• Gujarati News
  • Lifestyle
  • Health
  • Bacteria Injects In Mosquito To Reduce Dengue Cases In Indonesia Scientists Infect Mosquitoes With Bacteria To Stop The Transmission Of Dengue Fever In Indonesia, Dropping Infection Rates By 77 Percent

વોલ્બેચિયા બેક્ટેરિયા મહત્ત્વનું હથિયાર:ઇન્ડોનેશિયામાં મચ્છરને બેક્ટેરિયાથી સંક્રમિત કરીને હવામાં મુક્ત કર્યા, ડેન્ગ્યુના કેસ 77 ટકા ઘટી ગયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, ડેન્ગ્યુના વાઈરસ દર વર્ષે 40 કરોડ લોકોને સંક્રમિત કરે છે અને 25 હજાર લોકોનું તેનાથી મોત નીપજે છે
  • વર્લ્ડ મોસ્ક્યુટો પ્રોગ્રામના ડાયરેક્ટર સ્કોટ ઓ'નિલના જણાવ્યા પ્રમાણે, અમારી પાસે સાબિતી છે કે, વોલ્બેચિયા બેક્ટેરિયાથી ડેન્ગ્યુને નાશ કરવાની રીત સુરક્ષિત છે

ઇન્ડોનેશિયામાં ડેન્ગ્યુના કેસ ઘટાડવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. મચ્છરોમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા ઈન્જેક્ટ કરવામાં આવ્યા જે ડેન્ગ્યુ વાઈરસને ફેલાવતા અટકાવશે. આ મચ્છરોને ખુલ્લામાં છોડવામાં આવ્યા છે. રિસર્ચમાં સામે આવ્યું કે ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો થયો છે.

ડેન્ગ્યુના વાઈરસ સંક્રમણ બાદ તાવ અને શરીરમાં દુખાવાનું કારણ બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, ડેન્ગ્યુના વાઈરસ દર વર્ષે 40 કરોડ લોકોને સંક્રમિત કરે છે અને 25 હજાર લોકોનું તેનાથી મોત થાય છે.

આ રીતે થયું રિસર્ચ
આ અંગે રિસર્ચ કરનારી ઈન્ડોનેશિયાની યોગ્યકાર્તા યુનિવર્સિટીના સંશોધક આદી ઉતરાનીના જણાવ્યા પ્રમાણે, આ મોટો ફેરફાર લાવનાર શોધ છે, આશા રાખીએ છીએ, તેનાથી ડેન્ગ્યુના કેસ ઘટશે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા 3 લાખ મચ્છરોને છોડવામાં આવ્યા જેમાં વોલ્બેચિયા નામના બેક્ટેરિયા નાખવામાં આવ્યા હતા. તેની અસર શહેરના જુદા જુદા ભાગોમાં જોવા મળી હતી. રિસર્ચમાં સામે આવ્યું કે, યોગ્યકાર્તા શહેરમાં ડેન્ગ્યુના સેંકડો દર્દીઓ ઓછા થઈ ગયા છે.

ઈન્ડોનેશિયામાં દર વર્ષે ડેન્ગ્યુના 70 લાખ કેસ
સંશોધકોએ આ ટ્રાયલ વર્લ્ડ મોસ્ક્યુટો પ્રોગ્રામની સાથે મળીને કર્યું છે, જેના પરિણામો આ અઠવાડિયે જાહેર કરવામાં આવશે. અહીં એટલા માટે ટ્રાયલ કરવામાં આવ્યું કેમ કે, અહીં મોટી સંખ્યામાં ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા હતા. ઈન્ડોનેશિયામાં દર વર્ષે ડેન્ગ્યુના 70 લાખ કેસ સામે આવે છે.

વર્લ્ડ મોસ્ક્યુટો પ્રોગ્રામના ડિરેક્ટર અને માઈક્રોબાયોલોજિસ્ટ સ્કોટ ઓ'નિલના જણાવ્યા પ્રમાણે, આ બેક્ટેરિયાવાળી રીત સુરક્ષિત છે
વર્લ્ડ મોસ્ક્યુટો પ્રોગ્રામના ડિરેક્ટર અને માઈક્રોબાયોલોજિસ્ટ સ્કોટ ઓ'નિલના જણાવ્યા પ્રમાણે, આ બેક્ટેરિયાવાળી રીત સુરક્ષિત છે

આ રીતે ઘટે છે ડેન્ગ્યુના કેસ
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, મનુષ્યને સંક્રમિત કરવાનું કામ માદા મચ્છર કરે છે. નવા છોડવામાં આવેલા નર મચ્છર માદાની સાથે મેટિંગ કરે છે. માદા મચ્છકનો લાવા મનુષ્યને કરડે તે પહેલાં જ મરી જાય છે. આ રીતે માદા મચ્છરની સંખ્યા વધી શકતી નથી અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થાય છે.

50 વર્ષોમાં ડેન્ગ્યુના કેસ 30 ગણા વધ્યા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, છેલ્લા 50 વર્ષોમાં ડેન્ગ્યુના કેસ 30 ગણા વધી ગયા છે. તેને કન્ટ્રોલ કરવા માટે વોલ્બેચિયા બેક્ટેરિયાને પ્રથમવાર મચ્છરમાં ઇન્જેક્ટ કરવા માટે ઓસ્ટ્રેલિયામાં મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રથમ પ્રયોગ 2018માં થયો હતો, પરંતુ સામાન્ય વિસ્તાર અને મચ્છર છોડ્યા હતા તે વિસ્તારની સરખામણી કરી નહોતી. આથી આ પ્રયોગના ચોક્કસ આંકડાં સામે આવ્યા નથી.

વિયેતનામમાં પણ પ્રયોગ થયો
ઇન્ડોનેશિયામાં થયેલા પ્રયોગનો એક ભાગ વિયેતનામમાં પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં સામે આવ્યું કે, ડેન્ગ્યુના કેસમાં 86 ટકા ઘટાડો આવ્યો છે. દુનિયાના ફેમસ વૈજ્ઞાનિકોએ આ પ્રયોગને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રાયલ કહ્યું છે.

વર્લ્ડ મોસ્ક્યુટો પ્રોગ્રામના ડિરેક્ટર અને માઈક્રોબાયોલોજિસ્ટ સ્કોટ ઓ'નિલના જણાવ્યા પ્રમાણે, અમે ઇન્ડોનેશિયામાં જે પરિણામ આવ્યું છે તેવી જ આશાની રાહ હતી. આ બેક્ટેરિયાવાળી રીત સુરક્ષિત છે એ વાતની આપણી સાથે સાબિતી છે.

ઇન્ડોનેશિયામાં કોરોનાને કારણે થોડા મહિના પહેલાં ટ્રાયલ પૂરું થઇ ગયું છે, સ્કોટે કહ્યું કે, વોલ્બાચિયા બેક્ટેરિયા 60 ટકા સુધી કીટકો અને પતંગિયામાં હોય છે. તેમાં ડ્રેગનફ્લાય, ફ્રુટફ્લાય સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...