બ્રેસ્ટફીડિંગ:ફૂટબોલ પોશ્ચર ઉપરાંત 6 રીતે બાળકને દૂધ પીવડાવી શકાય છે, તમને 7માંથી કેટલા વિશે ખબર છે?

શ્વેતા કુમારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતાનું ધ્યાન ગાયનેકોલોજિસ્ટ રાખે છે અને નવજાત બાળક માટે લેક્ટેટિંગ કન્સલ્ટન્ટ હોય છે

એક દાયકા પહેલાં હોસ્પિટલમાં ડિલિવરી પછી ગાયનેકોલોજિસ્ટ જ માતા અને નવજાતનું ધ્યાન રાખતી હતી. સમય બદલાતા હેલ્થ એક્સપર્ટ પણ બદલાઈ રહ્યા છે. હવે ગાયનેકોલોજિસ્ટ માતાનું ધ્યાન રાખે છે અને નવજાત બાળક માટે લેક્ટેટિંગ કન્સલ્ટન્ટ હોય છે. તે નવી માતાને બાળકને કઈ રીતે પકડવાથી લઈને દૂધ પીવડાવાની સાચી રીત જણાવે છે. બાળકને દૂધ પીવડાવવાના ઘણા પોશ્ચર હોય છે. આ તમામ પોશ્ચર વિશે જાણીએ લેક્ટેશન એક્સપર્ટ ડૉ. આરતી પ્રિયદર્શિની પાસેથી....

લેક્ટેશન કન્સલ્ટન્ટ એટલે શું?
આ કન્સલ્ટન્ટ માતાને બ્રેસ્ટફીડિંગની સાચી રીત જણાવે છે. વર્કિંગ હોવાને લીધે ઘણી મહિલાઓ પરિવારથી દૂર રહે છે. પ્રથમવાર માતા બન્યા પછી ફીડિંગને લઈને નર્વસ થાય છે. આ માતાને એક્સપર્ટ હેલ્પ કરે છે. પ્રથમવાર માતા બન્યા પછી ડિલિવરીના આશરે એક અઠવાડિયાં સુધી બ્રેસ્ટફીડિંગમાં તકલીફ પડે છે. તેમાં નિપ્પલમાં દુખાવો થવો, બાળક દૂધ ના પી શકે, બ્રેસ્ટમાં ઓછું દૂધ કે દૂધ ના આવવું જેવી તકલીફો સામેલ છે.

બ્રેસ્ટફીડિંગ પોશ્ચર કેટલા પ્રકારના હોય છે?
બ્રેસ્ટફીડિંગ પોશ્ચરમાં માતા એક નક્કી કરેલી રીતથી બાળકને દૂધ પીવડાવે છે.

ફૂટબોલ પોશ્ચર: આને ક્લચ પોશ્ચર પણ કહેવાય છે. ફૂટબોલ પોશ્ચરમાં માતા બાળકને એક જ હાથથી પકડે છે. બાળક જે સાઈડથી દૂધ પી રહ્યું હોય, તેનું આખું શરીર માતાના તે સાઈડના હાથમાં જ હોય છે અને બાળકનું માથું તે જ હાથની હથેળી પર હોય છે. સિઝેરિયન ડિલિવરી, ટ્વિન્સ, પ્રિમેચ્યોર બાળકો, હેવી બ્રેસ્ટ કે પછી માતાને એબ્ડોમિનલ દુખાવાથી રાહત મેળવવા માટે આ પોશ્ચર ટ્રાય કરી શકાય છે.

અપ-રાઈટ બ્રેસ્ટ ફીડિંગ: આને કોઆલા હોલ્ડ પણ કહેવાય છે. આ પોઝિશન માટે બાળકને તમારા મોઢા તરફ બેસાડો અને હાથથી તેની ડોક પકળો. હથેળીથી તેની કમર પકડો અને દૂધ પીવડાવો. આ પોશ્ચર પ્રિમેચ્યોર બર્થવાળા બાળકો માટે ટ્રાય કરી શકાય. આ ઉપરાંત એક વર્ષના બાળક માટે પણ ડૉક્ટર આ જ સલાહ આપે છે.

રિક્લિનિંગ પોશ્ચર: આને લેડ બેક પોઝિશન પણ કહેવાય છે. આ પોશ્ચરમાં માતા પોતાના શરીરને આરામદાયક વસ્તુ પર રાખે છે અને બાળકને ગળે ભેટે તેમ બંને હાથે પકડે છે. માતાનો એક હાથ બાળકની ડોક પર અને બીજો હાથ તેની કમર પર હોય છે. જે બાળકોને પેટમાં ગેસની તકલીફ હોય તેમના માટે આ બેસ્ટ છે. જો દૂધ ફ્લૉ હેવી હોય કે માતાના બ્રેસ્ટ હેવી હોય તો આ પોઝિશન ટ્રાય કરી શકાય છે.

ડેન્ગલ પોશ્ચર: જે મહિલાઓને સ્તનમાં સોજા કે પ્લગ ડક્ટની તકલીફ હોય તો તેમના માટે આ પોશ્ચર બેસ્ટ છે. બાળકને આ પોઝિશનમાં દૂધ પીવડાવવાથી દુખાવો ઓછો થાય છે. તેમાં માતા સૂઈને બાળકને પોતાના શરીરની નજીક લાવે છે અને બ્રેસ્ટ બાળકના મોઢા પાસે લાવી એડજસ્ટ કરે છે જેથી તેઓ દૂધ પી શકે. ગ્રેવિટીને લીધે દૂધ જાતે જ નિપ્પલમાંથી વહે છે અને બાળકને દૂધ પીવામાં કોઈ તકલીફ થતી નથી.

સાઈડ લાઈંગ પોશ્ચર: આ પોઝિશનમાં માતા અને બાળક બંને એકબીજા સામે મોઢું કરીને ઊંઘે છે. માતા સૂતા-સૂતા જ બાળકને દૂધ પીવડાવે છે. આ પોશ્ચરમાં આરામ માટે માતા કોઈ તકિયાની મદદ લઇ શકે છે.

ક્રોસ ક્રેડલ હોલ્ડ: આ રીત એકદમ કોમન છે. ડિલિવરી પછી માતાને આ પોઝિશન શીખવાડવામાં આવે છે. જો બાળકને લેફ્ટ બ્રેસ્ટથી ફીડિંગ કરાવી રહ્યા છો તો બાળકને રાઈટ હેન્ડથી તેડો. ક્રૉસ ક્રેડલમાં એક તરફથી બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે માતા બીજા હાથેથી બાળકને તેડે છે.

ક્રેડલ હોલ્ડ: આ પોશ્ચર ક્રોસ ક્રેડલથી થોડો અલગ હોય છે. બાળકને દૂધ પીવડાવતી વખતે ટેવ પડી જાય છે ત્યારે તેને ક્રેડલ હોલ્ડ શીખવાડવામાં આવે છે. તેમાં માતા બાળકને જે સાઈડથી ફીડ કરાવે છે તે જ સાઈડના હાથથી બાળકને પકડે છે.