• Gujarati News
  • Lifestyle
  • Health
  • American Scientists Developing Corona Vaccine From Python Venom, Find Out Why And How It Will Protect Against The Virus

ઝેરનું મારણ ઝેર:અજગરના ઝેરથી કોરોનાની વેક્સિન બનાવી રહ્યા છે અમેરિકાના વૈજ્ઞાનિકો, જાણો તે કેવી રીતે વાઇરસથી બચાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 ફૂટના અજગરમાંથી કાઢવામાં સ્ક્વેલિનથી વેક્સિનના 3500 ડોઝ તૈયાર કરવામાં આવશે - Divya Bhaskar
10 ફૂટના અજગરમાંથી કાઢવામાં સ્ક્વેલિનથી વેક્સિનના 3500 ડોઝ તૈયાર કરવામાં આવશે
  • અજગરમાં 'સ્ક્વેલિન' નામનો પદાર્થ જોવા મળે છે, જે ઈમ્યુનિટી વિકસિત કરે છે
  • સ્ક્વેલિનથી પહેલી વખત 1997માં ઈન્ફ્લુએન્ઝા વેક્સિન બનાવવામાં કરવામાં આવી હતી

અમેરિકાના સંશોધકો અજગરના ઝેરથી કોરોનાની વેક્સિનની તૈયાર કરી રહ્યા છે. તેમનો દાવો છે કે અજગરમાં 'સ્ક્વેલિન' નામનો પદાર્થ જોવા મળે છે, જે ઈમ્યુનિટી વિકસિત કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, આ પદાર્થ સુરક્ષિત છે. અમેરિકાના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડિસ્કવરી ગ્રુપ માનસિક બીમારીઓ પર નવી દવાઓ શોધવા માટે ફેમસ છે. આ ગ્રુપ સંબંધિત સંશોધક ડસ્ટિન ક્રમ અને ડેરિલ થોમ્પસન વેક્સિન પર કામ કરી રહ્યા છે.

10 ફૂટના અજગરમાંથી વેક્સિનના 3500 ડોઝ તૈયાર થશે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 10 ફૂટના અજગરમાંથી કાઢવામાં સ્ક્વેલિનથી વેક્સિનના 3500 ડોઝ તૈયાર કરવામાં આવી શકે છે. વિવાદોને ટાળવા માટે સંશોધનકારો કૃત્રિમ સ્ક્વેલિન બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી સફળતા નથી મળી, તેથી અજગરના ઝેરમાંથી જ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે.

1997માં ઈન્ફ્લુએન્ઝા વેક્સિનમાં પણ ઉપયોગ થયો હતો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, સ્ક્વેલિનથી પહેલી વખત 1997માં ઈન્ફ્લુએન્ઝા વેક્સિન બનાવવામાં કરવામાં આવી હતી. એ દરમિયાન વેક્સિનના 2.2 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે વર્તમાનમાં આપવામાં આવતી ફાઈઝરની કોવિડ વેક્સિનમાં સ્ક્વેલિનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ફાઈઝરના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, અમે કોરોનાવાઇરસની વેક્સિનમાં સ્ક્વેલિનનો ઉપયોગ નથી કર્યો. ન તો મનુષ્ય અથવા પ્રાણીઓમાંથી વસ્તુઓ લઈને નાખવામાં આવી છે.

અજગરનું ઝેર જ કેમ?
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સ્ક્વેલિન તેલ જેવો દેખાતો પદાર્થ છે. તે શાર્ક માછલીના લિવરમાં જોવા મળે છે, પરંતુ માછલીઓમાંથી તેને કાઢવું વિવાદનું કારણ બની શકે છે. તેથી એને કાઢવા માટે બર્મીઝ અજગરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

માછલીઓના સંરક્ષણ સંબંધિત સંસ્થા શાર્ક એલાઈઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્ટેફની બ્રેન્ડિલના જણાવ્યા પ્રમાણે, એવા જીવો જેમની સંખ્યા પહેલેથી જ ઓછી છે એમાંથી કંઈક પ્રાપ્ત કરવું એ લાંબા સમય માટે યોગ્ય નથી.

કોરોનાની મહામારી કેટલો સમય સુધી રહેશે એ વિશે કંઈ કહી શકાય એમ નથી, પરંતુ એના માટે શાર્કનો ઉપયોગ કરવામાં આવે છે તો મોટી સંખ્યામાં એની જરૂર પડશે. અમે વેક્સિનનું પ્રોડક્શન બંધ કરવા નથી માગતા, પરંતુ શાર્કમાંથી લેવામાં આવતા સ્ક્વેલિનનો બીજો ઓપ્શન શોધવો જરૂરી છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સાપના ઝેરમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે. હજારો વર્ષોથી અજગરનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અમે અજગરનો ઉપયોગ એટલા માટે પણ કરી રહ્યા છે, કેમ કે એ અમેરિકાના કેટલાક ભાગમાં ઝડપથી વધી રહ્યા છે અને પ્રાણીઓનો શિકાર કરીને એની હત્યા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...