તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Antibodies Remain In The Body Even After 9 Months Of Corona Infection, With Similar Levels In Symptomatic And Asymptomatic Patients.

એન્ટિબોડીઝ કેટલો સમય રહે છે:કોરોનાના સંક્રમણના 9 મહિના બાદ પણ શરીરમાં એન્ટિબોડીઝ રહે છે, લક્ષણ અને લક્ષણ વિનાના દર્દીઓમાં તેનું સ્તર એક જેવું

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈટાલીની પડુઆ યુનિવર્સિટી અને લંડનની ઈમ્પિરિયલ કોલેજે સ્ટડી કરી
  • કોરોનાથી સંક્રમિત થયેલા 3 હજાર દર્દીઓને 9 મહિના સુધી ટ્રેક કરવામાં આવ્યા

કોરોનાનું એક વખત સંક્રમણ થયા બાદ એન્ટિબોડીઝ શરીરમાં કેટલા દિવસ સુધી રહે છે, આ સવાલ હંમેશાં ચર્ચામાં રહે છે. તાજતેરના રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ તેનો જવાબ આપ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સંક્રમણના 9 મહિના સુધી શરીરમાં એન્ટિબોડીનું લેવલ હાઈ રહે છે. પછી ભલે દર્દીમાં સંક્રમણ બાદ લક્ષણ દેખાયા હોય કે દર્દી એસિમ્પ્ટોમેટિક હોય. આ દાવો ઈટાલીની પડુઆ યુનિવર્સિટી અને લંડનની ઈમ્પિરિયલ કોલેજે કર્યો છે.

98.8 ટકા દર્દીઓમાં મળી
ગયા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં ઈટાલી શહેરમાં 3 હજાર કોરોના પીડિતોના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું. તેમાંથી 85 ટકા દર્દીઓની તપાસ કરવામાં આવી. મે અને નવેમ્બર 2020માં એક વખત ફરીથી દર્દીઓની તપાસ કરીને એન્ટિબોડીઝનું સ્તર જોવામાં આવ્યું. તપાસમાં સામે આવ્યું કે જે લોકો ફેબ્રુઆરી અને માર્ચમાં સંક્રમિત થયા હતા તેમાંથી 98.8 ટકા દર્દીઓમાં નવેમ્બરમાં પણ એન્ટિબોડીઝ જોવા મળી હતી.

લક્ષણ અને લક્ષણ વગરના લોકોમાં એન્ટિબોડીઝનું સ્તર એક જેવું
ઇમ્પિરિયલ કોલેજના સંશોધક ઈલેરિયા ડોરિગાટીના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે, લક્ષણવાળા અને લક્ષણ વગરના દર્દીઓમાં એન્ટિબોડીઝનું સ્તર એક જેવું હતું. એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે કોરોનાનાં લક્ષણ અને સંક્રણ કેટલું ગંભીર હતું, તેની એન્ટિબોડીઝના સ્તર પર કોઈ અસર નહોતી થઈ.

દર 4માંથી એક પીડિત પરિવારમાં સંક્રમણ ફેલાવે છે
પડુઆ યુનિવર્સિટીના સંશોધક એનરિકો લાવેજ્જોના જણાવ્યા પ્રમાણે, જે શહેરના લોકોને રિસર્ચમાં સામેલ કરવામાં આવ્યા હતા, મેમાં ત્યાંની 3.5 વસ્તી સંક્રમિત થઈ હતી. તેમાંથી મોટાભાગના એસિમ્પ્ટોમેટિક હતા. રિસર્ચ દરમિયાન સામે આવ્યું કે દર 4માંથી એક વ્યક્તિ પોતાના પરિવારમાં સંક્રમણ ફેલાવે છે.