કોરોનાથી લિવર ફેલ્યરનું જોખમ:ફેફસાં સાથે લિવર પર પણ કોરોના વાઈરસ અટેક કરે છે, લિવરને થતાં નુકસાનને વેક્સિન પણ રોકી શકતી નથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેલ્ટા અને ઓમિક્રોન સહિત તમામ વેરિઅન્ટ લિવરની મુખ્ય કોશિકાઓ પર નકારાત્મક અસર કરે છે
  • લિવર પર કોરોનાની અસર ગંભીર હોય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે

કોરોના વાઈરસ શરીરમાં પ્રવેશ કરી લે ત્યારે પહેલાં આપણાં ફેફસાં પર અટેક કરે છે, પરંતુ આ વાઈરસથી આપણાં લિવર અર્થાત યકૃતને પણ જોખમ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેનેસીના નવાં રિસર્ચ પ્રમાણે કોરોનાના 11% દર્દીઓને લિવર સંબંધિત સમસ્યા થાય છે. ડૉક્ટર્સનું માનવું છે કે કોરોના વિરુદ્ધ ડેવલપ કરાયેલી વેક્સિન્સ પણ આપણાં લિવરને બચાવવા સક્ષમ નથી.

કોરોના વાઈરસ આ રીતે લિવર પર અટેક કરે છે
રિસર્ચમાં જોવા મળ્યું કે કોરોના વાઈરસ યકૃતના ALT (એલેનિન એમિનોટ્રાન્સફરેજ) અને AST (એસ્પરટેટ એમિનોટ્રાન્સફરેજ) નામના એન્ઝાયમ્સની માત્રા વધારે છે. કોરોના વાઈરસના 15થી 53% દર્દીઓના લિવરમાં આ એન્ઝાયમ્સ વધારે માત્રામાં જોવા મળ્યાં. આ દર્દીઓનું લિવર ટેમ્પરરી ખરાબ થયું હતું.

ડેલ્ટા હોય કે ઓમિક્રોન કોરોનાના બધાં જ વેરિઅન્ટ લિવરની મુખ્ય કોશિકાઓ પર નકારાત્મક અસર કરે છે. તેનાથી લિવરની ક્ષમતા ઘટી જાય છે. કોરોનાની સારવાર દરમિયાન અપાતી દવાઓથી પણ લિવરને જોખમ રહે છે.

કોરોના દર્દીઓમાં લિવર ફેલ્યરનું જોખમ
કોરોનાનું સંક્રમણ થાય તો લિવરમાં સોજો અને કમળો થઈ શકે છે. આ સિવાય લિવર ફેલ્યરનું પણ જોખમ રહે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જો પહેલાંથી જ કોઈ લિવરની બીમારી હોય તો કોરોનાથી જોખમ વધી જાય છે. તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

કોરોનાનાં કોઈ લક્ષણ ન હોય તો...
મેક્સ હોસ્પિટલના ડૉ. જતિન અગ્રવાલ જણાવે છે કે, કોરોનાનાં લક્ષણો ન હોય તો પણ શરીરનાં અંગો ખરાબ થઈ શકે છે. એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં દર્દીમાં કોઈ લક્ષણો ન હોવા છતાં તેમનાં લિવરને નુકસાન થયું હોય. અર્થાત એસિમ્પ્ટોમેટિક કેસમાં દર્દીનું લિવર ખરાબ થઈ શકે છે.

વેક્સિન પણ લિવરનું નુકસાન નથી રોકી શકતી
ડૉ. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, કોરોના વિરુદ્ધ ડેવલપ થયેલી વેક્સિન શરીરમાં ઈન્ફેક્શન ગંભીર થતા રોકે છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે તે ઈન્ફેક્શન થવા પર આપણાં લિવરને બચાવી શકતી નથી. તેથી કોરોનાની અવગણના ન કરવી જોઈએ. કોવિડ પ્રોટોકોલ ફોલો કરી આપણે શરીરને થતાં નુકસાનથી બચાવી શકીએ છીએ.

ત્રીજી લહેરમાં આ રીતે લિવર સ્વસ્થ રાખો
ડૉક્ટર્સના મત પ્રમાણે હાઈ પ્રોટીન ડાયટ લઈ લિવર સ્વસ્થ રાખી શકાય છે. ડાયટમાં ઈંડાં, દૂધ, દાળ, લીલી શાકભાજી, ફળ, પનીર, નટ્સ, સીડ્સ, બીન્સ, ફિશ અને ચિકન સામેલ કરવી જોઈએ. કેફિનનું સેવન કરી લિવરના એન્ઝાયમ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તેનાથી લિવર અને ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનશે.

આલ્કોહોલ, ખાંડ, મીઠું, વ્હાઈડ બ્રેડ, ચોખા, પાસ્તા, રેડ મીટ અને તળેલો ખોરાક લેતાં બચવું. દિવસમાં મિનિમમ 30 મિનિટ એક્સર્સાઈઝ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...