સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા:હાડકાં થાય છે મજબૂત, કબજિયાતની સમસ્યા થાય દૂર અને બ્લ્ડપ્રેશર રહે છે કંટ્રોલમાં, અંજીર ખાવાની આ છે સાચી રીત

એક મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

સવાર-સવારમાં જંક ફૂડ કે બીજો કોઈ નાસ્તો કરવાને બદલે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ. એ સમયે તમે અંજીરનું સેવન પણ કરી શકો છો. સવારે ખાલી પેટે અંજીર ખાવાથી સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. આ સાથે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એમાંથી પણ છુટકારો મળે છે. ખાલી પેટે અંજીર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ડાયટિશિયન અનુ અગ્રવાલ પાસેથી જાણીએ ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા...

ખાલી પેટે અંજીર ખાવાથી થાય છે આ ફાયદા...
અંજીર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન A અને વિટામિન B ભરપૂર પ્રમાણમાં હોય છે. અંજીરમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. ખાલી પેટે અંજીર ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. અંજીર ખાવાથી કબજિયાત દૂર થાય છે, શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ખાલી પેટે અંજીર ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.

કબજિયાતની સમસ્યા દૂર થાય
તો અંજીર પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાથી કબજિયાતની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. એનાથી ફાઈબરથી પાચન સુધરે છે. તે ગેસ, એસિડિટી અને અપચોથી પણ રાહત આપે છે.

વજનને ઓછું કરે
જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે સવારે ખાલી પેટે અંજીર ખાવું વધુ ફાયદાકારક છે. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી લાંબા સમય સુધી ભૂખને રોકે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. સ્થૂળતાથી પીડિત લોકો તેને સવારના નાસ્તામાં સામેલ કરી શકે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
અંજીર બ્લડપ્રેશર અને બ્લડ ફેટ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, અંજીરને ડાયટમાં સામેલ કરવાથી હાર્ટની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.

માથાના દુખાવામાં રાહત
માથાના દુખાવાની સમસ્યામાં અંજીર ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, અંજીરના ઝાડની છાલને પીસીને માથા પર લગાવવાથી માથાના દુખાવામાં જલદી આરામ મળે છે.

વાળ અને સ્કિન માટે ફાયદાકારક
વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલ બંને જરૂરી છે. અંજીરમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે, જે ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે.

બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે
બ્લડપ્રેશર માટે અંજીર ખૂબ જ ફાયદાકારક છે. અંજીરમાં હાજર એન્ટીઑકિસડન્ટ, પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ જો તમને હાઈ બ્લડપ્રેશર હોય તો ડોક્ટરની સલાહ પર જ અંજીરનું સેવન કરો.

હાડકાં મજબૂત કરે છે
અંજીરમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત કરે છે. જો હાડકાંમાં વારંવાર દુખાવો થતો હોય તો તમારે અંજીર અવશ્ય ખાવા જોઈએ/.

અંજીર છે એનર્જીથી ભરપૂર
અંજીરમાં પોષકતત્ત્વોનો ખજાનો છે. એમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમે હંમેશાં ફ્રેશ રહી શકો છો. અંજીર અને દૂધનું એકસાથે સેવન કરવાથી તમને એનર્જી મળશે. જો તમે ઈચ્છો તો સવારે ખાલી પેટે અંજીર પણ ખાઈ શકો છો, જેનાથી તમે દિવસભર ઊર્જાનો અનુભવ કરશો.

અંજીર ખાવાની આ છે સાચી રીત
પલાળેલા અંજીર ખાવા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આ માટે 2-3 સૂકાં અંજીરને અડધા કપ પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે એનું સેવન કરો. જો તમે ઈચ્છો તો તેની સાથે પલાળેલી બદામ, કિસમિસ કે અખરોટ ખાઈ શકો છો.

દિવસમાં કેટલા અંજીર ખાવાં જોઈએ ?
અંજીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એમાં ઘણાં જરૂરી પોષકતત્ત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે. હેલ્ધી વ્યક્તિએ દિવસમાં બે કે ત્રણ અંજીરનું સેવન કરવું જોઈએ.

સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા
ખાલી પેટે પલાળેલાં અંજીરનું સેવન કરવાથી કબજિયાત, અપચો જેવી પેટ સંબંધિત સમસ્યાઓમાં દૂર થાય છે.

અંજીરની તાસીર કેવી હોય છે?
જો આપણે અંજીરના ફળની અસર વિશે વાત કરીએ તો એની તાસીર ઠંડી છે. જ્યારે સૂકાં અંજીર પ્રકૃતિમાં ગરમ ​​હોય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ડૉક્ટરની સલાહ પર ઉનાળામાં અંજીરનું સેવન કરવું જોઈએ.

અંજીર ખાવાના ફાયદા શું છે?
અંજીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. કરચલીઓ, વાળની ​​સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર, કેન્સરથી બચવા માટે અંજીર બેસ્ટ છે.

પલાળેલા અંજીર ખાવાથી શું ફાયદો થાય છે?
પલાળેલા અંજીરનું સેવન માત્ર કોલેસ્ટ્રોલ લેવલને જ કંટ્રોલ કરી શકતું નથી, પરંતુ તે પેટ, હૃદય, કબજિયાત, અસ્થમાની સમસ્યામાં પણ રાહત આપે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.