સ્વાસ્થ્ય સાથે છેડછાડ:રસોઈ બનાવતી વખતે તમે પણ આટલી ભૂલ નથી કરતા ને ? રાંધેલી રસોઈ બે કલાકની અંદર ખાઈ લેવી જોઈએ

શ્વેતા કુમારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધીમી આંચે રસોઈ કરવાથી ભોજનમાં પોષક તત્ત્વો રહે છે.

કિચનમાં ભોજન બનાવતી વખતે આપણે નાની-મોટી ભૂલ કરતા રહીએ છીએ. મહિલાઓનો મોટાભાગનો ટાઈમ રસોડામાં જ પસાર થાય છે. ક્યારેક તે વિચારમાં પડી જાય તો મીઠું વધારે પડી જાય છે અથવા તો ચામાં ખાંડ નાખતા ભૂલી જાય છે. આ બધાથી અલગ ઘણી એવી ભૂલ પણ થાય છે જેને લીધે ઘરના મેમ્બર બીમાર પડી શકે છે. રસોઈ સાથે જોડાયેલી અમુક જરૂરી ટિપ્સ આપી રહી છે કુકિંગ એક્સપર્ટ માધુરી ગુપ્તા..

આ ટિપ્સ ફોલો કરીને પરિવારને રાખી શકશો સુરક્ષિત

  • કાચું-રાંધેલું ભોજન અલગ રાખો: ઘણીવાર આપણે કાચું અને રાંધેલું ભોજન સાથે રાખવાની ભૂલ કરી બેસીએ છીએ. આવું ના કરવું જોઈએ. કારણકે કાચા ભોજનમાં બેક્ટેરિયા જલ્દી આવી જાય છે. આથી કોઈ મેમ્બર મિક્સ ભોજન ખાય તો આ બેક્ટેરિયાની ઝપેટમાં આવી શકે છે.
  • રાંધેલા ભોજનના તાપમાન પર ધ્યાન આપો: રૂમ ટેમ્પરેચર પર મૂકેલા ભોજનમાં ઝડપથી બેક્ટેરિયા આવી જાય છે. આનાથી બચવા માટે આને 5 ડિગ્રી સેલ્સિયસથી ઓછા(ફ્રિજ)માં કે 60 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન પર ગરમ કરી લો. આમ કરવાથી કીટકો નાશ પામશે અને ભોજન સુરક્ષિત થશે.
  • ધીમી આંચ પર ભોજન બનાવો: ધીમી આંચે રસોઈ કરવાથી ભોજનમાં પોષક તત્ત્વો રહે છે. જો લીલા શાકભાજીની વાત કરીએ તો, તેમાં વધારે સમયની જરૂર નથી. માંસાહાર ભોજન જેમ કે ઈંડાં-મીટ અને સી ફૂડને 80 ડિગ્રી સેલ્સિયસ પર ધીમી આંચે રાંધવાથી તેના ન્યૂટ્રીશનિસ્ટ રહે છે અને કીટકોનો નાશ થાય છે.
  • ભોજન બનાવ્યા પહેલાં હાથ ધુઓ: આ વાતઈ આદત પાડી દેવી જોઈએ. ભોજન બનાવવાથી લઈને પીરસવા સુધી, હેન્ડવોશ કર્યા પછી જ કોઈ પણ કામ કરો. આખો દિવસ કામ દરમિયાન હાથ ખરાબ હોય છે. ડૉક્ટરે પણ દાવો કર્યો છે કે, વ્યક્તિના હાથ પર સૌથી વધારે કીટકો હોય છે આથી હેન્ડવોશ જરૂરી છે.
  • રાંધેલી રસોઈ બે કલાકની અંદર ખાઈ લો: ભોજન બન્યા પછી બે કલાક સુધી આ કીટકોથી દૂર રહે છે. આથી શક્ય હોય તો રસોઈ થઈ ગયા પછી તરત જ જમી લેવું.
  • ઓછી જગ્યામાં વધારે ભોજનનો સંગ્રહ ના કરો: મહિલાઓ વધેલું ભોજન ફ્રિજમાં સ્ટોર કરવાના ચક્કરમાં ડબ્બામાં દાબી-દાબીને ભરે છે. હવાની જગ્યા ના રહેતી હોવાથી ભોજન બગડી જાય છે. આથી આવી ભૂલ ના કરવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...