નાભિ પર તેલ લગાવવાનાં ફાયદા:નાભિ પર તેલ લગાવાથી અનેક બીમારીઓ છુમંતર થાય છે, પરંતુ સર્જરી બાદ ડોક્ટરની સલાહ અચૂક લો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આયુર્વેદમાં શરીરને સમસ્યાને દૂર કરવા માટે નાભિ પર તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને 'બેલી બટન થેરાપી' કહેવામાં આવે છે. બેલી બટનને (ડુંટી) બોડીનું સેન્ટર પોઇન્ટ માનવામાં આવે છે જે શરીરની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું હોય છે. નાભિ પર તેલ લગાવવાથી અનેક બીમારીઓ દૂર કરી શકાય છે. આયુર્વેદાચાર્ય સિદ્ધાર્થ સિંહ પાસેથી જાણીએ નાભિ પર કયું તેલ, ક્યારે અને કેવી રીતે લગાવવું જોઈએ.

નાભિ પર તેલ લગાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે
તેલની માલિશ પરંપરાગત સારવારનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે અને તે ઘણા રોગોથી બચવામાં અને લડવામાં અસરકારક સાબિત થાય છે. અત્યાર સુધી તમે બોડી ઓઈલ મસાજ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ નાભિ પર તેલ લગાવવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

નાભિ પર તેલ લગાવવું એકદમ સરળ છે પરંતુ તેના ફાયદા અઢળક છે. આવો જાણીએ... નાભિ પર કયું તેલ લગાવવાથી શું ફાયદા થાય છે.

નાભિ પર તેલ કેવી રીતે લગાવવું?
નાભિમાં અને તેની આસપાસ તેલના થોડા ટીપાં નાખો. રૂના પૂમડાંમાં તેલના થોડા ટીપાં નાખીને નાભિમાં લગાવી શકો છો. તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રહેવા દો.

નાભિ પર તેલ લગાવવાથી શું થાય છે?
નાભિની પાછળ પેકોટી નામની ગ્રંથિ હોય છે, જેનાથી ઘણી ચેતા, પેશીઓ અને અવયવો જોડાયેલા હોય છે. આ રીતે આ ગ્રંથિ ખૂબ જ મજબૂત છે. નાભિમાં તેલ લગાવવાથી ઊર્જા ઉત્પન્ન કરીને મન અને શરીરને તાજગીનો અનુભવ થાય છે. આ સિવાય આંખોનું તેજ વધે છે, તણાવ દૂર થાય છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે.

ખીલ માટે લીમડાનું તેલ ફાયદાકારક
ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે લીમડાંને બેસ્ટ માનવામાં આવે છે. જો ચહેરા પર ખીલ કે ધબ્બા હોય તો લીમડાનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખીલથી છુટકારો મેળવવા માટે રોજ લીમડાના તેલના થોડા ટીપાં નાભિ પર લગાવવા જોઈએ.

બદામનાં તેલથી સ્કિનમાં ગ્લો આવે
બદામનું તેલ માત્ર વાળ માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચિંતા કામના બોજ કે ત્વચાની યોગ્ય કાળજી ન લેવાને કારણે ચહેરો નિર્જીવ દેખાઈ છે. આ સમસ્યાથી છુટકારો બદામના તેલથી મેળવી શકાય છે. જો તમે ઓછા સમયમાં ગ્લોઈંગ સ્કિન મેળવવા માગતા હોવ તો નાભિ પર બદામનું તેલ લગાવો

સરસવના તેલથી ફાટેલા હોઠ માટે ફાયદાકારક
ઘણી વખત ફાટેલા હોઠ શરમનું કારણ બની જાય છે. કેટલાક લોકોના હોઠ હંમેશા ફાટેલા હોય છે. ફાટેલા હોઠથી છુટકારો મેળવવા માટે દરરોજ નાભિ પર સરસવનું તેલ લગાવવું જોઈએ. આમ કરવાથી ફાટેલી એડી ને ડ્રાય સ્કિનની સમસ્યાથી છુટકારો મળી જશે.

ફર્ટિલિટી વધારવા માટે ઓલિવ અથવા નારિયેળનું તેલ લગાવો
નાળિયેર તેલના 3 થી 7 ટીપાં નાભિ પર નાખવાથી ફર્ટિલિટી વધે છે. આ સાથે નબળાઈ, સુકા વાળ અને આંખોમાં શુષ્કતાની સમસ્યાથી પણ રાહત મળે છે.

