આલ્કોહોલથી કેન્સરને નોતરું:આલ્કોહોલને કારણે 2020માં કેન્સરના 7.41લાખ કેસ સામે આવ્યા, દર 25માંથી એક વ્યક્તિને આલ્કોહોલનાં કારણે કેન્સર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2010થી આલ્કોહોલનું કન્ઝપ્શન અને અન્ય આંકડાને 2020માં કેન્સરની ઘટનાઓ સાથે કનેક્ટ કરી રિપોર્ટ તૈયાર કરાયો
  • રિસર્ચ ડેટા પ્રમાણે, આલ્કોહોલને કારણે 77% પુરુષો અને 23% મહિલાઓ કેન્સરનો ભોગ બની

જો તમે આલ્કોહોલનું સેવન કરો છો તો આ સમાચાર તમને અલર્ટ કરનારા છે. આલ્કોહોલનું સેવન અનેક પ્રકારનાં કેન્સરને નોતરું આપી શકે છે. દુનિયામાં ગયા વર્ષે આવેલા કેન્સરના કેસમાંથી 7,41,300 અર્થાત 4% આલ્કોહોલને કારણે કેન્સર થયા હોવાનું સામે આવ્યું છે. દર 25માંથી 1 માણસને આલ્કોહોલને કારણે કેન્સર થાય છે.

આલ્કોહોલ સંબંધિત રિસર્ચમાં જાણવા મળ્યું કે, તેમાં મોટા ભાગના કેસમાં લિવર, ઈસોફેગસ અને બ્રેસ્ટ કેન્સર થાય છે. આ દાવો આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે પોતાનાં રિસર્ચમાં કર્યો છે.

200થી વધારે દેશોમાં આલ્કોહોલ સેલિંગના રેકોર્ડ
સાયન્સ જર્નલ લેન્સેટ ઓન્કોલોજીમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, આલ્કોહોલ અને કેન્સર વચ્ચે કનેક્શન સમજવા માટે વૈજ્ઞાનિકોએ 200થી વધારે દેશોમાં આલ્કોહોલનાં વેચાણ અને ત્યાંના મેડિકલ રેકોર્ડનું એનાલિસિસ કર્યું. રિપોર્ટ પ્રમાણે, 2010થી આલ્કોહોલનું કન્ઝપ્શન અને અન્ય આંકડાને 2020માં કેન્સરની ઘટનાઓ સાથે કનેક્ટ કરવામાં આવી. ત્યારબાદ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું.

મંગોલિયા પ્રથમ સ્થાને અને સૌથી ઓછા કેસ કુવૈતમાં
આ લિસ્ટમાં બ્રિટન 38મા નંબરે છે. અહીં કેન્સરના 16,800 નવા દર્દી સામે આવ્યા અને આ કેસનું કારણ આલ્કોહોલનું સેવન સામે આવ્યું. અમેરિકામાં આશરે 3% કેન્સરના કેસ વધારે આલ્કોહોલનાં સેવનનાં કારણે સામે આવ્યા. અમેરિકામાં નવા દર્દીઓની સંખ્યા 52,700 હતી.

મંગોલિયા લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. અહીં કેન્સરના દર 10માંથી એક કેસ આલ્કોહોલનાં સેવનને કારણે છે. આ રીતે કુવૈત જ્યાં આલ્કોહોલ પર બૅન છે ત્યાં આલ્કોહોલને લીધે કેન્સરના કેસ સૌથી ઓછા છે.

મહિલાઓમાં કેન્સરનું જોખમ ઓછું, 23% જ શિકાર
ગ્લોબલી આલ્કોહોલને કારણે કેન્સરના કેસો પરુષોની સરખામણીએ મહિલાઓમાં ઓછા જોવા મળ્યા. રિસર્ચ ડેટા પ્રમાણે, આલ્કોહોલને કારણે 77% પુરુષો અને 23% મહિલાઓ કેન્સરનો ભોગ બની.

પુરુષોમાં દર 7માંથી 1 કેસ આલ્કોહોલ સાથે કનેક્ટેડ છે. આવા લોકો દિવસમાં મિનિમમ 2 પેગ પીવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, તેમનાં રિસર્ચમાં આલ્કોહોલનું સેવન કરનારા લોકો પર કોરોના મહામારીની અસર જોવા મળી નહિ.

અન્ય સમાચારો પણ છે...