• Gujarati News
  • Lifestyle
  • Health
  • Applying Oil On The Scalp Incorrectly Can Be Heavy, Scalp Hair Will Start To Fall Out And There Will Be Bad Smell In The Hair

તમે નથી કરતાં ને આ ભૂલ:ખોટી રીતે માથામાં તેલ નાખવું ભારે પડી શકે છે, માથાના વાળ ખરવા લાગશે ને વાળમાં આવશે દુર્ગંધ

2 મહિનો પહેલાલેખક: ભાગ્ય શ્રી સિંહ
  • કૉપી લિંક

વાળની સુરક્ષા અને ચમક માટે સ્કેલ્પ (માથાની ચામડી)માં પ્રાકૃતિક ઓઈલ હાજર હોય છે, પરંતુ આ બદલાતી જીવનશૈલી, પાણીની ખરાબ ગુણવતા અને વાતાવરણમાં બદલાવ સ્કેલ્પમાં રહેલા આ પ્રાકૃતિક ઓઈલને નુકશાન પહોંચાડે છે. આ સમયે વાળમાં ઓઈલ લગાવવું જરુરી બની જાય છે. વાળમાં તેલ લગાવવું જરુરી શા માટે છે? હેયર ઍક્સપર્ટ ડૉ. અમિત સેન પાસેથી જાણો.

લાંબા વાળ જોઈતાં હોય તો જરુર લગાવો ઓઈલ
વાળમાં તેલ ના લગાવવાના કારણે જૂ, ખોળો અને શુષ્કપણાંની સમસ્યા થઈ શકે છે. જો તમારા વાળ વેવી કે કર્લી હોય તો હેર ઓઈલિંગથી ઘણો લાભ થઈ શકે છે. તે વાળને જડથી મજબૂત કરે છે અને વાળના વિકાસમાં પણ વૃદ્ધિ થાય છે.

જો આ રીતે માથામાં તેલ લગાવ્યું તો વાળ નબળાં પડશે
હેર વોશ કર્યા પછી માથામાં ક્યારેય તેલ ના નાખવું, કારણ કે તેના કારણે તમારા વાળ નબળાં પડી શકે છે અને વાળ તૂટી પણ શકે છે. તેના કારણે સ્કૈલ્પમાં શુષ્કપણું આવી જાય છે અને વાળમાં દુર્ગંઘ આવી શકે છે.

રાત્રે વાળમાં તેલ લગાવીને સવારે શેમ્પુથી વાળ ધોઈ લો.
રાત્રે વાળમાં તેલ લગાવીને સવારે શેમ્પુથી વાળ ધોઈ લો.

ક્યાં હેર ઓઈલનો ઉપયોગ કરવો?
અઠવાડિયામાં 2-3 વાર સરસવનું ઓઈલ, કોકોનટ ઓઈલ અને આમળાના ઓઈલથી વાળની યોગ્ય રીતે મસાજ કરો. વાળની સારી એવી વૃદ્ધિ માટે કોકોનટ ઓઈલમાં આમળાનું ઓઈલ અથવા આમળાનું જ્યુસ મિક્સ કરીને લગાવો.

તેલ લગાવવાની સાચી રીત
વાળમાં તેલ લગાવવાનો સારો સમય રાતનો છે. આખી રાત વાળમાં તેલ લગાવેલું રાખો અને સવારમાં માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લો. જો ઓઈલી સ્કૈલ્પ છે તો તેલ લગાવતા પહેલાં વાળ ધોઈ લો અને પછી માથામાં તેલ લગાવીને 4-5 કલાક તેલ રાખો અને પછી હેરવોશ કરી લો. ઓઈલી વાળ માટે આમળાના તેલમાં એલોવેરાનું જ્યુસ મિક્સ કરીને લગાવવું લાભદાયી સાબિત થાય છે.

વાળ ખરાબ થવા પાછળના કારણ
પાણીમાં હાજર હાનિકારક કેમિકલ્સ અને હેર વોશ દરમિયાન શેમ્પુનો વધારે પડતો ઉપયોગ તમારા વાળ ખરવા પાછળનું કારણ બની શકે છે. ગરમીની ઋતુમાં પરસેવાના કારણે ઉત્પન્ન થયેલાં બેક્ટેરિયા વાળને જડમૂળથી નુકશાન પહોંચાડે છે અને વાળમાં હાજર કૈરોટિનૉઈડ એન્ઝાઈમને નુકશાન પહોંચાડે છે, જેના કારણે વાળમાં હાજર પ્રાકૃતિક ઓઈલને નુકશાન પહોંચાડે છે અને તેના કારણે વાળ ખરાબ થાય છે.