H3N2 વાયરસનાં કેસ દેશમાં વધી રહ્યા છે. H3N2થી સૌથી વધુ બીમાર 5 વર્ષની ઉંમરનાં બાળકો થાય છે. કોમોરબિડ દર્દી એટલે કે એક એવો વ્યક્તિ કે જે એક સમયે અનેક પ્રકારની ગંભીર બીમારીઓનો શિકાર હોય જેમ કે- તે ડાયાબિટીસ અને બીપી બંનેની તકલીફથી પીડાતો હોય અથવા તો એવા લોકો કે, જે અસ્થમા, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ, નબળી ઈમ્યૂન સિસ્ટમ અને ન્યૂરોલોજિકલ સમસ્યાઓથી પીડિત લોકોને આ બીમારી જલ્દી જ થઇ જાય છે. H3N2 એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે. આ વાઇરલ ઈન્ફેક્શનથી બચવા માટેનો એક માત્ર ઉપાય છે ફ્લૂ શોટ એટલે કે ફ્લૂ વેક્સિન. આજે કામના સમાચારમાં આપણે ફ્લૂ વેક્સિનની વાત કરીશું અને બાળકોને કેવી રીતે લગાવી શકાય તે અંગેની રીત જાણીશું.
આજના અમારા એક્સપર્ટ છે
ડૉ. સાઈ પ્રવીણ હરનાથ, સિનિયર કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ, એપોલો હોસ્પિટલ, હૈદરાબાદ
ડૉ. રોહિત જોશી, બાળરોગ, બંસલ હોસ્પિટલ, ભોપાલ
ડૉ. વિવેક શર્મા, બાળરોગવિજ્ઞાન, જયપુર
સવાલ : નાનાં બાળકોમાં ફ્લૂના લક્ષણો છે કે નહીં તેની કેવી રીતે ખબર પડે છે?
જવાબ : આ લક્ષણોથી ખબર પડે છે...
સવાલ : ફ્લૂ વેક્સિન શું છે?
જવાબ : ફ્લૂ વેક્સિન જે આપણા શરીરને ઇન્ફ્લૂએન્ઝા વાઇરસથી રક્ષણ આપે છે. આ વેક્સિન લીધા બાદ આપણા શરીરમાં એન્ટીબોડી બની જાય છે. વેક્સિનને કારણે વાઇરસ શરીર પર અટેક કરે તે પહેલાં જ રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને બીમાર પડવાની સંભાવના 60%થી 70% ઘટી જાય છે.
સવાલ: ફ્લૂ વેક્સિન કોણ લઇ શકે છે અને ક્યારે લઇ શકાય છે?
જવાબ : નાના બાળકો, વૃદ્ધ, નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અથવા ગંભીર બીમારીથી પીડિત લોકોએ વેક્સિન લેવી જોઈએ. દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર અને માર્ચ-એપ્રિલ વચ્ચે ફ્લૂ શોટનું નવું વેરિયન્ટ આવે છે. આ પછી વેક્સિન લેવાથી તમારા પર બદલાતા હવામાન અને ઈન્ફલ્યુએન્ઝાની અસર ઓછી થઈ જશે.
સવાલ : ક્યા ઉંમરના બાળકોને વેક્સિન લેવી જોઈએ?
જવાબ : ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રીક્સ અનુસાર, 6 મહિનાથી 5 વર્ષ સુધીની વયના તમામ બાળકોને વર્ષમાં એકવાર ફ્લૂની રસી અચૂક લેવી જ જોઈએ.
સવાલ : ફ્લૂની વેક્સિન કેવી રીતે આપવામાં આવે છે?
જવાબ : ફ્લૂની વેક્સિ સામાન્ય રીતે હાથના ઉપરના ભાગમાં ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. તેમાં પણ કોઈ ખાસ દુખાવો થતો નથી. ફ્લૂનો શોટ લેતા પહેલાં તમારા હાથને અચૂક હલાવો.વેક્સિન લીધા પછી પણ તમારા હાથને હળવાશથી હલાવતા રહો. તેનાથી દુખાવો થોડો ઓછો થશે.
સવાલ : કોરોના વેક્સિન અને ફલૂ વેક્સિન વચ્ચે શું તફાવત છે?
જવાબ : આ બંને વેક્સિન અલગ-અલગ છે. જે લોકોના મનમાં એવું હોય કે કોરોના વેક્સિનથી ફ્લૂથી બચી શકાશે તો એ વાત બિલકુલ ખોટી છે. બંને બીમારી એક નથી. જ્યારે બંને બીમારી જ અલગ છે ત્યારે વેક્સિન પણ અલગ જ છે.
સવાલ : ફ્લૂ વેક્સિન દર વર્ષે લગાવવાની જરૂર છે?
જવાબ : હા, દર વર્ષે ફ્લૂના વાયરસ સતત બદલાતા રહે છે. દર વર્ષે તેનો નવો સ્ટ્રેન આવે જ છે .
જો તમે ગત વર્ષે આ વેક્સિન લીધો હોય છે તો આ વર્ષે તમને રક્ષણ નથી આપતી તેથી દર વર્ષે આ ફલૂથી બચવા ,માટે નવી વેક્સિન આવે છે. આ વેક્સિન લેવાથી વાઇરલ અને સીઝનલ ઇન્ફેક્શનથી બચી શકાય છે.
સવાલ : ફ્લૂ વેક્સિન કેવી રીતે કામ કરે છે?
જવાબ : ફ્લૂ વેક્સિનથી શરીરમાં એન્ટિબોડી બને છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ફ્લૂની વેક્સિનમાં પ્રોટીન હોય છે જે મોસમી રોગોને દૂર રાખે છે.
સવાલ : અમુક બાળકોને વર્ષેમાં બે વાર વેક્સિન લેવાની જરૂર કેમ પડે છે
જવાબ : આ બે જ કેસમાં હોય છે...
સવાલ : ફ્લૂની વેક્સિન સરકારી હોસ્પિટલમાં જ લઇ શકાય કે પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ લઇ શકાય?
જવાબ : ફ્લૂની વેક્સિન દરેક સરકારી હોસ્પિટલમાં આપવામાં નથી આવતી. પરંતુ મોટી હોસ્પિટલ જેમ કે, એમ્સ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ આપવામાં આવે છે.
સવાલ : ફ્લૂ વેક્સિનનો કેટલો ખર્ચ થાય છે?
જવાબ : આ વેક્સિનની કિંમત 1000 રૂપિયા છે. શહેર, હોસ્પિટલ અને કંપની મુજબ કિંમતમાં કિંમતમાં ફેરફાર પણ થઇ શકે છે.
સવાલ : ફ્લૂ વેક્સિનની કોઈ સાઈડ ઇફેક્ટ્સ પણ હોઈ શકે છે.
જવાબ : હા, અમુક સાઈડ ઇફેક્ટ્સ છે...
સવાલ : બાળકોને ફ્લૂ ઇન્ફેક્શનથી કેવી રીતે બચાવી શકાય?
જવાબ : જો અમુક વાતનું ધ્યાન રાખવામાં આવે તો બાળકોને ઇન્ફેક્શનથી બચાવી શકાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.