રિસર્ચ / આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આંતરડાનું કેન્સર શોધી શકાશે, પ્રારંભિક તબક્કામાં જ સારવાર મળી જશે

Artificial intelligence can detect bowel cancer

Divyabhaskar.com

Jan 06, 2020, 04:48 PM IST

હેલ્થ ડેસ્કઃ ચીનમાં રિસર્ચર્સે એક એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિકસિત કરી છે જેના દ્વારા આંતરડાના કેન્સરને પ્રારંભિક તબક્કામાં જ શોધી શકાશે. આટલું જ નહીં, આ સિસ્ટમથી એ વાત પણ જાણી શકાશે કે રોગ કેટલો ગંભીર તબક્કામાં પહોંચી ગયો છે અને તેના માટે કયા પ્રકારની સારવાર વધુ સારી રહેશે. આ રિસર્ચ જર્નલ સાયન્સ ટ્રાન્સલેશન મેડિસિનમાં પ્રકાશિત થયું છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, હાઉઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, નવી રીતથી આંતરડાના કેન્સરથી પીડાતા દર્દીઓની સારવારમાં ઘણી સુવિધા મળશે. તેમનું કહેવું છે કે, આ રીતે કેન્સરની સરળતાથી સારવાર કરી શકાય છે. જો પ્રારંભિક પરિસ્થિતિમાં જ તેની જાણ થઈ જાય તો તે શરીરના બીજા ભાગોમાં નથી ફેલાતું.

અગાઉ કોલોનોસ્કોપીથી જાણ થતી હતી
પહેલાં આ પ્રકારના કેન્સરની શોધ કરવા કોલોનોસ્કોપી મેથડનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેને ડાયાગ્નોસિસનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવતું હતું. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પદ્ધતિ ઘણી અસુવિધાજનક હતી અને તેમાં વધુ સમસ્યા થવાને કારણે દર્દી તેની તપાસ કરાવવાનું ટાળતા હતા.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેથડ અસરકારક
સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે તેમણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેથડ શોધ કરી છે તે કેન્સર શોધવામાં વધુ અસરકારક છે. આ મેથડમાં મેથએલિએશન માર્ક્સ શોધવામાં આવ્યા છે, જે કેન્સરના ટ્યુમર્સને DNAમાં થનારા કેમિકલ મોડિફિકેશન હોય છે.

801 દર્દીઓ પર અભ્યાસ કરાયો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આંતરડાનું કેન્સર શોધવા 801 દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો. ડોક્ટર્સે તેમના લોહીનું સેમ્પલ લીધું અને તેનું વિશ્લેષણ કરીને એક ડાયગ્નોસ્ટિક મેથડ ડેવલપ કરી. આ મોડેલથી આશરે 87.5% કેસોમાં સાચા પરિણામ સામે આવ્યાં. સંશોધકોનું કહેવું છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મેથડ આંતરડાના કેન્સરને પ્રારંભિક સ્ટેજમાં શોધવામાં અસરકારક સાબિત થઈ છે અને ટૂંક સમયમાં જ આ મેથડનો ઉપયોગ સારવારમાં કરવામાં આવશે.

X
Artificial intelligence can detect bowel cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી