તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જો તમે પણ બાળકોને 1 કે વાર છીંક આવે તો તરત એન્ટિબાયોટિક દવાઓ આપી દો છો તો હવે તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. બાળકોને વધારે પડતી એન્ટિબાયોટિક દવાઓ આપવાથી ભવિષ્યમાં તેમને અસ્થમા, મેદસ્વિતા અને એક્ઝિમા જેવી બીમારી થઈ શકે છે. આ દાવો અમેરિકાના મેયો ક્લીનિકના રિસર્ચમાં કરવામાં આવ્યો છે.
તે શરીરમાં સારા બેક્ટેરિયાનો નાશ કરે છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એન્ટિબાયોટિકનું કામ શરીરને નુક્સાન પહોંચાડનારા બેક્ટેરિયાનો નાશ કરવાનું છે, પરંતુ તે પેટ અને આંતરડાંમાં રહેલા ફાયદાકારક બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. તેને લીધે શરીરમાં સંક્રમણ સામે લડવાની શક્તિ ઓછી થઈ જાય છે.
14,500 બાળકોના હેલ્થ રેકોર્ડનું એનાલિસિસ
સંશોધકોએ 14,500 બાળકોના હેલ્થ કાર્ડનું એનાલિસિસ કર્યું. તેમાં 70% બાળકોને 2 વર્ષથી પણ ઓછી ઉંમરથી એન્ટિબાયોટિક આપવામાં આવતી હતી. ઓછી ઉંમરમાં એન્ટિબાયોટિક આપવાથી તેમનામાં અસ્થમા, મેદસ્વિતા, ફ્લૂ, એકાગ્રતામાં ઊણપ અને વધારે ગુસ્સો જેવી સમસ્યાઓનું કનેક્શન જોવા મળ્યું.
બેક્ટેરિયા સુપરબગ બની જાય છે
સંશોધક નાથન લીબ્રેઝર જણાવે છે કે, એન્ટિબાયોટિકનું કામ બેક્ટેરિયાનો નાશ કરવાનું છે. તે વાઈરસ અથવા ફંગસને મારતા નથી. જોકે ડૉક્ટર વાઈરલ સંક્રમણની સારવાર માટે એન્ટિબાયોટિક દવાઓ લેવાની સલાહ આપે છે. તેને લીધે હાનિકારક બેક્ટેરિયા સુપરબગ બની જાય છે અર્થાત તેમના પર દવાઓની કોઈ અસર થતી નથી.
એન્ટિબાયોટિકનો ઉપયોગ ઘટાડવો પડશે
સંશોધક નાથન લીબ્રેઝર જણાવે છે કે, પેનિસિલિન સૌથી કોમન એન્ટિબાયોટિક છે જે ડૉક્ટર પ્રિસ્ક્રાઈબ કરે છે. આ દવા બાળકોને ઓવરવેટ કરી શકે છે અથવા અસ્થમાનું જોખમ વધારી શકે છે. તેથી સૌથી સારો વિકલ્પ એ છે કે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ, જેથી બેક્ટેરિયા પર તે બિનઅસરકારક સાબિત ન થાય અને આવી બીમારીઓનું જોખમ વધી શકે નહિ.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.