કોરોના ટેસ્ટની કહાની:ત્રણ ટેસ્ટ સૌથી અસરકારક, એન્ટિજન ટેસ્ટનું પરિણામ 15 મિનિટની અંદર મળી જાય છે, અન્ય ટેસ્ટનાં ગુણ-અવગુણ જાણો

ફાબિયન શ્મિટ(ડોયચે વેલે)2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • PCR રેપિડ ટેસ્ટ 45 મિનિટમાં રિઝલ્ટ આપે છે, પરંતુ એક દિવસમાં 80થી વધારે ટેસ્ટ શક્ય નથી
 • દક્ષિણ કોરિયાએ મોટા સ્તરે ટેસ્ટિંગ કર્યું, જે લોકોમાં કોઈ લક્ષણ નહોતા દેખાતા તેમનું પણ ટેસ્ટિંગ કર્યું
 • અમેરિકા સતત ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે, તો બીજી તરફ આફ્રિકન દેશોમાં ટેસ્ટિંગ નહિવત છે

કોરોનાટાઈમમાં જિંદગીના 7 મહિના પસાર થઇ ગયા છે. આટલો સમય થયો હોવા છતાં પણ હજુ સંક્રમિતોની સંખ્યા ખબર પડી રહી નથી. ટેસ્ટિંગને તેની પાછળનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. ઘણા દેશમાં ધીમા ટેસ્ટિંગને લીધે ટીકાનો સામનો પણ કરવો પડ્યો છે. વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહિ તે માટે ટેસ્ટ થાય છે, પરંતુ તેમાં ત્રણ ટેસ્ટ મુખ્ય છે: PCR ટેસ્ટ, સેરોલોજિકલ ટેસ્ટ(ELISA) અને એન્ટિજન ટેસ્ટ.

PCR ટેસ્ટ

 • આ ટેસ્ટની મદદથી વ્યક્તિમાં કોરોના સંક્રમણ અને તેને ફેલાવવાની શક્તિ વિશે ખબર પડે છે. ટેસ્ટ પોલીમરેઝ ચેન રિએકશન(PCR)ને આધારે થાય છે. આઈસોથર્મલ DNA એમ્પ્લીફિકેશન ટેસ્ટ પણ PCR ટેસ્ટની જેમ જ કામ કરે છે.
 • આ બંને ટેસ્ટમાં કોટનની મદદથી દર્દીના ગળામાંથી લાળ લેવામાં આવે છે. ત્યારબાદ એગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની કેમિકલ મેથડનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવે છે કે, સેમ્પલમાં વાઈરલનું જિનેટિક મટિરિયલ છે કે નહિ.
 • જો જિનેટિક મટિરિયલ મળે છે તો દર્દીને કોરોના સંક્રમિત માની લેવામાં આવે છે. જો આ મટિરિયલ ન મળે તો જરૂરી નથી કે તે વ્યક્તિ સંક્રમિત નથી. વાઈરસ સેમ્પલમાં ન હોય પણ શરીરમાં હોય તેવું બની શકે છે.
 • એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાનો અર્થ થાય છે કે વ્યક્તિ કોરોના વાઈરસથી મુક્ત થઇ ગયો છે, પરંતુ બધા કેસમાં આ વાત શક્ય નથી.

PCR રેપિડ ટેસ્ટ

 • PCR ટેસ્ટ લેબમાં થાય છે. તેમાં મોટાભાગના ટેસ્ટ હાઈ-થ્રોપુટ સ્ક્રીનિંગથી થાય છે, હજારો સેમ્પલની એકસાથે તપાસ થાય છે. સામાન્ય રીતે આ પ્રોસેસનું રિઝલ્ટ આવતા કલાક થઇ જાય છે અને દર્દીને ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.
 • આ પ્રોસેસથી બચવા માટેનો ઉપાય PCR રેપિડ ટેસ્ટ છે. આ ટેસ્ટ સેન્ટ્રલ લેબમાં થતા નથી, પરંતુ મોબાઈલ ઈક્વીપમેન્ટથી થાય છે, તે ડિવાઈસ માત્ર 45 મિનિટની અંદર પરિણામ આપે છે, પરંતુ એક દિવસમાં 80થી વધારે ટેસ્ટ શક્ય નથી.

એન્ટિજન ટેસ્ટ

 • આ નોવેલ ટેસ્ટ માર્કેટમાં થોડા દિવસ પહેલાં જ આવ્યો છે અને તે પ્રેગનન્સી ટેસ્ટની જેમ સરળ છે. એન્ટિજન ટેસ્ટમાં પણ સલાઈવાનું સેમ્પલ લેવામાં આવે છે. ફ્લોરેન્સ ઈમ્યુનો-એસે(FIA) મેથડથી ટેસ્ટમાં વાઈરસની હાજરી ખબર પડે છે. સામાન્ય રીતે આ ટેસ્ટ માત્ર 15 મિનિટમાં પરિણામ આપે છે કે દર્દી ગંભીર રીતે સંક્રમિત છે કે નહિ.
 • જો કે, PCR ટેસ્ટની સરખામણીએ એન્ટિજન ટેસ્ટ ઓછા એક્યુરેટ હોય છે. ટેસ્ટનો ફાયદો એ છે કે, તે જલ્દી રિઝલ્ટ આપે છે અને ટેસ્ટ જે-તે જગ્યા પર જ થઇ જાય છે. ઘણા ટેસ્ટમાં ખાસ પ્રકારના ડિવાઈસની જરૂર હોય છે.
 • મોટાભાગના ડોક્ટર એન્ટિજન ટેસ્ટનો ઉપયોગ કરવાનું કહે છે, તેમને આશા છે કે, આ ટેસ્ટથી વધારે સંક્રમિતોની ખબર પડશે. દર્દીમાં વાઈરસનો લોડ વધારે હશે તો ટેસ્ટની સેન્સિટીવિટી વધશે. ઘણા દેશમાં આ ટેસ્ટ થઇ રહ્યો નથી. જુલાઈના અંત સુધીમાં કોરોના વાઈરસ ટેસ્ટિંગ માટે 270થી પણ વધારે પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સેરોલોજિકલ ટેસ્ટ(ELISA)

 • આ ટેસ્ટ એન્ટિબોડીની હાજરી વિશે જાણવામાં પણ મદદ કરે છે. તેનો અર્થ એ છે કે શરીરે વાઈરસ વિરુદ્ધ પોતાનો ઈમ્યુન રિસ્પોન્સ આપવાનો શરુ કરી દીધો છે. ELISAs માટે દર્દીએ બ્લડનું સેમ્પલ આપવાનું હોય છે અને તેનું ટેસ્ટિંગ લેબમાં જ થાય છે.
 • આ ટેસ્ટ માત્ર ફિઝિશિયને જ કરવો જોઈએ. ટેસ્ટમાં બ્લડની જરૂર હોય છે જેને કેસેટમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ બફર સોલ્યુશન મિક્સ કરવામાં આવે છે.
 • જો SARS-CoV-2વાળા IgM અને IgG ઈમ્યુનોગ્લોબલિન્સ બ્લડમાં હોય તો સેમ્પલનો રંગ બદલાઈ જાય છે. રિઝલ્ટ પોઝિટિવ આવે તેનો અર્થ એ છે કે, દર્દી કોરોના વાઈરસ સંક્રમણનો ભોગ બની ચૂક્યો છે અને તેના વિરુદ્ધ ઈમ્યુનિટી છે. જો કે, આવું જ થાય તે જરૂરી નથી. દરેક એન્ટિબોડી ટેસ્ટ ક્રોસ વાઈઝ રિસ્પોન્સ આપે છે.

ટેસ્ટ કોના માટે અને ક્યારે જરૂરી છે?

 • પીસીઆર ટેસ્ટની મદદથી ખબર પડે છે કે, દર્દી કે તેના કોન્ટેક્ટમાં આવેલા લોકો સંક્રમિત છે કે નહિ. તેમને કયા પ્રકારના ક્વોરન્ટીનમાં રાખવામાં આવે. શું વ્યક્તિને બે અઠવાડિયાં સુધી ઘરમાં રહેવાની જરૂર છે? શું આ દરમિયાન તે ઘરના અન્ય વ્યક્તિને મળી શકે છે કે પૂરી રીતે આઈસોલેટ રહેવાનું છે?
 • ELISAs ટેસ્ટ એપેડેમિયોલોજિસ્ટ માટે જરૂરી છે. આની મદદથી તેઓ અંદાજો લગાવે છે કે, કેટલા એવા લોકો છે જે સંક્રમિત થઇ ગયા છે પરંતુ તેની ખબર નથી અને કેટલી હર્ડ ઈમ્યુનિટી મળી શકે છે. કોવિડ 19થી સંક્રમિત અથવા જે લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે તે બધાની ઈમ્યુનિટી ચેક કરવાનો અંદાજો પણ આ ટેસ્ટથી લગાવી શકાય છે.

દુનિયાના દેશોમાં કોરોના ટેસ્ટિંગની સ્થિતિ

 • દુનિયાભરમાં ઘણા દેશો કોરોના વાઈરસ ટેસ્ટિંગ માટે અલગ-અલગ રીત વાપરી રહ્યા છે. તેના પણ ઘણા કારણો છે. હેલ્થ કેર સિસ્ટમની જાહેરાત, ટેસ્ટની ઉપલબ્ધતા અને લેબની ક્ષમતાનું સારું યોગદાન રહ્યું છે, આ જોખમને કેટલું ગંભીરતાથી લેવું તે પણ જાણવામાં મદદ મળી છે.
 • ઉદાહરણ તરીકે વર્ષ 2002માં આવેલા સાર્સ વાઈરસમાંથી શીખ લઇને દક્ષિણ કોરિયાએ મોટા સ્તરે ટેસ્ટિંગ કર્યું. જે લોકોમાં કોઈ લક્ષણ નહોતા દેખાતા તેમનું પણ ટેસ્ટિંગ કર્યું હતું. પોપ્યુલેશનની રીતે જોઈએ તો જર્મનીએ સારું કામ કર્યું છે, પરંતુ અહિ લક્ષણ દેખાતા અને કોન્ટેક્ટમાં આવેલા લોકોનું જ ટેસ્ટિંગ થયું.
 • અમેરિકા સતત ટેસ્ટિંગની ક્ષમતાને વધારી રહ્યું છે, પરંતુ ત્યાં કેસ સૌથી વધારે છે. તો બીજી તરફ આફ્રિકન દેશોમાં ટેસ્ટિંગ નહિવત છે.
અન્ય સમાચારો પણ છે...