Vitamin B12 ઊણપ:શાકાહારીઓમાં જોખમ વધારે હોય છે? લક્ષણો અને ઉપાય શું?

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દર ચોથી-પાંચમી વ્યક્તિની ફરિયાદ હોય છે કે દિવસમાં બે વખત પૂરતો ખોરાક લેવા છતાં શરીરમાં સ્ફૂર્તિ વર્તાતી નથી, થોડું કામ કરતાં જ થાકી જવાય છે અને માથું ભમવા લાગે છે. એવી પણ ફરિયાદો મળે છે કે ક્યારેક કારણ વગર પણ સખત કંટાળો આવે છે, એક જગ્યાએ લાંબો સમય બેસી રહીએ તો પગમાં ખાલી ચડી જાય છે, રાતે સૂવા પડીએ તો આખું શરીર દુખતું હોય છે, યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે.

માનવ શરીરમાં દરરોજ લોહીના લાલ રક્તકણ, નર્વ સેલ્સ અને ડીએનએને બનાવવા માટે વિટામીન બી 12ની જરુર હોય છે. આ ઉપરાંત શરીરના કેટલાય ફંક્શનને પુરા કરવા માટે વિટામીન બી 12ની જરુર પડે છે. લોહીના આરબીસીમાં જ હીમોગ્લોબિન હોય છે અને તે શરીરની નસોના માધ્યમથી જ ઓક્સિજન અને અન્ય પોષક તત્વો પહોંચાડે છે. જ્યારે હીમોગ્લોબિન ઘટી જાય છે અને નસો નબળી થઈ જાય છે, તો શરીરના અંગોમાં ન તો ઓક્સિજન યોગ્ય રીતે પહોંચે અને ન તો પોષક તત્વો પહોંચશે. આવી સ્થિતીમાં અંદાજો લગાવો કે, શરીરની શું હાલત થાય.

આ જ કારણ છે કે, વિટામીન બી 12ની કમીથી આખુ શરીર નબળું થઈ જાય છે. નસો નબળી થવાના કારણે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે. વિટામીન બી 12ની કમીથી એનીમિયાની બીમારી થઈ શકે છે. તેમાં નસ અને મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. કેમ કે આપણું શરીર વિટામીન બી 12નું ઉત્પાદન કરી શકતું નથી. એટલા માટે આપણે વિટામીન બી 12ને ભોજનમાંથી મેળવવું જરુરી છે. દરરોજ આપણે 2.4 માઈક્રોગ્રામ વિટામીન બી 12ની જરુર પડે છે

વિટામિન બી કૉમ્પ્લેક્સ શા માટે જરૂરી છે?

  • વિટામિન બી આપણા શરીરના સૌથી નાના ઘટકની ગુણવત્તા ટકાવી રાખે છે.
  • વિટામિન બી રક્તકણોનો વિકાસ કરે છે.
  • વિટામિન બી આયર્નને શોષણવામાં મદદ કરે છે.
  • મગજના કોષોને તંદુરસ્ત રાખે છે.
  • બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે.
  • સ્નાયુઓને મજબૂત બનાવે છે.
  • હોર્મોન બૅલેન્સ રાખવામાં મદદ કરે છે.
  • શરીરને ઍનર્જી આપે છે.
  • પાચનક્રિયા વધારે છે.
  • ગર્ભવતી સ્ત્રીને હાઈ બ્લડપ્રેશરથી બચાવે છે.
  • ગર્ભસ્થ શિશુને થતી ખોડખાંપણ અટકે છે અને મગજનો વિકાસ કરે છે.
  • દૂધ પીવડાવતી માતાને ઍનર્જી પૂરી પાડે છે.
  • વયસ્ક લોકોને થતી ભૂલવાની બીમારીને રોકવામાં મદદ કરે છે, દૃષ્ટિ (eye vision) સુધારે છે અને શરીરને તાકાત પૂરી પાડે છે.

વિટામિન બી કૉમ્પલેક્સની ઊણપ કોને થઈ શકે?

