. આ સાથે જ બ્લડ લેવલમાં સુધારો થાય છે અને બાળક બરાબર બ્રેસ્ટફીડિંગ કરી શકે છે.

ચેપનું જોખમ ઓછું થાય
નવજાતના જન્મ દરમિયાન ચામડી પર સફેદ પડ હોય છે, જેને વર્નિક્સ કહેવાય છે. એમાં પ્રોટીન હોય છે, જે બાળકને જન્મ દરમિયાન ઘણાં હાનિકારક ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે, જેમ કે મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા. વર્નિક્સ બાળકને અનેક બીમારીઓથી બચાવવા માટે કામ કરે છે. જો બાળકને નવડાવવામાં આવે તો આ લેવલ દૂર થઇ જાય છે ને ઇન્ફેક્શનનું જોખમ વધે છે. મોટા ભાગની હોસ્પિટલોમાં ગ્લવ્ઝ પહેરવામાં આવે છે, જેનો અર્થ છે કે જેઓ બાળકના સીધા સંપર્કમાં આવે છે તે લોકોએ મોજા પહેરવા જોઈએ. આ બાળકને ચેપથી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે.

બાળકનું તાપમાન કંટ્રોલમાં રહે
બાળકને માતાના ગર્ભાશયમાં હૂંફ મળતી હોઈ, તેનું તાપમાન 98.6 ડીગ્રી છે. ડિલિવરી પછી નવજાત ખૂબ જ નીચા તાપમાન (મોટે ભાગે 70 ડીગ્રી)ના સંપર્કમાં આવે છે, તેથી શરીરને ગરમ રાખવાની જરૂર છે. આ સાથે જ્યારે બાળકને જન્મ પછી તરત જ સ્નાન કરાવવામાં આવે છે ત્યારે તેના શરીરનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે અને તેને હાઇપોથર્મિયાનું જોખમ વધી જાય છે.

બ્લડશુગર કંટ્રોલમાં રહે
જન્મના થોડા કલાકો પછી તમારા બાળકને નાહવાથી તેનું શુગર લેવલ ઘટી શકે છે. તાજેતરમાં જ જન્મેલા બાળકને બહારના વાતાવરણ સાથે એડજસ્ટ કરવું જરૂરી છે. આ સિવાય બાળકને નાહવાથી તે તણાવમાં આવી શકે છે, જેને કારણે સ્ટ્રેસ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને શુગર લેવલ નીચે જાય છે.

ત્વચાને સોફ્ટ રાખે છે
બાળકની ત્વચાને સોફ્ટ રાખવી ખૂબ જ જરૂરી છે. વર્નિક્સ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે અને નવજાતની ત્વચાનું રક્ષણ કરે છે. સ્નાન કરવાથી બાળકની ત્વચામાંથી વર્નિક્સ દૂર થાય છે બાળકને જલદી સ્નાન ન કરાવવું જોઈએ.

રૂટિન બનાવો
તમે તમારા બાળકને નવડાવવા માટે જે પણ સમય પસંદ કરો છો ને દરરોજ બરાબર એ જ સમયે નવડાવો. આ બાળકને આગળ શું થવાનું છે એ સમજવામાં મદદ કરશે, કારણ કે મોટા ભાગના કિસ્સાઓમાં બાળક સ્નાન કર્યા બાદ સૂઈ જાય છે.

બાળકને બરાબર પકડો
સ્નાન કરતી વખતે બાળકને બરાબર પકડી રાખો, જેથી તે લપસી ન જાય.સાબુ, શેમ્પૂ અને પાણીના કારણે પકડ ઘટાડી શકે છે. તમારા બાળકનું માથું તમારા હાથની હથેળીમાં રાખો, પછી બીજા હાથથી સાબુ અને પાણીનો ઉપયોગ કરો.

વધારે સાબુનો ઉપયોગ ન કરો
તમારા બાળકની ત્વચા પર વધુપડતા સાબુનો ઉપયોગ કરવાનું ટાળો. વધુપડતા સાબુનો ઉપયોગ કરવાથી તેની ત્વચા સુકાઈ જાય છે.

બાળકને બરાબર લપેટો
બાળકને સ્નાન કરાવ્યા બાદ તેને કાળજીપૂર્વક ટબમાંથી બહાર કાઢો અને તેને ટુવાલ વડે લપેટો

ડિસ્ક્લેમર : નવજાતને પહેલીવાર નવડાવવાનો અનુભવ યાદગાર કરવા માટે તમે આ ટિપ્સને અનુભવી શકો છો, આ માટે પહેલા ડોક્ટરની સલાહ લો.