ઘીથી સોફ્ટ સ્કિન થાય છે
જો ત્વચા ખૂબ જ શુષ્ક અને થઈ ગઈ હોય તો નાભિ પર ઘી લગાવો. તેનાથી ત્વચા મુલાયમ બને છે અને તેનો ગ્લો પણ વધે છે.

સ્થૂળતા અને સાંધાનો દુખાવા માટે ઓલિવ ઓઈલ
સ્થૂળતાથી પીડિત લોકોએ નાભિ પર ઓલિવ ઓઈલ લગાવવું જોઈએ. રાત્રે સૂતા પહેલાં નાભિ પર ઓલિવ ઓઈલથી માલિશ કરો. તેનાથી સ્થૂળતા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

ઋતુ પ્રમાણે નાભિમાં તેલ લગાવો
ઉનાળાની ઋતુમાં તમે નાભિમાં લીમડા અને નારિયેળના તેલનો ઉપયોગ કરી શકો છો. જો ચહેરા પર ખીલ હોય તો રોજ રાત્રે સૂતા પહેલા નાભિમાં લીમડાનું તેલ લગાવો. તો નાભિમાં નારિયેળનું તેલ નાખવાથી ત્વચાની કોમળતા જળવાઈ રહે છે અને હોઠ પણ મુલાયમ બને છે.

શિયાળાની ઋતુમાં તમે સરસવ, બદામ અને ઓલિવ તેલમાંથી કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલનો ઉપયોગ કરવાથી શિયાળામાં શુષ્ક ત્વચાની સમસ્યા દૂર થાય છે અને ચહેરો ચમકી ઉઠે છે.

ચોમાસાની ઋતુમાં બદામનું તેલ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે, આ સાથે જ વરસાદની ઋતુમાં વાળની ​​ડ્રાયનેસ પણ ઓછી થાય છે.

એરંડાનું તેલ લગાવો સમસ્યાઓથી છુટકારો મેળવો

પેટ માટે ફાયદાકારક
પેટની સમસ્યાઓ પાછળ પાચન જવાબદાર છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં નાભિ પર એરંડાનું તેલ લગાવવાથી કબજિયાત, પેટનું ફૂલવું, ગેસ અને પેટના દુખાવામાં રાહત મળે છે. નાભિ પર એરંડાનું તેલ લગાવવાથી પાચનતંત્ર સારું રહે છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે.

પીરિયડના દુખાવામાં રાહત આપે છે
નાભિ પર એરંડાનું તેલ લગાવવાથી પીરિયડના દુખાવામાં રાહત મળે છે.

ત્વચા માટે બેહદ ફાયદાકારક
નાભિ પર એરંડાનું તેલ લગાવવાથી ત્વચાની સમસ્યાઓ, જેમ કે ખીલ, એલર્જી અને ડાઘ-ધબ્બા દૂર થાય છે.આ સિવાય તે હોઠને ફાટવાથી બચાવે છે.

વાળ માટે ફાયદાકારક
નાભિ પર એરંડાનું તેલ લગાવવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. સ્કેલ્પ અને વાળને પોષણ આપે છે, જેના કારણે ડેન્ડ્રફ અને વાળ ખરવા જેવી સમસ્યાઓ દૂર થાય છે.

નાભિમાં તેલ લગાવવાથી આ નુકસાન થાય

દબાણથી માલિશ કરવાનું ટાળો
નાભિ પર દબાણ કરવાની કે બળ લગાવવાની જરૂર નથી, કારણ કે પેટમાં ઘણી ચેતાઓ હોય છે અને દબાણ લગાવવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. નાભિમાં હળવા હાથે દબાણ કરીને તેલનું માલિશ કરવું જોઈએ.

નબળી ગુણવત્તાવાળા તેલને ટાળો
નાભિ પર લગાવવામાં આવતા તેલની ગુણવત્તા પણ જોવી જોઈએ. તેલના ઉપયોગથી એલર્જી ન થવી જોઈએ. ખોટા તેલના ઉપયોગથી નાભિમાં બળતરા થઈ શકે છે.

જો પેટની આસપાસ કોઈ સર્જરી થઇ હોય તો નાભિમાં તેલ લગાવવાથી બચવું જોઈએ. આ પ્રકારની સ્થિતિમાં સરસવના તેલનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

ડિસ્ક્લેમર :આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.