દેશમાં ઓમિક્રોન વાઈરસ દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે. શરદી ઉધરસ અને તાવ હોય તો લોકો તેને ઓમિક્રોન ન માની ટેસ્ટ કરાયા વગર પોતાના મન પ્રમાણે આડેધડ એન્ટિ વાઈરલ દવા લઈ રહ્યા છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. ડૉક્ટરની સલાહ વગર એન્ટિ વાઈરલ દવા લેવાથી કઈ આડઅસર થઈ શકે છે આવો જાણીએ...
એન્ટિ વાઈરલ દવા એટલે શું?
એન્ટિ વાઈરલ દવા શરીરમાં કોઈ બીમારીનું કારણ બનનારા વાઈરસ સામે લડવામાં મદદ કરે છે. સાથે તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ન ફેલાય તેના માટે અપાય છે.
એન્ટિ વાઈરલ દવા કેવી રીતે કામ કરે છે?
વાઈરસ તમારા શરીરની કોશિકાઓમાં પ્રવેશ કરી તમને બીમાર બનાવે છે. એન્ટિ વાઈરલ દવા આવા વાઈરસનો ફેલાવો રોકે છે. આ દવા ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે જેથી શરીર વાઈરસ સામે લડી શકે. આ સિવાય શરીરમાં રહેલા એક્ટિવ વાઈરસને પણ એન્ટિ વાઈરલ દવા નબળા કરે છે.
કઈ બીમારીમાં આપવામાં આવે છે એન્ટિ વાઈરલ દવાઓ?
ડૉક્ટરની સલાહ લીધા વગર એન્ટિ વાઈરલ દવા લેવાથી કઈ આડઅસરો થઈ શકે છે?
ના કોઈ બીજી વ્યક્તિને સજેસ્ટ કરેલી દવા તમે લઈ શકતા નથી. ડૉક્ટરની સલાહ લીધા વગર લીધેલી એન્ટિ વાઈરલ દવા ખતરનાક સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર ફરતા મેસેજમાં સજેસ્ટ કરાયેલી દવાથી બચવું જોઈએ.
એન્ટિબાયોટિક અને એન્ટિ વાઈરલ દવા વચ્ચે શું અંતર છે?
ઘણી વખત લોકો આ બંને દવા એક જ સમજી લેતા હોય છે પરંતુ બંને અલગ છે. આ બંને અલગ અલગ રીતે કામ કરે છે.
એન્ટિબાયોટિક: આ દવા બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. બેક્ટેરિયા શરીરની કોશિકાઓની બહાર ફેલાય છે. તેને કારણે તેમનો નાશ કરવો સરળ બને છે. એક એન્ટિબાયોટિક દવાથી અલગ અલગ બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવાર થઈ શકે છે, પરંતુ તે વાઈરસનો સામનો કરી શકતી નથી.
એન્ટિ વાઈરલ: એક એન્ટિ વાઈરલ દવાથી એક જ વાઈરસની સારવાર કરી શકાય છે. દરેક વાઈરસ માટે અલગ અલગ એન્ટિ વાઈરસ દવા હોય છે. વાઈરસ શરીરની કોશિકાઓની અંદર ફેલાય છે. તેથી એન્ટિ વાઈરલ દવાઓ બનાવવી મુશ્કેલ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.