જોખમ / ગંગા નદીના પાણીમાં રહેલાં બેક્ટેરિયા એન્ટિ બાયોટિક રેઝિસ્ટન્ટ બન્યા છે

Bacteria in the waters of the Ganga  River have become antibiotic resistant

  • ભારતમાં દેવી તરીકે પૂજાતી ગંગાના પાણીના બેક્ટેરિયા એન્ટિ બાયોટિક રેઝિસ્ટન્ટ બન્યા છે
  • હોસ્પિટલ, દવાની નિર્માણ કરતી કરતી ફેક્ટરી, મરઘા-બતક ઉછેર કેન્દ્રો અને ઘરમાંથી નીકળતાં કચરાનાં માધ્યમથી એન્ટિ બાયોટિક તત્ત્વો નદીમાં જઈને ભળી જાય છે
  • રિસર્ચમાં આ બેક્ટેરિયા બેક્ટા લેક્ટમ, ઇફ્લક્સ એન્ડીફલાયમાસીન નામની એન્ટિ બાયોટિક દવા પ્રત્યે રેઝિસ્ટન્ટ જોવા મળ્યા હતા

Divyabhaskar.com

Oct 07, 2019, 06:31 PM IST

હેલ્થ ડેસ્ક: પવિત્રતા ગંગા નદીની ઓળખ છે. પરંતુ ગંગા નદી પણ હવે ધીરે ધીરે દૂષિત બનતી જઈ રહી છે. ગંગા નદીમાં રહેલા બેકટેરિયા હવે એન્ટિ બાયોટિક રેઝિસ્ટન્ટ બન્યા છે. ‘એન્વાયર્નમેન્ટ પોલ્યુશન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ ગંગાના પાણીના બેક્ટેરિયા એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ બન્યા છે.

હોસ્પિટલ, દવાની નિર્માણ કરતી કરતી ફેક્ટરી, મરઘા-બતક ઉછેર કેન્દ્રો અને ઘરમાંથી નીકળતાં કચરાનાં માધ્યમથી એન્ટિ બાયોટિક નદીમાં જઈને ભળી જાય છે. આ એન્ટિબાયોટિક્સ નદીનાં પાણીમાં ભળીને એન્ટિ બાયોટિક દવાના પ્રતિ વિરોધી બેકટેરિયાનો વિકાસ કરે છે. આ બેકટેરિયા પર્યાવરણના સંપર્કમાં આવવાથી બમણી ગતિથી ફેલાય છે.

આ પરિસ્થિતિ મનુષ્યનાં સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. આ પ્રકારનાં બેકટેરિયાની સારવાર મુશ્કેલ બને છે.

BHU (બનારસ હિન્દુ યુનિવર્સિટી) દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં ગંગા નદીમાં એન્ટિબાયોટિક અને મેટલ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા જોવા મળ્યા છે. રિસર્ચ માટે ગંગા નદીના અલગ અલગ 5 ઘાટનાં પાણીનાં સેમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં.

રિસર્ચમાં આ બેક્ટેરિયા બેક્ટા લેક્ટમ, ઇફ્લક્સ એન્ડીફલાયમાસીન નામની એન્ટિબાયોટિક દવા પ્રત્યે રેઝિસ્ટન્ટ જોવા મળ્યા હતા. આ બેક્ટેરિયાના જિન્સ સિલ્વર, કોપર, આયર્ન, ક્રોમિયમ, આર્સેનિક અને ઝિંક ધાતુ માટે રેઝિસ્ટન્ટ જોવા મળ્યા હતા.

આ રિસર્ચના લીડ ઓથર પ્રોફેસર સુરેશ કુમાર જણાવે છે કે, આ રિસર્ચનાં પરિણામ રાજ્ય અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને પ્રદૂષણ અટકાવવા માટે અને નદીમાં એન્ટિબાયોટિક અને ધાતુના કચરાને ભળતાં અટકાવવા માટે દિશા સૂચવે છે.

આ રિસર્ચ ભાસ્કર રેડ્ડી અને સુરેશ કુમારની આગેવાનીમાં અને DST (ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી) અને SERB (સાયન્સ એન્ડ એન્જિનિઅરિંગ બોર્ડ)ની મદદથી કરવામાં આવ્યું હતું.

X
Bacteria in the waters of the Ganga  River have become antibiotic resistant

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી