તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Bacteria Of Leptospirosis Spread In Flooded And Flooded Areas, Its Symptoms Are Like Flu So Do Not Go Into The Water

મોનસૂનમાં લેપ્ટોસ્પાયરોસિસનું જોખમ:પૂર અને પાણી ભરાયેલા વિસ્તારોમાં લેપ્ટોસ્પાયરોસિસના બેક્ટેરિયા ફેલાય છે, તેના લક્ષણ ફ્લૂ જેવા છે તેથી પાણીમાં ન જવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેપ્ટોસ્પાયરોસિસના બેક્ટેરિયા સ્કિન, મોં, આંખ અને નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે
  • વોટર એક્ટિવિટી જેમ કે, રાફ્ટિંગ, સ્વિમિંગ સાથે જોડાયેલા હોય છે તેમને મોનસૂન દરમિયાન સંક્રમણનું જોખમ વધારે રહે છે

દેશના ઘણા ભાગમાં વરસાદ પડી રહ્યો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જવાના કારણે ઘણી બીમારીઓ ઉદભવે છે, તેમાંથી એક છે લેપ્ટોસ્પાયરોસિસ. આ બીમારી લેપ્ટોસ્પાયરા નામના બેક્ટેરિયાના કારણે ફેલાય છે અને મોટાભાગે સંક્રમિત પ્રાણીઓ દ્વારા મનુષ્ય સુધી પહોંચે છે. એકથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ફેલાવવાના કેસ ઓછા સામે આવે છે.

સંક્રમિત પ્રાણીઓ જેમ કે, ઉંદરના મળ, મૂત્ર અથવા દૂષિત પાણી, ખોરાક અને માટીના સંપર્કમાં આવવાથી મનુષ્ય સંક્રમિત થઈ શકે છે. તેના સૌથી વધારે કેસ મોનસૂનમાં જ સામે આવે છે. તેનું કારણ પાણી ભરાઈ જવું અને ભેજ છે.

સ્કિન અને આંખો દ્વારા સંક્રમિત કરે છે બેક્ટેરિયા
મુંબઈની મસીના હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશિયન ડૉ. સુલેમાન લધાણીના જણાવ્યા પ્રમાણે, લેપ્ટોસ્પાયરોસિસના બેક્ટેરિયા સ્કિન, મોં, આંખ અને નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તેના કેસ એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં સાફ-સફાઈ ઓછી રાખવામાં આવતી હોય, ભારે વરસાદ અને પૂરવાળા વિસ્તારમાં અને જ્યાં પાણી વધારે સમય સુધી ભરાઈ રહેતું હોય. તે સિવાય કૃષિ વિસ્તારોમાં કે જ્યાં ઉંદરોની સંખ્યા વધારે હોય છે, ત્યાં પણ કેસ વધી શકે છે.

એવા લોકો જે વોટર એક્ટિવિટી જેમ કે, રાફ્ટિંગ, સ્વિમિંગ સાથે જોડાયેલા હોય છે તેમને મોનસૂન દરમિયાન સંક્રમણનું જોખમ વધારે રહે છે.

7થી 10 દિવસની અંદર આ લક્ષણ દેખાય છે
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે સંક્રમણના 7થી 10 દિવસ બાદ તેના લક્ષણ દેખાવા લાગે છે. કેટલાક કિસ્સામાં મોડા પણ લક્ષણ દેખાઈ શકે છે. તેના ઘણા લક્ષણ ફ્લૂ અને મેનિનઝાઈટિસ સાથે મળતા આવે છે, તેથી મોનસૂનમાં આવા કોઈપણ લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો.

એલાઈઝા ટેસ્ટથી સંક્રમણની તપાસ કરવામાં આવે છે
લક્ષણ દેખાવા પર દર્દીનો બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. સંક્રમણ થવા પર સેફદ રક્તકણોની સંખ્યા વધારે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. ઓછા સમયમાં બીમારી ઓળખવા માટે દર્દીનો એલાઈઝા ટેસ્ટ કરવામાં આવે છે. ભારતમાં તેના મોટાભાગના કેસ એવી જગ્યાએ પર આવે છે જ્યાં પૂર અને વાવાઝોડું આવે છે.

શરીરના ઘણા ભાગ પર ખરાબ અસર થાય છે
ડૉ. લધાણીના જણાવ્યા પ્રમાણે, જો સંક્રમણ ગંભીર થઈ જાય છે તો શરીરના ઘણા ભાગો પર ખરાબ અસર થઈ શકે છે. જેમ કે કિડની અથવા લિવર ફેલ થઈ થવું, હાર્ટફેલ, મગજમાં સોજો અને રેસ્પિરેટરી ફેલ્યોર. એન્ટિબાયોટિક્સની મદદથી તેની સારવાર કરવામાં આવે છે.

સામાન્ય રીતે લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયાથી સંક્રમિત દર્દી એક સપ્તાહની અંદર રિકવર થઈ જાય છે. 5થી 10 ટકા કેસ એવા પણ હોય છે જેમને રિકવરીમાં સમય લાગી શકે છે. લાંબા સમય સુધી સંક્રમણ રહેવાથી ઘણા અંગો પર ખરાબ અસર થઈ શકે છે, જેમ કે કિડની, બ્રેન, હાર્ટ, અને રેસ્પિરેટરી સિસ્ટમ.