• Home
  • Lifestyle
  • Health
  • Bacteria cause body odor, now preparations will be made to control odor without harming the bacteria

રિસર્ચ / શરીરમાંથી દુર્ગંધ આવવા પાછળ બેક્ટેરિયા કારણભૂત, હવે બેક્ટેરિયાને નુકસાન પહોંચાડ્યા વગર દુર્ગંધ કન્ટ્રોલ કરવાની તૈયારી કરાશે

Bacteria cause body odor, now preparations will be made to control odor without harming the bacteria
X
Bacteria cause body odor, now preparations will be made to control odor without harming the bacteria

  • બ્રિટનની યુનિવર્સિટી ઓફ યોર્કે યુનિલિવર સાથે મળીને રિસર્ચ કર્યું, સંશોધકોએ એન્ઝાઇમનું નામ બીઓ રાખ્યું
  • રિસર્ચમાં દાવો – સ્ટ્રેફાયલોકોકસ હોમોનિસ બેક્ટેરિયા ખાસ પ્રકારના રસાયણ રિલીઝ કરે છે, જે દુર્ગંધનું કારણ બને છે

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 07:36 PM IST

ઘણીવાર આપણા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. વૈજ્ઞાનિકોએ આ દુર્ગંધ આવવાનું કારણ શોધી નાખ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેનું કારણ એક એન્ઝાઇમ છે, જે આર્મપિટ (બગલ)માં જોવા મળતા બેક્ટેરિયા બનાવે છે. આ જ શરીરમાંથી નીકળતી દુર્ગંધ માટે જવાબદાર હોય છે. સંશોધકોએ તેને બીઓ એન્ઝાઇમ નામ આપ્યું છે. આ રિસર્ચ બ્રિટનની યુનિવર્સિટી ઓફ યોર્કે યુનિલિવર સાથે મળીને કર્યું છે.

સંશોધકોના જણાવ્યાનુસાર, સ્ટ્રેફાયલોકોકસ હોમોનિસ બેક્ટેરિયા ખાસ પ્રકારના રસાયણ રિલીઝ કરે છે, જે દુર્ગંધનું કારણ બને છે. આ બેક્ટેરિયા આદિમાનવના સમયગાળાથી માણસોના શરીરમાં છે. તેથી, પેઢી દર પેઢીમાં તેણે મનુષ્યની બગલમાં પોતાની જગ્યા બનાવી છે.

ડિયોડ્રન્ટ તૈયાર કરવામાં આ રિસર્ચ મદદરૂપ બનશે
સંશોધક ડો.ગોર્ડન જેમ્સના મતે, આ સંશોધન અનેક નવી બાબતો સામે લાવ્યું છે. જેમ કે, એવા એન્ઝાઇમ શોધાયા જે માત્ર આર્મપિટના બેક્ટેરિયા બનાવે છે. તેઓ કરોડો વર્ષોથી મનુષ્યમાં એક્ટિવ છે. તેની ઓળખ થયા પછી હવે એન્ઝાઇમ અનુસાર ડિયોડ્રન્ટ તૈયાર કરવામાં આવશે જેથી તેને ન્યુટ્રિલાઇઝ અથવા નાશ કરી શકાય.

બેક્ટેરિયાને નુકસાન પહોંચાડ્યા વગર દુર્ગંધ કન્ટ્રોલ કરવાની તૈયારી
સંશોધક ડો. માઇકલ રુડેનના જણાવ્યા અનુસાર, બીઓ એન્ઝાઇમની રચનાને સમજવાની સાથે અમે તે બેક્ટેરિયાને પણ સમજી શક્યા છે, જે તેને એન્ઝાઇમ બનાવે છે. તેમાં શરીરની ગંધ કેવી રીતે કાર્ય કરે છે અને બેક્ટેરિયાને નુકસાન પહોંચાડ્યા વિના તેને કેવી રીતે અટકાવવી તે વિશે પણ માહિતી આપવામાં કરવામાં આવી છે.

શરીરનું તાપમાન નિયંત્રિત કરતી ગ્રંથિને કારણે આ બેક્ટેરિયા પેદા થયા
સંશોધકોના જણાવ્યાનુસાર, શરીરની એપોક્રાઇન ગ્રંથિ આ બેક્ટેરિયાનું કારણ છે. આ ગ્રંથિ ત્વચા સાથે જોડાયેલી હોય છે અને વાળ દ્વારા શરીરમાંથી પરસેવો દૂર કરે છે. આ ગ્રંથિ બગલ, છાતી અને જનનાંગોની આસપાસ જોવા મળે છે. તે શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેની મદદથી શરીરનું તાપમાન કન્ટ્રોલમાં રહે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી