મંકીપોક્સથી મગજની બીમારીનું જોખમ:દર્દીઓને મગજમાં સોજો આવે છે તો ખરાબ મૂડ ને માથાનો દુખાવો પણ એક કારણ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ મંકીપોક્સ 100થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. મંકીપોક્સનું મુખ્ય લક્ષણ શરીર પર ફોલ્લીઓ છે. બાકીનાં લક્ષણો ફલૂ જેવાં જ હોય છે, પરંતુ હાલમાં જ ઈ-ક્લિનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, આ વાઇરસ આપણા મગજને પણ પ્રભાવિત કરી શકે છે, જેને કારણે દર્દીઓને ગંભીર માનસિક બીમારીઓ થઈ શકે છે.

એટેક, મગજમાં સોજો આવવાનું જોખમ
સંશોધકોના જણાવ્યા અનુસાર, આ પહેલાં કરવામાં આવેલા સંશોધનમાં સ્મોલપોક્સની અસરની પણ તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ સ્મોલપોક્સથી વેક્સિનેટેડ કરવામાં આવેલા લોકોમાં પણ વાઈરસની અસર જોવા મળી છે. આ લોકોમાં અનેક પ્રકારનાં ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન પણ જોવા મળ્યાં છે.

હવે વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં માથામાં મંકીપોક્સની અસર જાણવાની કોશિશ કરી છે, જે અનુસાર, મંકીપોક્સથી પીડિત લોકો પૈકી 2-3% લોકો ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા ને તેમને એટેક અને મગજમાં સોજાની બીમારી પણ જોવા મળી હતી. મગજમાં જે લોકોને સોજો આવે છે તે લોકોને આખી જિંદગી આ પ્રકારની બીમારી રહે છે.

માથાનો દુખાવો પણ થઈ શકે
આ અભ્યાસમાં મંકીપોક્સ પરના અન્ય અભ્યાસોના ડેટાનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જોકે આ સંશોધનોમાં સામેલ લોકોની સંખ્યા ઓછી હતી. વૈજ્ઞાનિકોના મતે કેટલાક લોકોમાં મૂંઝવણ પણ જોવા મળી હતી. આ રોગથી પીડિત ઘણા લોકોમાં માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને થાક જેવાં ન્યુરોલોજિકલ લક્ષણો પણ જોવા મળ્યાં હતાં, પરંતુ એ સાબિત નથી થઇ શક્યું કે દર્દીઓમાં આ લક્ષણો કેટલા દિવસ રહે છે. અસ્વસ્થતા અને હતાશા જેવી માનસિક સમસ્યાઓ ધરાવતા દર્દીઓની ટકાવારી પર વધારે સંશોધનની કરવાની જરૂર છે. જે લોકોમાં આ સમસ્યાઓનાં લક્ષણો જોવા મળ્યાં તેમાંથી મોટા ભાગના લોકોનો મૂડ ડિપ્રેશનમાં જોવા મળ્યો હતો.

વિષય અને રિસર્ચની જરૂર
અભ્યાસમાં સામેલ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બધા ન્યુરોલોજિકલ અને સાઇકિયાટ્રિક લક્ષણ મંકીપોક્સના સંક્રમણ દરમિયાન જોવા મળે છે, પરંતુ આ પાછળ વાઇરસ જવાબદાર છે કે નહીં એ જાણી શકાયું નથી.

જો તમને આ વાઇરસને કારણે કોઈ સમસ્યા થઈ રહી હોય તો બની શકે છે, વાઇરસ શરીરમાં પ્રવેશ કરતા સમયે જ નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. આ સિવાય બીમારીની ખોટી જાણકારી દર્દીઓને માનસિક રીતે પરેશાન કરી શકે છે.