તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવેસ્ક્યુલર નેક્રોસિસની કેસ સ્ટડી:કોરોનાને હરાવ્યા બાદ નિતંબ-ઘૂંટણના સાંધાના દુખાવાને કારણે 22 વર્ષીય મહિલાને ચાલવામાં મુશ્કેલી, ન્યુમોનિયાની સારવારમાં લીધેલી સ્ટિરોઇડ દવા ભારે પડી

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોહીનો સપ્લાય બંધ થઈ જવાથી હાડકાંના ટિશ્યૂ નાશ પામવા લાગે, એને લીધે ઉદભવતી સ્થિતિને અવેસ્ક્યુલર નેક્રોસિસ કહેવાય છે
  • નિષ્ણાતોના મતે આમ થવાનું કારણ સ્ટિરોઇડ દવા છે

મહારાષ્ટ્રમાં અત્યારસુધી અવેસ્ક્યુલર નેક્રોસિસના ઘણા કેસો સામે આવી ચૂક્યા છે. એમાં એક કેસ એવો છે, જેમાં કોરોનાથી સ્વસ્થ થયા બાદ 22 વર્ષની મહિલા દર્દી અવેસ્ક્યુલર નેક્રોસિસથી પીડિત હતી. સારવાર કરનાર HCMT મણિપાલ હોસ્પિટલનું કહેવું છે કે મહિલા દર્દીને જ્યારે હોસ્પિટલ લવાઈ ત્યારે તેની હાલત ખૂબ ગંભીર હતી. તેનાં ઘૂંટણ અને નિતંબમાં અવેસ્ક્યુલર નેક્રોસિસ થયું હતું. ચારેય સાંધામાં તકલીફ હોવાને કારણે તે ચાલી પણ શકતી નહોતી.

શું છે અવેસ્ક્યુલર નેક્રોસિસ
આ એક એવી સ્થિતિ છે જેમાં લોહીનો સપ્લાય બંધ થઈ જવાથી હાડકાંના ટિશ્યૂ નાશ પામવા લાગે છે. એનું કારણ સ્ટિરોઈડ છે. જે કોવિડને કારણે થયેલા ન્યુમોનિયાની સારવાર દરમિયાન દર્દીને આપવામાં આવે છે. ઘણા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે આવી સ્થિતિમાં અવેસ્ક્યુલર નેક્રોસિસનું જોખમ વધી જાય છે. અવેસ્ક્યુલર નેક્રોસિસ થયા બાદ સાંધામાં દુખાવો શરૂ થયા બાદ દર્દી ચાલી શકતો નથી, કારણ કે આ બીમારીનું સીધું કનેક્શન હાડકાં સાથે છે.

વજનનો ભાર પગ સહન કરી શકતા નહોતા
હોસ્પિટલના જણાવ્યાનુસાર, કોવિડથી રિકવર થયાનાં 3 અઠવાડિયાં બાદ દર્દીના જમણા નિતંબમાં હળવો દુખાવો શરૂ થયો. શરૂઆતમાં લાગ્યું કે આ પોસ્ટ કોવિડનાં લક્ષણ છે, તેથી તેની સ્થિતિ ખરાબ બનતી ગઈ. તેનો જમણો પગ શરીરનું વજન સહન કરી શકતો નહોતો. જમણા પગથી દુખાવો ધીરે ધીરે ડાબા નિતંબ સુધી પહોંચી ગયો. ત્યાર બાદ બંને ઘૂંટણમાં દુખાવો શરૂ થયો.

3 કલાક સુધી સર્જરી ચાલી
હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક્સ વિભાગના HOD ડૉ. રાજીવ વર્માનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ થવા પર દર્દીનું MRI અને રેડિયોગ્રાફ કરવામાં આવ્યો. ત્યાર બાદ માલૂમ પડ્યું કે તેનાં નિતંબના 2 સાંધા અને ઘૂંટણમાં અવેસ્ક્યુલર નેક્રોસિસ હતું. તેથી તેને કોર-ડિકમ્પ્રેશન સર્જરી કરાવાની સલાહ અપાઈ.

ડૉ. રાજીવ કહે છે કે નિતંબ અને ઘૂંટણમાં સોજો હોવાથી દર્દી ચાલી શકતી નહોતી, તેથી તેની સર્જરી કરવામાં આવી. 3 કલાક સુધી સર્જરી કર્યા બાદ તેનાં લક્ષણોની તીવ્રતા ઘટી.

અન્ય સમાચારો પણ છે...