તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુનું જોખમ ઘટાડતી દવા:પેનકિલર એસ્પ્રિન 18 પ્રકારનાં કેન્સરનાં મૃત્યુનું જોખમ 20% સુધી ઘટાડે છે, 2.5 લાખ દર્દીઓ પર થયેલાં રિસર્ચમાં સાબિત થયું

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો
  • એસ્પ્રિન બ્રેસ્ટ, કોલોન અને પ્રોસ્ટેટ સહિત 18 પ્રકારના કેન્સરથી થતાં મૃત્યુનું જોખમ ઘટાડે છે

સસ્તી અને અસરદાર પેનકિલર કહેવાતી દવા એસ્પ્રિન બ્રેસ્ટ, કોલોન અને પ્રોસ્ટેટ જેવાં કેન્સરથી મૃત્યુનું જોખમ 20% સુધી ઘટાડે છે. રિસર્ચ કરનારી કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધકોએ 18 પ્રકારના કેન્સર અને એસ્પ્રિન વચ્ચે કનેક્શન સમજવામાં પ્રયોગ કર્યો.

આ દવા શું કામ કરે છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કેન્સર વધવા પર તે શરીરના અલગ અલગ ભાગમાં ઝડપથી વધવા લાગે છે. એસ્પ્રિન કેન્સરને આખાં શરીરમાં ફેલાતું રોકે છે. આ જ કારણ છે કે કેન્સરની સારવારમાં એસ્પ્રિન એક કારગર દવા તરીકે ઓળખાય છે. રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, કેન્સરના દર્દીઓમાં જાગૃતતા હોવી જોઈએ કે તેઓ ડૉક્ટરને એસ્પ્રિલન લેવા માટે કહી શકે.

છેલ્લા 50 વર્ષોથી એસ્પ્રિનની અસર પર રિસર્ચ કરનારા પ્રોફેસર પીટર એલ્વુડ કહે છે કે, આ દવા કેન્સર રોગીઓમાં મૃત્યુનું જોખમ ઓછું કરે છે અને કેન્સર ફેલાતું રોકે છે. આ રિસર્ચ પહેલાં 118 પ્રકારની સ્ટડીનું પણ એનાલિસિસ કરવામાં આવ્યું.

આ 18 પ્રકારનાં કેન્સરમાં એસ્પ્રિન અસરકારક
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોલોન, બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, નેસોફેરિંગ્સ, ઈસોફેગસ, લિવર, ગૉલ બ્લેડર, પેન્ક્રિયાઝ, બ્લેડર, ઓવરી, એન્ડોમેટ્રિયમ, હેડ એન્ડ નેક, લ્યુકીમિયા, ગ્લિઓમા, મેલાનોમા, ગેસ્ટ્રોઈન્સ્ટેસ્ટાઈનલ અને ગેસ્ટ્રિક સહિતના કુલ 18 પ્રકારના કેન્સર પર આ દવાની અસર જોવા મળી છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, લાખોમાંથી એક ચતુર્થાંશ દર્દી એસ્પ્રિન લે છે. રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે, કેન્સરની ઓળખ થયા બાદ 20%થી વધારે દર્દીઓએ એસ્પ્રિન લીધી. દવા ન લેનારા લોકોની સરખાામણીએ આ લોકો વધારે જીવિત રહ્યા.

સંશોધકોએ અલર્ટ કરતાં કહ્યું કે, દરરોજ એસ્પ્રિન લેવાથી બચવું જોઈએ કારણ કે તે લોહી પાતળું કરવાનું કામ કરે છે. તેથી કેટલાક કેસમાં બ્લીડિંગ થઈ શકે છે.

આ રિસર્ચમાં પુરવાર થયું

  • 2016માં મેસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના રિસર્ચમાં સામે આવ્યું કે એસ્પ્રિન કેન્સરનું જોખમ 5ગણું ઘટાડી દે છે.
  • 2015માં લીડેન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના 14 હજાર કેન્સર રોગીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચ પ્રમાણે, દરરોજ એસ્પ્રિન લેવાથી 75% દર્દી આગલા 5 વર્ષ સુધી જીવિત રહ્યા.
અન્ય સમાચારો પણ છે...