શિયાળાની શરૂઆત થવાની સાથે જ ગુજરાતી ભાણામાં બાજરીનો ઉમેરો થઈ જાય છે. લોકો બાજરીના રોટલા સાથે ઓળો, લસણની ચટણી કે પછી ઘી-ગોળ સાથેના લાડુની લહેજત માણે છે. બાજરાના 2 પ્રકાર હોય છે. નાના આકારની અને મીઠા સ્વાદના અનાજને બાજરી કહેવાય છે.
કફનાશક બાજરી
બાજરી ગ્લુટન ફ્રી હોવાથી ઘણા લોકો તેને પસંદ કરવા લાગ્યા છે. કોરી બાજરી ખાવાથી શરીરમાં ડ્રાયનેસ વધે છે. તેથી દેશી ઘી અને માખણ સાથે તેનું સેવન કરવું જોઈએ. બાજરીની તાસીર ગરમ હોવાથી તે કફ દૂર કરે છે.
શિયાળામાં જ શા માટે બાજરી બને છે?
બાજરીની તાસીર ગરમ હોવાથી શિયાળામાં તેનો ઉપયોગ વધારે થાય છે. તેમાં પ્રોટીન, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફોલિક એસિડ, વિટામિન B અને ઝિંક સહિતના પોષક તત્વો હોય છે. બાજરી ઓમેગા 3 ફેટી એસિડનો પણ સારો સોર્સ છે.
બાજરીની રાબ સુપર ડ્રિન્ક
ઘીમાં બાજરી સાંતડ્યા બાદ પાણી ઉમેરી આ રાબ બને છે.
બનાવવાની રીત: પેનમાં એક મોટી ચમચી ઘી ગરમ કરો. તેમાં સૂંઠ અને અજમો ઉમેરો. ત્યારબાદ તેમાં 6 ચમચી બાજરીનો લોટ ઉમેરો અને તેની સુગંધ આવે ત્યાં સુધી સાંતડો.
આ દરમિયાન એક વાસણમાં પાણી ગરમ કરો. તેમાં કેમિકલ ફ્રી ગોળ અને ચપટી મીઠું ઉમેરો. બાજરીના મિશ્રણમાં આ પાણી ઉમેરો. તેને મિક્સ કરતી વખતે ધ્યાન રાખવું કે તેમાં ગાંઠો ન બનવી જોઈએ.
છોકરીઓ માટે બાજરીની રાબ બેસ્ટ
બાજરીની ખીચડીના ઘણા ફાયદા
લાઈફસ્ટાઈલ ડિસીઝથી દૂર રાખશે
બાળકોને લાડુ ખવડાવો
બાજરીનો રોટલો, 1 વર્ષ જૂનો કેમિકલ ફ્રી ગોળ અને ગાયના ઘીનાં મિશ્રણનું સેવન લાભદાયક છે. બાળકોને તેના લાડુ આપવા જોઈએ. ભોજન માટે નખરાં કરતાં બાળકોને પૂરતું પોષણ મળતું ન હોય તો બાજરી-ગોળના લાડુ આપવા જોઈએ.
બોનસમાં બ્યૂટી મળે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.