તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • AIIMS Latest Study No Deaths In Patients Re Infected With Covid Even After Vaccination Prior Infection Cuts COVID 19 Infection Risk For Up To 10 Months

રિસર્ચ:કોરોનાથી સ્વસ્થ થયેલાં લોકોને 10 મહિના સુધી રી-ઈન્ફેક્શનનું જોખમ ઓછું, વેક્સિન લીધા બાદ રી-ઈન્ફેક્શનમાં મૃત્યુનું જોખમ નહિ-AIIMSનો દાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AIIMSના રિસર્ચમાં દર્દીઓને રી-ઈન્ફેક્શન થયું તેમનામાં ન તો ગંભીર લક્ષણો જોવાં મળ્યાં ન તો તેમની સ્થિતિ ગંભીર બની
  • યુનિવર્સિટી કોલેજ લંડનના રિસર્ચ પ્રમાણે, કોરોના થઈ ચૂકેલો હોય તેવાં લોકોને 10 મહિનાની અંદર સંક્રમણ થવાનું જોખમ 85% ઓછું હોય છે

કોરોનાથી સંક્રમિત થઈને સાજા થયેલાં લોકોમાં એન્ટિબોડી ઘણા સમય સુધી કોરોના સામે રક્ષણ આપે છે. કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને આગામી 10 મહિના સુધી સંક્રમણ થવાનું જોખમ ના બરાબર હોય છે. આ વાત યુનિવર્સિટી કોલેજ લંડનના રિસર્ચમાં સામે આવી છે. રિસર્ચ પ્રમાણે, જે લોકોને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે તેમને 10 મહિનાની અંદર સંક્રમણ થવાનું જોખમ 85% ઓછું હોય છે.

રી ઈન્ફેક્શનના કેસ ઓછા
રિસર્ચર મારિયા ક્રિટીકોવનું કહેવું છે કે, કોરોનાનું સંક્રમણ થઈ ગયા બાદ શરીરમાં રહેલા એન્ટિબોડી ઉચ્ચ લેવલની સુરક્ષા આપે છે. એક વાર સંક્રમિત થઈ ગયા બાદ રી ઈન્ફેક્શનનું જોખમ ઓછું હોય છે.

કોરોનાનું સંક્રમણ થઈ ગયા બાદ શરીરમાં રહેલા એન્ટિબોડીથી ઉચ્ચ લેવલની સુરક્ષા મળે છે
કોરોનાનું સંક્રમણ થઈ ગયા બાદ શરીરમાં રહેલા એન્ટિબોડીથી ઉચ્ચ લેવલની સુરક્ષા મળે છે

રિસર્ચમાં સરેરાશ 86 વર્ષની ઉંમરવાળા 682 કેર હોમ રેસિડેન્ટ અને 1429 સ્ટાફ મેમ્બર્સને સામેલ કરાયા હતા. ગયા વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં તપાસમાં માલુમ થયું કે આ તમામ લોકોમાંથી એક તૃતયાંશ લોકોમાં કોવિડ એન્ટિબોડીઝ હોવાનાં લક્ષણો જોવાં મળ્યાં.

રી ઈન્ફેક્શન બાદ મૃત્યુના કેસ નહિવત
રીઈન્ફેક્શનના મામલે AIIMSએ તાજેતરમાં જ એક રિસર્ચ કર્યું છે. રિસર્ચ પ્રમાણે, જે લોકોએ વેક્સિન લીધી છે તેમને ફરી ઈન્ફેક્શન થતાં મૃત્યુના કેસ જોવા મળ્યા નથી. કોરોનાની બીજી લહેરમાં રી-ઈન્ફેક્શનના કેસ પર AIIMSએ પ્રથમ વખત આવી સ્ટડી કરી છે. જે દર્દીઓને રી-ઈન્ફેક્શન થયું તેમનામાં ન તો ગંભીર લક્ષણો જોવાં મળ્યાં ન તો તેમની સ્થિતિ ગંભીર બની.

AIIMSએ આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં રિસર્ચ કર્યું છે. તે સમયે કોરોનાની બીજી લહેર પીક પર હતી અને હજારો લોકોના મૃત્યુ થયાં હતાં.

સરેરાશ 37 વર્ષના દર્દીઓ પર રિસર્ચ

રિસર્ચમાં સામેલ થયેલા 63 દર્દીઓની સરેરાશ ઉંમર 37 વર્ષની હતી. તેમાં 41 પુરુષ અને 22 મહિલાઓ સામેલ હતી. વેક્સિન લીધા આ 63 દર્દીઓને રી ઈન્ફેક્શન થયું હતું. તેમાંથી 38 લોકોએ કોરોનાના બંને ડોઝ લઈ લીધા હતા જ્યારે 27 લોકોએ એક ડોઝ લીધો હતો. 63માંથી 10એ કોવિશીલ્ડ અને 53 લોકોએ કોવેક્સિન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...