રિસર્ચ:અસ્થમાને લીધે દર્દીઓમાં કોરોનાવાઈરરસનું જોખમ વધતું નથી: અમેરિકન સંશોધકનો દાવો

2 વર્ષ પહેલા
  • અમેરિકાની રુટગર્સ ઈનસ્ટિટ્યૂટ ફોર ટ્રે઼ડિશનલ મેડિસીન એન્ડ સાયન્સના ડાયરેક્ટર રેનોલ્ડ દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું
  • કોરોનાવાઈરસ રક્ત પરિભ્રમણ કરતી નસોના કોષોને નુક્સાન કરી તેના કાર્યને અટકાવે છે
  • અસ્થમા કરતાં ડાયાબિટિસ, હાર્ટ ડિસીઝ ધરાવતા લોકોને કોરોનાવાઈરસથી વધારે જોખમ
  • રેનોલ્ડના મત મુજબ, અસ્થમા ધરાવતા લોકોને કોરોનાવાઈરસથી અન્ય લોકોની સરખામણી કરતાં વધારે જોખમ નથી

દેશ અને દુનિયાભરમાં હાલ કોરોનાવાઈરસને કહેર વધતો જાય છે. હવે તો ભારત દુનિયાભરમાં કોરોનાવાઈરસના કેસમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે. કોરોનાવાઈરસ શરીરમાં શ્વસનતંત્ર પર અસર કરે છે. તેથી અગાઉ કહેવાતું હતું કે અસ્થામાના દર્દીઓમાં કોરોનાવાઈરસનું જોખમ વધારે હોય છે અથવા તો અસ્થમા કોરોનાવાઈરસની તીવ્રતા વધારે છે, પરંતુ ‘એલર્જી એન્ડ ક્લિનિક ઈમ્યુનોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ પ્રમાણે અસ્થમાને લીધે કોરોનાવારઈસના દર્દીઓમાં વાઈરસનું જોખમ વધતું નથી.

અસ્થામાના દર્દીઓ વધારે હાઈજીન પ્રેક્ટિસ કરે છે
આ રિસર્ચ અમેરિકાની રુટગર્સ ઈનસ્ટિટ્યૂટ ફોર ટ્રે઼ડિશનલ મેડિસીન એન્ડ સાયન્સના ડાયરેક્ટર રેનોલ્ડે કર્યું છે. રેનોલ્ડના મત મુજબ, અસ્થમા ધરાવતા લોકોને કોરોનાવાઈરસથી અન્ય લોકોની સરખામણી કરતાં વધારે જોખમ નથી. કોરોનાવાઈરસ શરૂ થયો ત્યારથી જ અસ્થામાના દર્દીઓ વધારે હાઈજીન પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હવે તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિંત બન્યા છે.  તેઓ તેમની દવાઓ સહિતની તકેદારીમાં પણ વધારે ધ્યાન રાખવા લાગ્યા છે. 

રેનોલ્ડના જણાવ્યા મુજબ,  ફેફસાં, હૃદય, કિડની અને આંતરડાંનાં સેલ મેમ્બ્રેઈન સાથે જોડાયેલા એન્ઝાયમ્સ કોરોનાવાઈરસના એન્ટ્રી પોઈન્ટ (પ્રવેશવાની જગ્યા) જોવા મળ્યા છે. જોકે આ એન્ઝાયમ્સ અસ્થામાના દર્દીઓ પર કેવી રીતે કામ કરે છે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી.

અસ્થમાના દર્દીઓને વાઈરસનું જોખમ ઓછું
કોરોનાવાઈરસ રક્ત પરિભ્રમણ કરતી નસોના કોષોને નુક્સાન કરી તેના કાર્યને અટકાવે છે. તેનાથી ડાયાબિટિસ, હાર્ટ ડિસીઝ ધરાવતા લોકોને અસથમા ધરાવતા લોકો કરતાં વાઈરસનું જોખમ વધારે રહેલું હોય છે.

અન્ય સમાચારો પણ છે...