રિસર્ચ / એન્ટિ-પેરાસિટિક દવાથી કોરોનાવાઈરસના કોષોનો ગ્રોથ 48 કલાકમાં નાશ પામે છે

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો
X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

  • આ રિસર્ચ મોનાશ યુનિર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું
  • આઈવરમેક્ટિન દવાનો સિંગલ ડોઝ 48 કલાકમાં વાઈરસના RNAનો નાશ કરે છે

દિવ્ય ભાસ્કર

Apr 06, 2020, 06:50 PM IST

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાવાઈરસની કોઈ ચોકક્સ દવા કે રસી શોધાઈ નથી. તેવામાં ઓસ્ટ્રેલિયાથી એક સારા સમાચાર સામે આવ્યા છે. મોનાશ યુનિર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલાં એક રિસર્ચ મુજબ, એન્ટિપેરાસિટિક દવા Ivermectin (આઈવરમેક્ટિન) 48 કલાકમાં કોરોનાવાઈરસના કોષોનો વિકાસ કરતાં રોકે છે.

એન્ટિવાઈરલ રિસર્ચ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ અનુસાર, આઈવરમેક્ટિન દવાનો સિંગલ ડોઝ 48 કલાકમાં વાઈરસના RNAનો નાશ કરે છે. રિસર્ચના કો-ઓથર કેઈલી અનુસાર આઈવરમેક્ટિન એક એન્ટિપેરાસિટિક દવા છે. તે HIV, ડેન્ગ્યુ, ઈન્ફ્લુએન્ઝા અને ઝિકા વાઈરસની સારવારમાં પણ ઉપયોગી છે. જોકે કારાનાવાઈરસની સારવાર માટે આ દવાનું હ્યુમન ટ્રાયલ થવું જરૂરી છે.

રિસર્ચર્સ અનુસાર આ દવાનો ઉયયોગ કોરોનાવાઈરસની સારવાર માટે કરવા માટે પ્રિ-ક્લિનિક ટેસ્ટિંગ અને ક્લિનિકલી ટ્રાયલની આવશ્યકતા છે. એન્ટિપેરાસિટિક એક પ્રકારની એન્ટિમાઈક્રોબિયલ દવા છે, જેમાં રહેલાં એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને ટાર્ગેટ કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી