તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્ભ સુધી ઝેરી હવાની અસર:વાયુ પ્રદૂષણથી ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં દર વર્ષે 3.50 લાખ ગર્ભપાત, આ દુનિયાના સૌથી પ્રદૂષિત વિસ્તારો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેન્સેટ જર્નલમાં પબ્લિશ તાજેતરના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, વાયુ પ્રદુષણ અને ગર્ભપાતનો સીધો સંબંધ છે
  • ભારત સહિત પાડોશી દેશ વાયુ ગુણવત્તા સ્તરને સુધારે તો 7% સુધી પ્રેગ્નન્સી લૉસ રોકી શકાય છે

દુનિયાના જે વિસ્તારોની હવા સૌથી વધારે પ્રદૂષિત છે ત્યાં ગર્ભાવસ્થામાં તકલીફો, ગર્ભપાત અને મૃત બાળકોના જન્મ લેવાના કેસો વધારે છે. લેન્સેન્ટ હેલ્થ જર્નલના એક નવાં રિસર્ચ પ્રમાણે, વાયુ પ્રદૂષણ અને ગર્ભપાતનો સીધો સંબંધ છે. રિપોર્ટ કહે છે વાયુ પ્રદૂષણ રોકવું જરૂરી છે.

ભારત સહિત પાડોશી દેશોમાં વાર્ષિક 3.49 લાખ ગર્ભપાત
રિસર્ચર્સને જોવા મળ્યું છે કે, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વધારે વાયુ પ્રદૂષણને કારણે વાર્ષિક 3.49 લાખ ગર્ભપાત થઈ રહ્યા છે. રિસર્ચ પ્રમાણે, જો ભારત વાયુ પ્રદૂષણને ઓછું કરે છે તો દર વર્ષે ગર્ભપાતના કેસ 7% ઓછાં થઈ શકે છે.

વાયુ પ્રદૂષણ ગર્ભનાળ પણ ડેમેજ કરી શકે છે
વાયુ પ્રદૂષણ માતા અને બાળકોને જોડતી ગર્ભનાળને ડેમેજ કરી ભ્રૂણ સુધી નુક્સાન પહોંચાડે છે. રિસર્ચર્સે દાવો કર્યો છે કે સાઉથ એશિયામાં પ્રેગ્નન્સી પર પ્રદૂષણની અસર જણાવતી આ પ્રથમ સ્ટડી છે. સાઉથ એશિયામાં ગર્ભને નુક્સાન થવાના કેસ દુનિયામાં સૌથી વધારે છે. આ દુનિયાનો સૌથી વધારે PM 2.5 પ્રદૂષિત વિસ્તાર છે.

ભારતમાં હવા WHOના માનક કરતાં 4ગણી ખરાબ
રિસર્ચર્સને વર્ષ 2000થી 2016 વચ્ચે જાણવા મળ્યું કે દક્ષિણ એશિયામાં પ્રદૂષિત હવાના કારણે 7.1% સુધી ગર્ભપાત થયા. ભારતનું વર્તમાન એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ 40 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન પ્રમાણે, 10 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર સુરક્ષિત માનવામાં આવે છે.

એર પોલ્યુશનથી ગર્ભવતી મહિલાઓ બચીને રહે
એક્સપર્ટનું કહેવું છે કે, પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ વધારે સાવતેચી રાખવાની જરૂર છે. તેનાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર થાય છે. માતા જે પણ ખાય છે તે સીધું બાળકને મળે છે. દૂષિત હવામાં શ્વાસ લેવાથી પણ બાળક પર અસર થાય છે. તેનાથી પ્રી-મેચ્યોર ડિલીવરીનું જોખમ રહે છે. જન્મ સમયે બાળકનું વજન ઓછું થઈ શકે છે. તેને લીધે કુપોષણની સમસ્યા થઈ શકે છે.

લિવિંગ એરિયામાં સાફ હવાની વ્યવસ્થા કરો
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, લિવિંગ એરિયામાં શુદ્ધ હવા માટે તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી જરૂરી છે. તેના માટે ઘરના ગાર્ડનમાં એર પ્યોરિફાઈંગ પ્લાન્ટ્સ લગાવી શકો છો. સવારે-સાંજે ઘરના દરવાજા અને બારી ખૂલ્લી રાખો. તેનાથી હવા વેન્ટિલેટેડ રહેશે. સાથે પોતાની ડાયટમાં ફેરફાર કરો. તેનાથી એર પોલ્યુશનથી થતી બીમારીથી બચી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser