રિસર્ચ / ખરાબ સ્વપ્નો રિઅલ લાઈફમાં ખરાબ પરિસ્થિતિ સામે લડવા માટે મદદ કરે છે

Bad nightmares help fight against bad situations in real life

  • રિસર્ચમાં સામેલ લોકોની નિંદ્રા દરમિયાન એક્ટિવિટીને ટ્રેક કરવામાં આવતી હતી

Divyabhaskar.com

Dec 01, 2019, 04:38 PM IST

હેલ્થ ડેસ્કઃ કેટલાક લોકોને ખરાબ સ્વપ્નો આવવાની ફરિયાદ રહે છે. આ લોકોએ હવે ખરાબ સ્વપ્નોથી ડરવાની જરૂર નથી. અમેરિકામાં કરવામાં આવેલાં રિસર્ચ મુજબ ખરાબ સપના રિઅલ લાઈફમાં ખરાબ પરિસ્થિતિઓ સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.

અમેરિકાના સરકારી વિભાગ દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં 18 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકો પર નિંદ્રા દરમિયાન તેમની મગજની એક્ટિવિટીને ટ્રેક કરવામાં આવતી હતી.

આ રિસર્ચમાં જોવા મળ્યું કે ખરાબ સ્વપ્નો દરમિયાન મગજમાં ઈમોશનને કન્ટ્રોલ કરતા ભાગ પર વધારે એક્ટિવિટી જોવા મળી હતી.

રિસર્ચના ઓથરએ 89 લોકો પર ફરી રિસર્ચ કર્યું હતું. તેમાં તમામ લોકોનું MRI સ્કેન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં સામે આવ્યું કે insula and cingulate cortex નામના ભાગ ખરાબ સ્વપ્ન સમયે ભયને દર્શાવે છે.વિવિધ રિસર્ચ પરથી માલુમ પડ્યું કે રાતે આવતા ખરાબ સ્વપ્નો ખરાબ પરિસ્થિતિ સામે લડવા માટે મદદ કરે છે.

X
Bad nightmares help fight against bad situations in real life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી