બાળકના ડાયટનું ધ્યાન રાખો:પ્રોસેસ્ડ બેબીફૂડ, તળેલી વસ્તુઓ, બિસ્કિટ, ચા કે કોફીથી દૂર રાખો, ઘરે રાંધેલું ભોજન જ બેસ્ટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક તરફ દાદી-નાની આપણને બાળકોને ઉછેરવાની આવડત શીખવે છે તો બીજી તરફ ડૉક્ટરો પણ કંઈક બીજી જ ભલામણ કરે છે. આવી સ્થિતિમાં મૂંઝવણમાં મુકાવું સ્વાભાવિક છે કારણ કે, દરેક માતા બાળકના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માગે છે. વિશેષ તો જ્યારે ખાવાની વાત આવે ત્યારે પેડિયાટ્રિક્સ અને નોનટોલોજિસ્ટ ડૉ. મેજર સુધાંશુ તિવારી બાળકોના ડાયટ ચાર્ટ વિશે જણાવી રહ્યા છે.

મધ- ડૉક્ટર તિવારીનું કહેવું છે કે, એક વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકને મધ ન આપવું જોઈએ, કારણ કે માતાનું દૂધ પ્રાકૃતિક રીતે મીઠું જ હોય છે. આ ઉપરાંત મધમાં ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ બેક્ટેરિયા હોય છે કે, જે બોટ્યુલિનમ નામની ગંભીર સ્થિતિનું કારણ બની શકે છે. તે એક ગંભીર બીમારી છે કે, જે અન્ય લક્ષણોની સાથે સ્નાયુઓની નબળાઈ અને શ્વસન સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બને છે.

સુગર- સુગર એ દરેક ઉંમરના બાળકો માટે હાનિકારક છે. તેની બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આ ઉપરાંત જો બાળકો તેનું વધુ પડતું સેવન કરે તો તેમના દાંતમાં કીડા પડી જાય છે. તે રોગપ્રતિકારક શક્તિને પણ દબાવી દે છે અને બાળકોને મોટાપો, સુગર અને હૃદયરોગ જેવી બીમારીઓના શિકાર બનાવી શકે.

મીઠું- બાળકને શરૂઆતમાં મીઠાની જરૂર પડતી નથી, કારણ કે તેમની દરરોજની મીઠાની જરૂરિયાત માતાના દૂધથી પૂરી થાય છે. જો તમે નાના બાળકને મીઠું ખવડાવો છો, તો તેની કિડની પર અસર પડી શકે છે. બાળપણમાં વધુ મીઠાવાળું ભોજન લેવાથી બ્લડપ્રેશર, ઓસ્ટિઓપોરોસિસ અને શ્વસન સંબંધિત સમસ્યાઓ થાય છે.

ગાયનું દૂધ- બાળકોને પોષણની જરૂર હોય છે અને તેમને આ બધું માતાના દૂધમાંથી મળે છે. ગાયનાં દૂધમાં વધુ પડતું પ્રોટીન હોય છે, જે બાળકની નાજુક પાચન પ્રણાલીને અસર કરે છે અને એલર્જીનું કારણ બની શકે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને કોશિશ કરો કે, 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકને ગાયનું દૂધ ન આપો.

મેંદામાંથી બિસ્કિટ બનાવવામાં આવે છે જે બાળકો માટે હાનિકારક છે
મેંદામાંથી બિસ્કિટ બનાવવામાં આવે છે જે બાળકો માટે હાનિકારક છે

બિસ્કિટ- આપણે ઘણીવાર બાળકોને બિસ્કિટ ખવડાવીએ છીએ. મોટાભાગના બિસ્કિટ મેંદામાંથી બનાવવામાં આવે છે. જે કંપની દાવો કરે છે કે, બિસ્કિટ ઓટ્સ અને વીટ્સમાંથી બનાવવામાં આવે છે તેમાં પણ મેંદો હોય જ છે. આ કારણે બિસ્કિટથી બચવું વધુ સારું છે. જો કે, એક વર્ષથી વધુ ઉંમરનાં બાળકને બિસ્કિટ ન આપવા જોઈએ, પરંતુ જો તમે ઈચ્છો તો બાળકને ઓર્ગેનિક કૂકીઝ આપી શકો છો.

પ્રોસેસ્ડ બેબીફૂડ- બજારમાં સરળતાથી મળી રહે છે, બેબી ફૂડ માતા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે પરંતુ, તેની બીજી બાજુ જોતા તે લાંબા સમય સુધી સ્ટોરમાં રહે છે. તેના ઘટકોને સમજવું મુશ્કેલ છે અને તમે ક્યારેય જાણતાં નથી કે, તે કેટલા સમયથી સંગ્રહિત છે. બાળક જ્યારે આ ડાયટ લે છે ત્યારે તેને ફ્રેશ હોમફૂડનું પોષણ મળતું નથી. તેમાં કોઈ શંકા નથી કે પોષણ, સ્વચ્છતા અને સલામતીના સંદર્ભમાં ઘરે બનાવેલ વસ્તુઓ સ્ટોરમાંથી ખરીદેલા આહાર કરતા વધુ સારી હોય છે.

ડીપ ફ્રાયફૂડ- બાળકોને સમોસા, ચિપ્સ કે તળેલા સ્નેક્સથી દૂર રાખો. બાળકનું પેટ ઝડપથી ભરાઈ જાય છે, જેના કારણે તે યોગ્ય રીતે જમી શકતો નથી.

ચા કે કોફી- છ મહિના પહેલા બાળકને માત્ર માતાનું દૂધ આપવું જોઈએ. નાના બાળકોને ચા અને કોફી જેવા કેફી પ્રવાહી ન આપવા જોઈએ. ખાસ કરીને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો. કોફીથી બાળકના પેટમાં સમસ્યા થઈ શકે છે અને ચામાં હાજર ટેનિન બાળકને આયર્ન શોષતા અટકાવે છે.

6 મહિનાથી 1 વર્ષ સુધીના બાળકોના ભોજનનું ધ્યાન રાખવું જરૂરી છે
6 મહિનાથી 1 વર્ષ સુધીના બાળકોના ભોજનનું ધ્યાન રાખવું જરૂરી છે

ખાંડવાળી મીઠાઈ- મીઠાઈમાં કેલેરી ભરપૂર હોય છે, જેનું કારણ ખાંડ અને ઘી હોય છે. ભારતીય મીઠાઈઓ પણ ઘણીવાર તળેલી હોય છે, તે બાળકનું પેટ ભરે છે, જે તંદુરસ્ત આહાર નથી. વળી આટલી નાની ઉંમરે મીઠાઈનું સેવન કરવાથી બાળકને તેની આદત પડી જાય છે, જે પાછળથી છોડવી મુશ્કેલ છે.

એલર્જિક ફૂડ- બાળકમાં એલર્જી પેદા કરનારા ભોજનની ઓળખ ત્યારે જ થઈ શકે છે, જ્યારે બાળકે તેને ટેસ્ટ કર્યું હોય. આ જ કારણ છે કે, બાળકનાં આહારમાં કંઈક નવું આપતી વખતે 3 દિવસના નિયમોનું પાલન કરવું જોઈએ. ડાયટની સાથે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે એલર્જી ન હોય.

ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકતો નથી. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો કારણ કે, બાળકના સ્વાસ્થ્યથી વધુ મહત્વનું કંઈ જ નથી, જે માતાની જવાબદારી પણ છે.