  • વિટામિન બી વૉટર સોલ્યુબલ હોવાથી એ રોજેરોજ શરીરમાંથી નીકળી જાય છે, માટે એને રોજ ખોરાકમાં લેવો જરૂરી છે, નહીં તો એની ઊણપ સર્જાઈ શકે છે.
  • આપણે જે ખોરાક ખાઈએ છીએ, એમાં રહેલાં પોષકતત્ત્વોનું શોષણ પાચનક્રિયા દરમિયાન નાના આંતરડામાં થાય છે.
  • જો મોંઢામાં, પેટમાં કે આંતરડામાં ક્યાંક ચાંદુ પડ્યું હોય અથવા ઇન્ફૅક્શન હોય તો આ પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને વિટામિનની ઊણપ સર્જાય છે.
  • જે લોકો વિગન ડાયટ (દૂધ અને દૂધની બનાવટો ના ખાતા હોય) અપનાવે છે એમને અને શુદ્ધ શાકાહારી લોકોને વિટામિન બીની ઊણપ હોઈ શકે.
  • જે લોકો વધુ પ્રમાણમાં ઍન્ટિ-ઍસિડિટીની ગોળીઓ લેતા હોય.
  • જેઓ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરતા હોય.
  • સગર્ભા સ્ત્રીઓને.
  • માંસાહારી કરતાં શાકાહારી વ્યક્તિને વિટામિન બીની ઊણપ વધારે હોય?
  • હા આ માન્યતા સાવ સાચી વાત છે. પ્રાણીજન્ય ખોરાક જેમ કે દૂધ, દહીં, ચીઝ, માંસ, માછલી અને ઈંડાં વિટામિન બીનાં મુખ્ય સ્રોત છે.
  • આથી શાકાહારી અને વિગન ડાયટને અનુસરતી વ્યક્તિઓને પ્રમાણમાં ઓછાં વિટામિન મળે છે.

વિટામીન બી 12ની કમીના સંકેત

વિટામીન બી 12ની કમીના કારણે હીમોગ્લોબિન ઘટી જાય છે, જેનાથી ઓક્સિનજનની સપ્લાઈ યોગ્ય રીતે થઈ શકતી નથી. એટલા માટે તેની પહેલી અસર શરીરના સૌથી અંતિમ ભાગ એટલે કે પગ પર પડે છે. એવું લાગે છે કે, પગમાં અચાનક સેંસેશન થવા લાગે છે. ક્યારેક ક્યારેક પગ એકદમ જકડાઈ જાય છે. બીમારી વધારે ગંભીર થવા પર પગ અને જાંધમાં ધ્રુજારી થવા લાગે છે.ચાલવામાં તકલીફ-વિટામીન બી 12ની કમીના કારણે નર્વ સેલ્સ નથી બનતા. જ્યારે નર્વ સેલ્સ નથી બનતા તો નસો નબળી થઈ જાય છે. તેમાં શરીરને કંટ્રોલ રહેતું નથી. આ જ કારણે ચાલવામાં તકલીફ થઈ શકે છે.વૃદ્ધ લોકો ચાલતા ચાલતા પડી પણ જાય છે.

એનીમિયા-

વિટામીન બી 12ની કમી થવા પર આરબીસીથી હીમોગ્લોબિનની કમી થઈ જાય છે. તેને એનીમિયાની બીમારી કહેવાય છે. પ્રેગ્નેટ મહિલાઓમાં એનિમીયાની કમી થવા પર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જીભમાં સોજો-

જ્યારે વિટામીન બી 12ની કમી થાય છે, તો જીભ ભારે થઈ જાય છે અને જીભમાં સોજો આવી જાય છે. જીભમાં સોજો થાય તો તુરંત ડોક્ટર્સનો સંપર્ક કરવો.વિચારવામાં તકલીફ-વિટામીન બી 12ની કમી થવા પર વિચારવામાં તકલીફ આવે છે. કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવે છે, કારણ કે મગજ સુધી ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી શકતુ નથી.

વિટામીન બી 12ની કમીને કેવી રીતે પુરી કરવી

દૂધ, દહીં, ઈંડા, ડેરી પ્રોડક્ટ, આખા અનાજ, બીટ, બટાટા, મશરુમ, ફોર્ટિફાઈડ બ્રેકફાસ્ટ સેરિએલ, સીઝનલ લીલા શાકભાજી, તાજા ફળમાંથી વિટામીન બી 12 મેળવી શકો છો. આખા અનાજમાંથી વિટામીન બી 12 જ નહીં પણ તેમાંથી પ્રોટીન, ફાઈબર, હેલ્દી ફૈટ સહિત કેટલાય પોષક તત્વો પ્રાપ્ત કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...