આ કામ નહીં પણ કસરત છે:કોરોનાને લીધે જિમ જઈ શકતા નથી? ડોન્ટ વરી, ઘરે જ આ 3 કામ કરો, પેટ પણ નહીં વધે અને મસલ્સ પણ મજબૂત બનશે

મીના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતા કરવાથી પેટની માંસપેશીઓ પર ભાર આવે છે અને પેટની ચરબી ઓછી થાય છે
  • નમીને કચરો વાળવાથી કમર અને પેટ એમ બંનેની કસરત થાય છે

કોવિડ-19 અને તેના લેટેસ્ટ વેરિઅન્ટ ઓમિક્રોનને લીધે લોકો ફરીથી ઘરમાં પુરાઈ ગયા છે. ઇન્ફ્કેશનના ડરને લીધે જિમમાં જવાનું બંધ થઈ ગયું છે. લોકો ફિટનેસ પર પણ ઓછું ધ્યાન આપી રહ્યા છે અને આ જ લીધે શરીરમાં ચરબીનો જમાવડો થઈ જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, ખરાબ ખાણીપીણી, એક્સર્સાઈઝની કમીને લીધે આખી દુનિયામાં 2020માં 5 વર્ષથી ઓછી ઉંમરના 39 મિલિયન બાળકો સ્થૂળ હતા, આ મેદસ્વિતા ઓછી કરવા માટે તમારે ઘરની બહાર જવાની જરૂર નથી પણ ઘરે બેઠા જ ચરબી ઓછી કરી શકો છો.

એક્સપર્ટ શું કહે છે?
ઇનોસન્સ યોગાના એક્સપર્ટ ભોલી પરિહારે કહ્યું કે, ઘરના કામ જેમ કે કચરો, પોતા, ચટણી પીસવી..આ બધાથી વજન ઓછું થાય છે અને સ્ટ્રેસ પણ ઓછો થાય છે. આ કામ કરવાથી સાંધામાં લચીલાપણું આવે છે. શરીરમાં સ્ફૂર્તિ રહે છે. કચરા-પોતા કરવાથી કમરમાં દુખાવો નહીં રહે.

ઘરના આ નાના-નાના કામથી મોટો ફાયદો મળે છે
કચરા-પોતા કરવાથી પેટની ચરબી ઓછી થશે

કોરોનાના નવા નિયમોને લીધે જિમ બંધ થઈ ગયા છે. આ સમયે તમે ઘરના કામ કરીને વજન કંટ્રોલમાં લાવી શકો છો. કચરા-પોતા એ રૂટીન કામ છે. પોતા કરવાથી પેટની માંસપેશીઓ પર ભાર આવે છે અને પેટની ચરબી ઓછી થાય છે. બેસીને પોતા કરવાથી એટલી જ કેલરી બર્ન થાય છે જેટલી જિમમાં કસરત કરવાથી. નમીને કચરો વાળવાથી કમર અને પેટ એમ બંનેની કસરત થાય છે. આ રીતે સાફ-સફાઈ કરવાથી તમે કેલરી કંટ્રોલ કરી શકશો અને સ્ટ્રેસ ફ્રી પણ રહેશો.

ચટણી પીસવાથી હાથ મજબૂત બનશે
હાલ તો દરેક ઘરમાં મિક્સર, ગ્રાઈન્ડર આવી ગયા પછી પથ્થર તો ગાયબ જ થઈ ગયા છે. પણ શું તમને ખબર છે કે પથ્થર પર મસાલા પીસવાથી હાથ, કમર અને પેટ એમ ત્રણેયની કસરત થાય છે. સાથે જ ભોજનનો સ્વાદ પણ વધે છે, જે મહિલાઓ ચટણી પીસે છે તેમનું પેટ વધતું નથી અને શરીર પણ સુડોળ રહે છે.

કપડા અને વાસણ ધોવાથી પણ ફાયદો મળશે
વોશિંગ મશીનને બદલે હાથેથી કપડા ધોવાથી આખા શરીરની કસરત થઈ જાય છે. વાસણ ધોવાથી એકાગ્રતા વધે છે. બેસીને વાસણ ધોવાથી કમર, પેટ અને હાથ એમ ત્રણેયની કસરત થાય છે.

આ વ્યાયામ છે જે તમે ઘરે બેઠા જ કરી શકો છો અને પોતાને ફિટ રાખી શકો છો. આ વ્યાયામ કરવા માટે તમારે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર પણ નથી. બસ મનની એકાગ્રતા વધારવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...