તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Asthma Patients Should Take A Sip Of Warm Water 3 Times A Day, Wear A Mask And Keep An Inhaler Attached; Remember These 10 Things

અસ્થમા, કોરોના અને એર પોલ્યુશન:અસ્થમાના દર્દીઓએ દિવસમાં 3 વખત ગરમ પાણીના નાસ લેવા, માસ્ક પહેરવો અને ઈન્હેલર જોડે રાખવું; આ 10 બાબતો યાદ રાખો

10 મહિનો પહેલા
  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, શિયાળાની સિઝનમાં અસ્થામાના દર્દીઓએ હુંફાળું પાણી પીવું
  • ખાટી, ઠંડી અને તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું, ફરજિયાત માસ્ક પહેરવો

શિયાળો શરૂ થઈ ગયો છે. સંક્રમણના આંકડા વધી રહ્યા છે. એર પોલ્યુશનનું લેવલ પણ વધ્યું છે. આ ત્રણે બાબતોની સીધી અસર અસ્થમાના દર્દીઓ પર પડી રહી છે. જયપુરના શ્વસન રોગ નિષ્ણાત ડૉ. નિષ્ઠા સિંહના જણાવ્યા પ્રમાણે, અસ્થમાના એવા દર્દીઓ જેમને બીમારી કંટ્રોલમાં નથી રહેતી તેમને કોરોના થવા પર સ્થિતિ ગંભીર થઈ શકે છે. શિયાળામાં તેના કેસ વધી શકે છે, તેથી અસ્થમાના દર્દીઓએ કેટલીક ખાસ બાબતોની કાળજી લેવી જરૂરી છે જેથી અસ્થાના અટેકને અટકાવી શકાય. મહામારીની વચ્ચે અસ્થમાના દર્દીઓએ પોતાની સંભાળ કેવી રીતે રાખવી જાણો ...

કોરોનાએ અસ્થમાના દર્દીઓની સમસ્યા વધારી દીધી છે
ડૉ. નિષ્ઠાના જણાવ્યા પ્રમાણે, કોરોનાકાળમાં અસ્થમાના એવા દર્દીઓને પણ ઈન્હેલરની જરૂર પડી છે જેમને અગાઉ ઇન્હેલર લેવાનું બંધ કરી દીધું હતું અથવા જરૂર ન હતી. આ મહામારીમાં ધ્યાનમાં રાખવાની સૌથી જરૂરી વાત એ છે કે દવાઓ અને ઈન્હેલર બંધ ન કરો. દવાઓ બદલો છો તો ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

ઘણી વખત દર્દીઓ ઈન્હેલર ખરીદી જાતે ઉપયોગ કરવા લાગે છે, આવું ક્યારેય પણ ન કરો. ઈન્હેલર ઉપયોગ કરવાની એક રીત હોય છે, પહેલાં ડૉક્ટર પાસેથી તેને સમજો.

અસ્થમા અને કોવિડ-19 કેટલા જુદા છે, તેને સમજો
ઘણા લોકો અસ્થમા અને કોવિડ-19ને આંતરિક રીતે સમાન બીમારી સમજે છે, જ્યારે સંપૂર્ણ રીતે આવું નથી. ડૉ. નિષ્ઠાના જણાવ્યા પ્રમાણે, અસ્થમામાં શ્વાસની નળી સંકોચાઈ જાય છે, જેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વાસ લેતા સમયે અવાજ આવવો, છાતીમાં ગભરામણ અને ઉધરસ જેવાં લક્ષણો દેખાય છે.

તેમજ કોરોનાના કેસમાં તાવ 100 ડિગ્રી ફેરનહિટ સુધી પહોંચી જાય છે. સાંધા અને શરીરના સ્નાયુઓમાં દુખાવો થાય છે. તે ઉપરાંત સૂકી ઉધરસ આવે છે. અસ્થમાના દર્દીઓને સામાન્ય રીતે તાવ અને દુખાવાનો સામનો નથી કરવો પડતો.

અસ્થામાનો અટેક શું હોય છે?
અસ્થામાના દર્દીઓમાં શ્વાસની નળી સેન્સિટિવ હોય છે. તેમને કોઈપણ વસ્તુથી એલર્જી થઈ શકે છે. જેમ કે, ધૂળ, છોડમાંથી નીકળતા પરાગકણ, બદલાતી સિઝન, પ્રાણીઓના વાળ અથવા ઠંડી હવા. જ્યારે દર્દીનો સંપર્ક આમાંથી કોઈ એક વસ્તુથી થાય છે તો ફેફસાં સુધી ઓક્સિજન લઈ જતી શ્વાસ નળી સંકોચાઈ જાય છે અને અસ્થામાનો અટેક આવે છે.

અન્ય સમાચારો પણ છે...