ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનો દાવો:બેન્ડેજ સ્કિન કેન્સરને મટાડશે, મેગ્નેટિક નેનોફાઈબરવાળા આ બેન્ડેજ હીટ આપીને કેન્સરના કોષોની સારવાર કરશે

2 વર્ષ પહેલા
  • વર્તમાનમાં સ્કિન કેન્સરની સારવાર હાયપોથર્મિયા થેરાપીથી કરવામાં આવે છે, બેન્ડેજને વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે
  • સર્જિકલ ટેપ પર આયર્નના ઓક્સિડાઈઝ નેનોપાર્ટિકલ્સ અને બાયોડિગ્રેડેબલ પોલિમર લાગેલા છે, જે હીટ આપીને કેન્સર કોષોનો નાશ કરે છે

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે એવું બેન્ડેજ વિકસિત કર્યું છે જે સ્કિન કેન્સરને મટાડી શકે છે. બેન્ડેજને મેગ્નેટિક નેનોફાઈબરથી તૈયાર કરવામાં આવ્યું છે, જે હીટ આપીને સ્કિન કેન્સરના કોષોને નષ્ટ કરી શકે છે. અત્યારે સ્કિન કેન્સરની સારવાર સર્જરી, રેડિયેશન, અને કિમોથેરપીથી કરવામાં આવે છે.

સ્કિન કેન્સરના કેટલાક કેસમાં સારવાર હાયપોથર્મિયા થેરાપીથી પણ કરવામાં આવે છે. તેમાં હીટની મદદથી કેન્સરના ટિશ્યુને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ થેરાપીનો એક વિકલ્પ ઉપલબ્ધ કરાવવા માટે બેન્ડેજ વિકસિત કર્યું છે. જે કેન્સરના કોષોને ટાર્ગેટ કરીને તેનો નાશ કરશે.

આ રીતે બનાવવામાં આવ્યું બેન્ડેજ​​​​​​​​​​​​​​
ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે, આ બેન્ડેજમાં આયર્નના ઓક્સિડાઇઝ્ડ નેનોપાર્ટિકલ્સ અને બાયોડિગ્રેડેબલ પોલિમર હોય છે જેને સર્જિકલ ટેપ પર લગાવવામાં આવેલા છે. જ્યારે આ ટેપને મેગ્નેટિક ફીલ્ડ મળે છે તો તેમાં રહેલા મટિરિયલ હીટ આપે છે અને કેન્સર કોષોને નાશ કરવાનું કામ કરે છે.

કેવી રીતે પ્રયોગ થયો
સંશોધનકાર કૌશિક સુનીતના જણાવ્યા પ્રમાણે, બેન્ડેજમાંથી નીકળતી હીટ કેટલી હદ સુધી કેન્સરની સારવાર કરી શકશે, તેની જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકોએ બે પ્રયોગ કર્યા. પ્રથમ પ્રયોગ સીધો મનુષ્યના કેન્સર કોષો પર કરવામાં આવ્યો હતો. બીજો પ્રયોગ ઉંદરો પર કરવામાં આવ્યો. ઉંદરોમાં કૃત્રિમ કેન્સરના કોષો દાખલ કરવામાં આવ્યા.

બંને પ્રોયગમાં જોવા મળ્યું કે, બેન્ડેજમાંથી નીકળતી હીટથી કેન્સર કોષો નષ્ટ થઈ ગયા હતા. તે ઉપરાંત સ્વસ્થ કોષો પર કોઈપણ પ્રકારની નકારાત્મક અસર જોવા મળી નહોતી.

બે પ્રકારનું સ્કિન કેન્સર હોય છે
સ્કિન કેન્સરનું મોટું કારણ છે સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો. તે સૌથી સામાન્ય કેન્સર છે. તે બે પ્રકારનું હોય છે. પહેલા મેલાનોમા અને બીજું નોન-મેલાનોમા. તેમાં સૌથી જોખમી મેલાનોમા છે. તે મૃત્યુનું જોખમ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...