ખીલ દૂર કરવાના એન્ટિબાયોટિક્સ ઇન્જેક્શનથી હવે કમરના દુખાવાના સારવાર થઈ શકશે. યુકેના ડૉક્ટર્સ આ ઇન્જેક્શનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ડૉક્ટરે કહ્યું કે, ઇન્જેક્શનમાં હાજર દવાનું નામ PP353 છે. તેનાથી લાખો લોકોને ગંભીર કમરના દુખાવામાંથી રાહત મળશે.
ડૉક્ટરે કહ્યું કે, આ એન્ટિબાયોટિક દવા ખીલ થવા પાછળ જવાબદાર બેક્ટેરિયાનો નાશ કરશે. રિસર્ચમાં ખબર પડી કે, આ દવા કમરના દુખાવાથી પીડિત દર્દીઓની ડેમેજ થયેલી સ્પાઈનલ ડિસ્કમાં રાહત આપે છે.
આ દાવો કરતા યુકે પર્સિયા ફાર્માસ્યુટિકલે કહ્યું કે, શરુઆતના ટ્રાયલથી અત્યાર સુધી ત્રણ લોકોની સારવાર કરી છે. તેમને દુખાવામાં રાહત મળી છે. હવે આ દર્દીઓ સ્વિમિંગ પણ કરી શકે છે.
બેક્ટેરિયાનો નાશ કરતી દવા કામ કેવી રીતે કરશે?
ડોક્ટરે કહ્યું કે, બેક પેનના ત્રણ મોટા કારણ હોય છે, સ્લિપ ડિસ્ક, આર્થ્રરાઈટિસ અને સ્પાઈનલ સ્ટેનોસિસ. વર્ષ 2013માં ડેન્માર્કમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે, સ્લિપ ડિસ્કની તકલીફથી પીડાતા 40% દર્દીઓમાં ક્યુટિબેક્ટેરિયમ બેક્ટેરિયાનું સંક્રમણ હતું. આ બેક્ટેરિયા ખીલ માટે પણ જવાબદાર છે.
ટ્રાયલ દરમિયાન PP353 એન્ટિબાયોટિકમાં ઇન્જેક્શન ડાયરેક્ટ ડિસ્કમાં આપવામાં આવે છે. આ દવા ડાયરેક્ટ બેક્ટેરિયા સુધી પહોંચે છે. દવા પહોંચતાની સાથે જ તે દુખાવા માટે જવાબદાર બેક્ટેરિયાનો ગ્રોથ અટકાવી દે છે. આ દવાનું ટ્રાયલ 40 દર્દીઓ પર કરવામાં આવી રહ્યું છે.
એક્સપર્ટે કહ્યું, મનુષ્યની કરોડરજ્જુમાં ડિસ્કની જેવી રચના હોય છે. તે ડેમેજ થતા દુખાવ શરુ થઈ જાય છે. ખીલના બેક્ટેરિયા મોઢા દ્વારા શરીરમાં પહોંચી જાય છે અને બ્લડમાં મિક્સ થઈને આખા શરીરમાં ફેલાય છે. સ્લિપ ડિસ્ક સાથે જોડાયેલી રક્ત વાહિનીઓ દ્વારા બેક્ટેરિયા શરીર સુધી પહોંચી જાય છે. તેને લીધે દુખાવો શરુ થાય છે.
5 વર્ષ જૂનો દુખાવો ઓછો થયો
શરુઆતના ટ્રાયલમાં સામેલ ત્રણમાંથી એક 44 વર્ષીય દર્દી સ્કોટ હેરિસે કહ્યું, મને છેલ્લા 5 વર્ષથી બેક પેન હતું. એન્ટિબાયોટિક દવાનું ઇન્જેક્શન લીધા પછી ઝડપથી દુખાવો ઓછો થયો. હવે હું સ્વિમિંગ પણ કરી શકું છું અને અન્ય લોકોની જેમ નોર્મલ લાઈફ પણ જીવું છું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.