તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Air Pollution Can Reduce The Life Expectancy Of Indians By 9 Years, 35 Of The World's Top 50 Most Polluted Cities In India

રિપોર્ટ:વાયુ પ્રદૂષણને કારણે ભારતીયોની ઉંમર 9 વર્ષ સુધી ઘટી શકે છે, દુનિયાના ટોપ-50 પ્રદૂષિત શહેરોમાંથી 35 ભારતના

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિકાગો યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં દાવો કર્યો
  • નિયાના અન્ય શહેરોની સરખામણીએ ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણનું સ્તર 10ગણું વધારે

વાયુ પ્રદૂષણની અસર આપણી ઉંમર પર પણ થઈ રહી છે. અમેરિકન સંશોધકોએ તેમનાં રિસર્ચમાં આ ચોંકાવનારો દાવો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, વાયુ પ્રદૂષણ ભારતીયોની ઉંમરમાં 9 વર્ષ બાદ કરવા માટે જવાબદાર બની શકે છે. દુનિયાભરમાં વધી રહેલા પ્રદૂષણની અસર ઉત્તર પ્રદેશમાં રહેતા 48 કરોડ લોકો પર પડી રહી છે. તેને કન્ટ્રોલ કરવામાં ન આવ્યું તો દેશના અન્ય ભાગમાં તેની ખરાબ અસર જોવા મળી શકે છે.

આ રિસર્ચ કરનાર શિકાગો યુનિવર્સિટીના 'ધ એનર્જી પોલિસી ઈન્સ્ટિટ્યુટ'ના સંશોધકોનું કહેવું છે કે, વાયુ પ્રદૂષણથી મુક્ત થવા માટે તેને કન્ટ્રોલ કરે તેવી પોલિસી લાગુ કરવાની જરૂરિયાત છે.

ઉત્તર ભારતમાં પ્રદૂષણ ખતરનાક
રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરના પ્રદૂષિત શહેરોનાં રેન્કિંગમાં ભારતીયો શહેરોની સંખ્યા વધી રહી છે. દુનિયાભરમાં ઝેરી હવાને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે. દુનિયાના અન્ય શહેરોની સરખામણીએ ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણનું સ્તર 10ગણું વધારે છે.

રિપોર્ટ પ્રમાણે, ખેતરમાં પાક સળગાવાથી, ઈંટની ભઠ્ઠી અને ઔદ્યોગિક ગતિવિધિને કારણે પ્રદૂષણકારક સૂક્ષ્મ કણોને વેગ મળે છે. આવા સૂક્ષ્મ કણોથી થતાં પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય જોખમાય છે. છેલ્લા એક દાયકામાં એર પોલ્યુશન વધીને પશ્ચિમ અને મધ્ય ભારતના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પહોંચ્યું છે. અહીંના લોકોની સરેરાશ ઉંમર 3 વર્ષ ઓછી થઈ રહી છે.

ઉંમરમાં દાયકો વધારવા WHOની ગાઈડલાઈનનું પાલન જરૂરી
ધ એનર્જી પોલિસી ઈન્સ્ટિટ્યુટ તરફથી જાહેર કરાયેલા એર ક્વોલિટી ઈન્ડેક્સ રિપોર્ટ પ્રમાણે, દિલ્હીના લોકોએ પોતાની ઉંમર 10 વર્ષ વધારવી હોય તો WHOની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

ગાઈડલાઈન કહે છે કે, હવામાં રહેલા PM 2.5 પાર્ટિકલ (પ્રદૂષણનું કારણ બનતાં સૂક્ષ્મ કણો)નું વાર્ષિક સ્તર 10 µg/m³થી વધારે ન હોવા જોઈએ. 2019ના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં PM 2.5નું લેવલ 70.3 µg/m³ હતું. તે અન્ય દેશોની સરખામણીએ સૌથી વધારે હતું.

પાડોશીઓ રાજ્યોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ
રિપોર્ટ પ્રમાણે, વાયુ પ્રદૂષણ વધારવામાં પાડોશી રાજ્યોની ભૂમિકા છે. ભારત, બાંગ્લાદેશ, નેપાલ અને પાકિસ્તાનમાં થનારું વાયુ પ્રદૂષણ દુનિયાભરમાં થતાં વાયુ પ્રદૂષણનો એક ચતુર્થાંશ ભાગ છે. આ તમામ દેશ વાયુ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ટોપ-5 દેશમાં સામેલ છે.

રિપોર્ટ પ્રમાણે, ચીને અપનાવેલી નીતિથી પોલ્યુશન ઓછું કરી શકાય છે. ચીનમાં કડક નિયમોને કારણે 2013થી અત્યાર સુધી PM પાર્ટિકલમાં 29%નો ઘટાડો આવ્યો છે.

દુનિયાના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 35 ભારતના
વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020માં 106 દેશોનાં વાયુ પ્રદૂષણ લેવલનું અવલોકન કરવામાં આવ્યું. રિપોર્ટ પ્રમાણે, દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત 50 શહેરોમાંથી 35 ભારતના છે. તેમાં દિલ્હી સૌથી પ્રદૂષિત રાજસ્થાની છે.