હેલ્થ ટિપ્સ:ગર્ભનિરોધક ગોળીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા માટે અસરકારક અને સલામત છે?

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ પુરુષો તેમની ઈચ્છા મુજબ સેક્સ માણી શકે છે, પરંતુ પ્રેગ્નેન્સીથી રક્ષણ મેળવવું પુરુષોની જવાબદારી નથી. સ્ત્રી દ્વારા સુરક્ષિત સેક્સની માંગ રાખવાથી પુરુષોને ગુસ્સો આવે છે, જે સમાજની સૌથી મોટી સમસ્યા છે. પ્રેગ્નેન્સીથી રક્ષણ મેળવવાને લઈને પુરુષોનનો ઈગો હર્ટ થાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFHS-5 (2019-21) સર્વેક્ષણમાં, પુરૂષો સંમત થયા કે 35.1% ગર્ભનિરોધક અપનાવવાનું કામ સ્ત્રીઓનું છે.

21મી સદીમાં પણ મહિલાઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તે ગર્ભનિરોધક ગોળીઓ ખાય છે પરંતુ તેના પતિથી છુપાવે છે. અપરિણીત છોકરીઓ સેક્સ કર્યા પછી ગર્ભાવસ્થા ટાળવા માટે તબીબી સલાહ વિના આ ગોળીઓનો ઓવરડોઝ લે છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે.

સ્ત્રીઓએ જાણવું જરૂરી છે કે, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને એબોર્શન કોન્ટ્રાસેપ્ટિવ વચ્ચેનો તફાવત શું છે.

દિલ્લી સ્થિત સર ગંગારામ હોસ્પિટલના ગાયનોકોલોજિસ્ટ ડૉ. રૂમા સાત્વિકે જણાવ્યું કે 3 પ્રકારની ગર્ભનિરોધક ગોળીઓ હોય છે.

ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ :
તેમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ હોય છે. આ દવા માસિક આવ્યાના 2-3 દિવસ પછી લેવામાં આવે છે અને 21 દિવસ માટે દરરોજ 1 ગોળી લેવાની હોય છે. તે સેક્સ્યુઅલી એક્ટિવ કપલ્સ માટે ફાયદાકારક છે.

ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ :
આ પીલ્સ એ મહિલાઓ માટે છે જે અનપ્રોટેક્ટેડ સેક્સ કરે છે. આ ગોળીમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનની વધુ માત્રા હોય છે. જો ઓવ્યુલેશન 8 થી 10 દિવસમાં થાય છે, તો આ ગોળી સર્વાઇકલ લાળને જાડી કરે છે જેથી ગર્ભાવસ્થા બંધ ન થાય. આ સિવાય તે ઇંડા અને શુક્રાણુને ગર્ભાશયમાં મળવાથી રોકે છે. સેક્સ કર્યાના 72 કલાકની અંદર તેનું સેવન કરવું જોઈએ. આ ગોળીઓ ઇમરજન્સી ઉપયોગમાં જ લેવી જોઈએ.

એબોર્શન કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ :
2 ગોળીઓ આપવામાં આવે છે. જો મહિલા પ્રેગ્નેન્ટ થાય છે તો આ ગોળી 7 દિવસ સુધી આપવામાં આવે છે. 1 એન્ટી પ્રોજેસ્ટ્રોન એટલે કે મીફેપ્રિસ્ટોન અને 48 કલાક બાદ મિસોપ્રોસ્ટોલ આપવામાં આવે છે. મિસોપ્રોસ્ટોલ ઓરલી રીતે અથવા વજાઈના દ્વારા આપવામાં આવે છે. પ્રોજેસ્ટેરોન હોર્મોન ગર્ભાવસ્થા માટે મદદરૂપ સાબિત થાય છે. તે જ સમયે, મિફેપ્રિસ્ટોન હોર્મોન પ્રોજેસ્ટેરોનને અવરોધે છે, જેના કારણે ગર્ભ ટકી શકતી નથી.

ગર્ભનિરોધક ગોળીઓ સુરક્ષિત છે
સર ગંગારામ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. માલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જો ડૉક્ટરની સલાહ પર લેવામાં આવે તો દરેક ગર્ભનિરોધક ગોળી સુરક્ષિત છે. એબોર્શન પીલ્સ સલામત છે. પરંતુ ઘણી વખત મહિલાઓ તેને જાતે જ લે છે જે જીવલેણ બની શકે છે. સ્ત્રીની તબીબી સ્થિતિને આધારે ગર્ભપાતની ગોળીઓ ગર્ભાવસ્થાના 7 થી 9 અઠવાડિયા સુધી આપી શકાય છે.

