તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એસિડિટીથી બચવા માટે લેવામાં આવતી એન્ટાસિડ દવા કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એન્ટાસિડના વેચાણ સાથે સંબંધિત નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે
  • નવા નિયમ હેઠળ એન્ટાસિડના રેપર પર એ ચેતવણી આપવી જરૂરી છે
  • ભારતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા મંગળવારે એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો

હેલ્થ ડેસ્ક. એસિડિટીથી બચવા માટે આપણા દેશમાં મોટા પ્રમાણેમાં એન્ટાસિડનું સેવન કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને એન્ટાસિડના વેચાણ સાથે સંબંધિત નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ દર્દીઓની સલામતી વધારવાનો છે. નવા નિયમ હેઠળ એન્ટાસિડના રેપર પર એ ચેતવણી આપવી જરૂરી છે કે તેનો ઉપયોગ કિડની માટે ખૂબ હાનિકારક હોઈ શકે છે.


ભારતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા મંગળવારે એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તમામ રાજ્યના નિયમનકારી અધિકારીઓ અને પ્રોટોન પંપ ઈન્હિબિટર્સ (PPI)ના ઉત્પાદકોએ જણાવ્યું હતું કે, એન્ટાસિડ માર્કેટમાં એક મોટો હિસ્સો છે અને મોટા પ્રમાણમાં લોકો આ દવાનું સેવન કરે છે. જો કે, આ દવાની વિપરીત અસર કિડની માટે ખૂબ જીવલેણ હોઈ શકે છે, તેની સાથે જોડાયેલી ચેતવણી દવાના પેકેજિંગ પર આપવી જોઈએ. જે આ દવાની એડવર્સ ડ્રગ રિએક્શન (ADR)છે. તે ઉપરાંત એવી દવાઓ જેમાં પેન્ટોપ્રોઝોલ, ઓમેપ્રઝોલ, લેન્સોપ્રોઝોલ, એસોમ્પ્રાઝોલ અને તેમનું સંયોજન સામેલ છે તેમના પેકેજિંગની અંદર પણ આ પ્રકારની ચેતવણી આપવામાં આવશે. તેના માટે દવાના પેકેજિંગમાં આ વિશે ચેતવણી લખેલ એક પેપર ઈન્સર્ટ કરવામાં આવશે અથવા પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ લેબલ પર સ્પષ્ટપણે જાણકારી આપવામાં આવશે.


થોડા મહિના પહેલાં નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન અને અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ‘નેશનલ કો-ઓર્ડિનેશન સેન્ટર ફોર ફાર્માકોવિજિલન્સ’ પ્રોગ્રામ પણ સામેલ હતો. તાજેતરના દિવસોમાં એન્ટિએસિડિટી પિલ્સ પર કરવામાં આવેલા ગ્લોબલ રિસર્ચમાં એ વાત સામે આવી કે ગેસ અને બળતરા જેવી સમસ્યાથી બચવા માટે લેવામાં આવતી દવાઓનો લાંબા સુધી ઉપયોગ કરવાથી કિડની ડેમેજ, એક્યૂટ રેનલ ડિસીઝ, ક્રોનિક કિડની ડિસીઝ અને ગેસ્ટ્રિક કેન્સર જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. પરંત આ રિસર્ચ ‘નેફ્રોલોજી જર્નલ’માં જ પ્રકાશિત કરવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે ઘણા ડોક્ટર્સને પણ આ દવાઓની આડઅસર વિશે જાણકારી નથી. પ્રોટોન પંપ ઈન્હિબિટર એ વિશ્વની ટોપ 10 પ્રિસ્ક્રાઈબ્ડ ડ્રગ્સ ક્લાસમાં સામેલ છે, જેનો ઉપયોગ એસિડ અને અપચાની સમસ્યાને દૂર કરવા માટે થાય છે. પરંતુ ઓર્થોપેડિક્સ, કાર્ડિયોલોજી, આંતરિક દવા અને સર્જરી જેવી સ્થિતિઓમાં પણ નિયમિતપણે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

એસિડિટીની સમસ્યાથી બચવા માટે પીપીઆઈનો ઉપયોગ અંદાજે 20 વર્ષ પહેલાં શરૂ થયો હતો. ત્યારથી આ દવાઓ વિશે એવી માન્યતા છે કે, તે ખૂબ સલામત દવાઓ છે. પીપીઆઈ અત્યાર સુધી ગેસ્ટ્રોએન્ટરોલજિસ્ટ, ચિકિત્સકો અને અન્ય નિષ્ણાતોના એક મોટા વર્ગના મતે પણ તે સુરક્ષિત હતી, પરંતુ દર્દીઓને તેના લીધે નુકસાન ઉઠાવવું પડ્યું છે. તેના કારણે આ દવાઓનો વપરાશ હવે ઓછો થવા લાગ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો