ડાયાબિટીસનું જોખમ ઓછી કરતી દવા:ડિપ્રેશનની સારવારમાં અપાતી દવા ડાયાબિટીસને કારણે વધતાં મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે, તાઈવાનના વૈજ્ઞાનિકોનો દાવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાઈવાનની ચાઈના મેડિકલ યુનિવર્સિટી અને નેશનલ તાઈવાન યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રિસર્ચ કર્યું
  • રિસર્ચમાં સામે આવ્યું કે એન્ટિ ડિપ્રેસેન્ટ દવાઓ મૃત્યુ અને હૃદય રોગોનું જોખમ ઓછું કરે છે

ડિપ્રેશન દૂર કરનારી એન્ટિ ડિપ્રેસેન્ટ દવાઓ ડાયાબિટીસ ગંભીર થવાનું જોખમ પણ ઓછું કરે છે. નવાં રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, એવા લોકો જે ડાયાબિટીસ અને ડિપ્રેશનથી પીડિત છે તેમનાંમાં આ દવાઓ ગંભીર સ્થિતિ થતાં બચાવે છે. આ દવાઓ ડાયાબિટીસના કારણે થતાં મૃત્યુનું જોખમ ઓછું કરી શકે છે. આ દાવો તાઈવાનનાં વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે.

ડાયાબિટીસના દર્દીઓમાં ડિપ્રેશનનું જોખમ
એન્ડોક્રાઈન સોસાયટીની જર્નલ ક્લીનિકલ એન્ડોક્રાઈનોલોજી એન્ડ મેટાબોલિઝ્મમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, ડાયાબિટીસના દર્દીઓમાં ડિપ્રેશન થવાનું જોખમ રહે છે. આ કારણે દર્દીઓમાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશન વધવાની આશંકા બની રહે છે. તેમનામાં કિડનીની બીમારી, સ્ટ્રોક, આંખ અને પગ સબંધિત સમસ્યાનું જોખમ રહે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં ડિપ્રેશન થવાને કારણે તેઓ એક્સર્સાઈઝથી અળગા રહે છે. શરીરનાં વજનમાં ફેરફાર આવા લાગે છે અને તણાવ પણ વધવા લાગે છે. તેથી સ્થિતિ ગંભીર બને છે.

એન્ટિ ડિપ્રેસેન્ટ ગંભીર સ્થિતિ થતાં બચાવી શકે છે
સંશોધક શી-હેંગ વેંગનું કહેવું છે કે, માત્ર ડાયાબિટીસ થવાની સરખામણીએ બંને રોગ થવા પર માણસનાં સ્વાસ્થ્ય પર વધારે અસર પડે છે. તેવામાં દરરોજ લેવામાં આવતી એન્ટિ ડિપ્રેસેન્ટ દવા હાલત ગંભીર સ્થિતિ થવાનું જોખમ ઘટાડે છે.

દવા અને ડાયાબિટીસનું કનેક્શન સમજવા માટે સંશોધકોએ તાઈવાનમાં ડાયાબિટીસ અને ડિપ્રેશનથી પીડિત 36,276 દર્દીઓ પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે તે મૃત્યુ અને હૃદય રોગોનું જોખમ પણ ઓછું કરે છે. આ રિસર્ચ તાઈવાનની ચાઈના મેડિકલ યુનિવર્સિટી અને નેશનલ તાઈવાન યુનિવર્સિટીના સંશોધકોએ મળીને કર્યું છે.

ડાયાબિટીસ અને મેન્ટલ ડિસઓર્ડરથી આ રીતે છૂટકારો મેળવો

સારી મેન્ટલ હેલ્થ માટેની રીત
પોતાના સાથે વાત કરવાનું ના છોડો: ઘરવાળા, મિત્રો, કલીગ અને ફેમિલીથી દૂર ના જાઓ. કોલિંગ, મેસેજથી કનેક્ટ રહો. ડૉ. અનામિકાએ કહ્યું કે, જ્યારે આપણે લોકો સાથે વાત કરતા રહીએ છીએ તો મનમાં નેગેટિવ વિચારો ઓછા આવે છે. ડિપ્રેશનના મોટાભાગના કેસ એકલતાને લીધે જ આવે છે.

પોતાને વ્યસ્ત રાખો: મેન્ટલ હેલ્થને સારી રાખવાની આ સૌથી બેસ્ટ રીત છે, તમને પસંદ હોય તે કામમાં પોતાને વ્યસ્ત રાખો. જેમ કે, રાઈટિંગ, ગાર્ડનિંગ, ડાન્સિંગ અને વર્કઆઉટ વગેરે. ઘરે રહીને તમારી સ્કિલ્સને નિખારો જેથી તમારા મગજમાં નેગેટિવ થોટ્સની એન્ટ્રી ના થઇ શકે.

અધૂરા કામ પૂરા કરો: ડૉ. અનામિકાએ કહ્યું કે, કોરોનાટાઈમમાં હજારો લોકો બેરોજગાર થયા છે. તેઓ સ્ટ્રેસમાં છે. આ સમયે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે એક રસ્તો બંધ થયો છે પરંતુ બધું પૂરું થયું નથી. મગજને શાંત રાખીને બીજી નોકરી શોધો. આ દરમિયાન તમારા અધૂરા કામ પૂરા કરો. હાલ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ કમાણી કરી શકો છો, આથી ઘરે રહીને કઈક નવું શરુ કરવાના પ્રયત્નો કરો.

મ્યુઝિક સાંભળો: મ્યુઝિક ઉદાસ મનમાં એનર્જી ભરવાનું કામ કરે છે. રિસર્ચમાં આ વાત સાબિત થઇ ગઈ છે. જ્યારે પણ ડિપ્રેશનમાં હોવ ત્યારે મ્યુઝિક સાંભળો. તે મનમાં એવા હોર્મોન્સ રિલીઝ કરે છે કે જે તમને ખુશ કરી દે છે.

દરેક સમયે ઘરમાં બંધ રહેવું યોગ્ય નથી: કોરોનાકાળમાં પહેલીવાર લોકો લાંબા સમયથી ઘરે જ છે. તમે માસ્ક પહેરીને સવારે મોર્નિંગ વોક માટે જઈ શકો છો. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખો. સવારનું વોક મનમાં તાજગી લાવવાનું કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...