શું દરેક મહિલા તેનો ઉપયોગ કરે છે?
ડોક્ટર રૂમા સાત્વિક કહે છે કે, ગર્ભનિરોધક ગોળીઓ આપતાં પહેલાં દર્દીની ઉંમર, વજન, મેડિકલ બેકગ્રાઉન્ડ, સેક્સ્યુઅલ બિહેવિયર, પરિવારની તબીબી ઇતિહાસ જેવી બાબતો તપાસીએ છીએ. તે પછી જ તેને આ ગોળીઓ ખાવાની સલાહ આપો. પરંતુ જેમને લોહી ગંઠાઈ જવું, હૃદયની સમસ્યાઓ, સ્તન કેન્સર,માસિકની બીમારી, અનિયંત્રિત ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશર હોય અથવા ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય કમળો અથવા લીવરની બીમારી હોય, તો તેમને ગર્ભ નિરોધકની ગોળીઓ લેવાની સલાહ આપવામાં આવતી નથી.

એબોર્શન પિલ્સ અથવા એમિટીપી શું વધુ સુરક્ષિત છે
ડો. માલા શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ગર્ભપાતની ગોળી અને MTP (મેડિકલ ટર્મિનેશન પ્રોસિજર) બંને પ્રક્રિયા સલામત છે. પરંતુ 100% કોઈ પણ પ્રક્રિયા સુરક્ષિત નથી. આ બંને કિસ્સામાં 97% સફળતા છે. સૌ પ્રથમ, અમે દર્દીની તપાસ કરીએ છીએ. બીપી, સુગર ચેક કરવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે જેથી ગર્ભાવસ્થાના તબક્કાને જાણી શકાય. MTP એ એક મેડિકલ પ્રોસેસ છે જે હોસ્પિટલમાં સાવધાની સાથે કરવામાં આવે છે. તે ગર્ભપાતની ગોળીઓ કરતાં વધુ સુરક્ષિત છે. આ પ્રક્રિયા કરતા પહેલા અમે બ્લડ ટેસ્ટ અને રેન્ડમ સુગર ચેક પણ કરીએ છીએ.

કઇ હાલતમાં એબોર્શન છે અસુરક્ષિત?
આપણા દેશમાં ગર્ભનિરોધક ગોળીઓનું ચલણ 1950માં શરૂ થયું હતું, પરંતુ ભારતીય બજારોમાં 1930માં જ આવી ગઈ હતી. પરંતુ આજે પણ આપણા દેશની મહિલાંઓ ગર્ભનિરોધક ગોળીઓને લઈને જાગૃત નથી. ઘરમાં પણ મહિલાઓ આ બાબતે ખુલીને વાત કરતી નથી.

જો કોઈ મહિલા આ વિશે વાત કરે તો ચારિત્ર્યહીન કહેવામાં આવે છે. આ બાબત પર માતા અને પુત્રી વચ્ચે કોઈ વાત નથી. આ જ કારણ છે કે ઘણી છોકરીઓ તેમના કિશોરાવસ્થામાં ગર્ભાવસ્થાનો ભોગ બને છે અને આ ડરને કારણે તેઓ ડૉક્ટરની સલાહ લીધા વિના ગર્ભ નિરોધકની ગોળીઓ લે છે. ક્યારેક તેનો ઓવરડોઝ પણ લેવામાં આવે છે જે જીવલેણ સાબિત થાય છે.

સ્ત્રી રોગ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, જો કોઈ યુવતી ઇકટોપીક પ્રેગ્નન્સી ધરાવે છે અને ડોક્ટરની સલાહ લીધા વિના ગોળીઓ લે છે, તો તેના પેટમાં આંતરિક રક્તસ્રાવ શરૂ થઈ શકે છે, જે ખતરનાક છે. તે જ સમયે, તેના ઓવરડોઝથી અતિશય રક્તસ્રાવ, ઉબકા, ઉલટી, માથાનો દુખાવો અને સ્તનનો દુખાવો થાય છે.