સ્મોકિંગ ન કરનારા લોકો પણ કેન્સરના શિકાર:સંશોધનમાં દાવો થયો, એર પોલ્યુશન શરીરમાં કેન્સર સેલ્સ એક્ટિવેટ કરે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

લંગ કેન્સર એટલે કે ફેક્સાના કેન્સરના વધુ પડતા દર્દીઓ ધૂમ્રપાન કરનારા હોય છે પણ લંડનના ફ્રાંસિસ ક્રિક ઈન્સ્ટિટ્યુટના એક નવા અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણના કારણે પણ આ કેન્સર થઈ શકે છે. તેમાં સ્મોકિંગનો કોઈ જ રોલ નથી. પર્યાવરણમાં હાજર દૂષિત હવા ફક્ત ફેક્સાનું કેન્સર જ નહી પણ બીજા અનેક પ્રકારના કેન્સરથી મૃત્યુદરના જોખમને વધારી શકે છે.

હવાના કયા કણ હાનિકારક છે?
હવામાં હાજર રજકણો(PM) માનવ ફેફસા માટે ઝેરથી ઓછાં નથી. વૈજ્ઞાનિકોના મતે PM 2.5 પાર્ટિકલ કેન્સરનું કારણ બની શકે છે. આ કણ હવામાં રહેલા એવા કણ હોય છે કે, જેનું કદ 2.5 માઇક્રોમીટર કે તેથી ઓછું હોય છે. તેના કારણે તમે અકાળે મૃત્યુનો ભોગ પણ બની શકો છો. WHO મુજબ PM 2.5 કણો ફેફસાંમાં પ્રવેશી શકે છે અને તમારા લોહીમાં વહી શકે છે. તેનાથી હૃદય અને મગજ બંને જોખમમાં મુકાય છે. તે બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.

વૈજ્ઞાનિકોના મતે PM 2.5 પાર્ટિકલ કેન્સરનું કારણ બની શકે છે.
વૈજ્ઞાનિકોના મતે PM 2.5 પાર્ટિકલ કેન્સરનું કારણ બની શકે છે.

હવાના પ્રદૂષણથી કેન્સર કેવી રીતે થાય છે?
સંશોધકોએ જણાવ્યું હતું કે, સમય જતાં આપણાં DNA ડેમેજ થઇ જાય છે. PM 2.5 કણ શરીરના જૂના અને ક્ષતિગ્રસ્ત કોષોને ફરીથી ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ કોષોમાં સોજો આવી જાય છે, જેના કારણે ફેફસાં તેનો ઇલાજ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ, 50 વર્ષીય વ્યક્તિમાં દર 6 લાખ કોષોમાંથી એકને કેન્સર થવાની સંભાવના છે. તે પ્રદૂષણ દ્વારા પણ સક્રિય થાય છે, જે આગળ જતાં ફેફસાનાં કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે.

ઉંદરમાં કેન્સરને રોકવામાં સફળતા મળી
આ રિસર્ચ એટલા માટે મોટું છે, કારણ કે વૈજ્ઞાનિકોએ કેન્સરને માત્ર વાયુ પ્રદૂષણ સાથે જ નથી જોડ્યું, પરંતુ તેને રોકવા માટે એક દવાનો પણ ઉપયોગ કર્યો છે. તેણે ઉંદર પર આ દવાનો ઉપયોગ કર્યો હતો અને તેમના શરીરમાં કેન્સરના કોષોને સક્રિય થતા અટકાવ્યા હતા. રિસર્ચર ડૉક્ટર એમિલિયા લિમનું કહેવું છે કે, અમુક લોકો બિલકુલ સ્મોકિંગ નથી કરતા તેમછતાં ફેફસાના કેન્સરનો શિકાર બને છે, તે સમજી શકતા નથી કે આવું કેમ થાય છે?

અમુક લોકો બિલકુલ સ્મોકિંગ નથી કરતા તેમછતાં ફેફસાના કેન્સરનો શિકાર બને છે,આવું કેમ થાય છે?
અમુક લોકો બિલકુલ સ્મોકિંગ નથી કરતા તેમછતાં ફેફસાના કેન્સરનો શિકાર બને છે,આવું કેમ થાય છે?

99% લોકો પ્રદૂષિત સ્થળોએ રહે છે
ડૉ.લીમે જણાવ્યું હતું કે, વિશ્વની 99 ટકા વસ્તી એવા સ્થળોએ રહે છે કે, જ્યાં વાયુ પ્રદૂષણને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માર્ગદર્શિકાનું પાલન થતું નથી એટલે કે પૃથ્વી પર 797 કરોડ લોકો ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. આ આંકડાઓ માટે WHOની ટીમે 117 દેશોના 6000થી વધુ શહેરોની હવાની ગુણવત્તા પર નજર રાખી હતી. આ સમસ્યા સૌથી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થઈ રહી છે.