ઊંચી હાઈટ નુકસાનકારક:ઊંચી હાઈટ હોય તો 100થી વધુ બીમારીઓનું રહે છે જોખમ, આ દેશોમાં છે સૌથી વધુ જોખમ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંચી હાઈટ પર્સનાલિટી માટે સારી માનવામાં આવે છે. સારી હાઈટ માટે છોકરો હોય કે છોકરી વર્કઆઉટથી લઈને દવાઓ સુધી અનેક ઉપાય કરે છે. પરંતુ જો તમારી હાઈટ ઊંચી ના હોય તો તમે કોઈ દવાઓ કે કસરત કરવાની જરૂર નથી. હાલમાં જ કરવામાં આવેલા એક સંશોધન મુજબ ઓછી હાઈટવાળા લોકો ઘણી બીમારીઓથી દૂર રહે છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું આનુવંશિક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, ઊંચી હાઈટ તમારા માટે સમસ્યારૂપ પણ થઇ શકે છે. સંશોધન મુજબ જો તમારી હાઈટ 5 ફૂટ 9 ઇંચથી વધારે હોય તો સ્વાસ્થ્ય સંબંધી 100થી વધુ બીમારીનો શિકાર તમે થઇ શકો છો.

ઊંચી હાઈટવાળા લોકોને આ બીમારીનું જોખમ વધુ રહે છે.
ઊંચી હાઈટવાળા લોકોને આ બીમારીનું જોખમ વધુ રહે છે.

પરંતુ રાહતની વાત એ છે કે, ભારતીયોની સરેરાશ ઊંચાઈ 5 ફૂટ 9 ઇંચ નથી. નેશનલ હેલ્થ ફેમિલી સર્વે અનુસાર, ભારતમાં પુરુષોની સરેરાશ ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ ને મહિલાઓની સરેરાશ ઊંચાઈ 5 ફૂટ 1 ઇંચ છે, અમેરિકા ને બ્રિટિશમાં સરેરાશ ઊંચા 5 ફૂટ 9 ઇંચ છે.

અનેક બીમારીનું જોખમ
અમેરિકામાં 2.8 લાખ લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં હિસ્પૈનિક અને શ્વેત-અશ્વેત મહિલા અને પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રોકી માઉન્ટેન રિજનલ મેડિકલ સેન્ટરનાં મુખ્ય સંશોધક ડો. શ્રીધરન રાઘવનના જણાવ્યા અનુસાર, હાઈટ વધુ હોવાને કારણે અનિયમિત ધબકારા, પગની નસો ફુલાઈ જવી, પગમાં અલ્સર સહિત અનેક બીમારીઓ થવાનું જોખમ વધારે છે. ઊંચી હાઈટવાળા લોકોને ત્વચા અને હાડકાના ચેપની પણ સંભાવના રહે છે. આ સાથે તેમને નખમાં લોહી ગંઠાઈ જવું અને ફંગલ ઈન્ફેક્શનની શક્યતા પણ વધુ રહે છે.

ઊંચી હાઈટવાળા લોકોને આ બીમારીનું જોખમ ઓછું હોય
ઊંચી હાઈટવાળાને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ કેમ વધુ થાય છે? તે વિશે સંશોધકને પણ ખબર નથી. પરંતુ એક વાત સાચી છે કે, શરીરમાં હાર્ટમાંથી પમ્પીંગ કરેલા બ્લડને પગ સુધી પહોંચવા માટે સમસ્યા થતી હતી તેથી લોહી પગ સુધી પહોચી શકતું ના હતું. તો બીજી બાજુ હાડકા, માંસપેશીઓ અને પગ પર દબાણ વધુ આવે છે. તેથી લાંબી હાઈટવાળા લોકોને હાઈ બીપી, હાર્ટના રોગો, કોલેસ્ટ્રોલ જેવી મોટી બીમારીનું જોખમ ઓછું હોય છે.

રિસર્ચમાં 91%પુરુષ
આ રિસર્ચમાં 2.8 લાખ પૈકી 2 લાખ શ્વેત, 50 હજાર અશ્વેત અને બાકી અન્ય લોકો હતા.પ્લોઝ જેનેટિક્માં પ્રકાશિત આ સંશોધન મુજબ, લાંબી હાઈટવાળા લોકોનાં હાથ, પગ અને હાડકાની સમસ્યા સામે પણ ઝઝૂમી રહ્યા છે. સંશોધકોનું કહેવું છે કે ઊંચાઈ ઓછી કરી શકાતી નથી, પરંતુ સતર્ક રહીને સ્વાસ્થ્ય સમસ્યાઓથી અચૂક બચી શકાય છે.

ઊંચી હાઈટવાળા લોકોને આ સમસ્યાનો સામનો વધુ કરવો પડે છે
જે લોકોની હાઈટ વધુ છે તે લોકોને પગનો દુખાવો, નખમાં ઇન્ફેક્શન, સોજો- દુખાવો, પગનું અલ્સર, સ્કિનનું અલ્સર, પગના અંગુઠામાં તકલીફ, વૈરીકોઝ વેન્સ, હૃદયના ધબકારા અનિયમિત જેવી બીમારીઓ વધુ થાય છે.