ચાઉમીન-મંચુરિયન ખાનારાઓ સાવચેત રહેજો:તેમાં હાજર આજીનોમોટો હૃદય રોગ અને હાયપરટેન્શનનું કારણ બને છે, બાળકો માટે પણ જોખમી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાઉમીન-મંચુરિયન અને સ્પ્રિંગરોલમાં ઉમેરવામાં આવતો આજીનોમોટો આ વાનગીઓના સ્વાદને વધારે તો છે પણ તેને ખાવાથી શરીરને અમુક પ્રકારની આડઅસરોનો ભોગ પણ બનવું પડે છે. ઈલાહબાદ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સંશોધકોની વાત માનીએ તો તેને ખાવાથી લોકો હૃદયરોગ સહિત અનેક પ્રકારની સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓનો શિકાર બને છે.

પહેલા જાણી લો, શું છે આજીનોમોટો?
આજીનોમોટો એક પ્રકારનું કેમિકલ સોલ્ટ છે. તેને મોનો સોડિયમ ગ્લૂમેટ(MSG) પણ કહેવામાં આવે છે. વર્ષ 1909માં એક વ્યવસાયિક બ્રાન્ડના સ્વરુપમાં તે સામે આવ્યું. સ્વાદ વધારવા માટે તેનો ઉપયોગ નૂડલ્સ, મોમોઝ, ચિપ્સ, સૂપ વગેરેમાં કરવામાં આવતો હતો. MSG ટમેટા અને ચીઝમાં પ્રાકૃતિક રુપે હોય છે. વર્ષ 1908માં જાપાનના એક રાસાયણિક વૈજ્ઞાનિક કિકુનાય એકેડાએ આજીનોમોટોની શોધ કરી હતી. તેમાં એમિનો એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પહેલા થયેલી શોધમાં પણ આ પદાર્થને સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાવવામાં આવ્યો છે.

MSGના કારણે હાયપર ટેન્શન અને હૃદયરોગનું જોખમ
ઈલાહાબાદ યુનિવર્સિટીની આ રિસર્ચ ઈન્ડિયન જર્નલ ઓફ ક્લિનિકલ બાયોકેમેસ્ટ્રીમાં રજૂ થયેલી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, MSGના ઓછા ડોઝથી સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તેનો નિર્ધારિત ડોઝ લેવા પર પણ તમનેઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સોજા જેવી સમસ્યાઓ થવાનો ખતરો રહે છે. આજીનોમોટોથી હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ અને વહેલા વૃદ્ધત્વ આવવાની સમસ્યા પણ થઈ શકે છે.

MSGના કારણે નાના બાળકો અને ગર્ભમાં રહેતા બાળકમાં લોહી અને મગજની સમસ્યાઓ રહી શકે છે.
MSGના કારણે નાના બાળકો અને ગર્ભમાં રહેતા બાળકમાં લોહી અને મગજની સમસ્યાઓ રહી શકે છે.

બાળકો માટે જવલેણ છે MSG
સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે, બાળકો માટે પણ MSG જીવલેણ છે. તેમને ખૂબ જ ઓછા સમયમાં તેની આદત લાગી જાય છે. નાના બાળકો અને ગર્ભમાં રહેતા બાળકમાં લોહી અને મગજની સમસ્યાઓ રહી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના બાળકોના ડાયટમાં જંકફૂડ અને અજિનોમોટોથી ભરપૂર ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. તે તેનાથી એટલા બધા ટેવાઈ જાય છે કે, તેના વિના તેમને ખોરાકનો સ્વાદ પણ ઝાંખો પડવા લાગે છે.

ઉંદરો પર સંશોધન શરુ થયું
સંશોધનમાં ઉંદરોને નિરંતર 3 અઠવાડિયા સુધી આજીનોમોટો ખવડાવવામાં આવ્યું. આજીનોમોટોની એક ડોઝ 30 મિલીગ્રામ અને બીજી ડોઝ 100 મિલીગ્રામ નક્કી કરવામાં આવી છે. પરિણામોમાં જ્યાં 30 મિલીગ્રામ ડોઝની કોઈ અસર જોવા ના મળી તો બીજી તરફ 100 મિલીગ્રામ MSGના ડોઝ બાદ આડઅસરો સામે આવી. ઉંદરોના મગજ પર તેનો પ્રભાવ જોવા મળ્યો.