તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારો કિસ્સો:કોરોનામાંથી રિકવર થયા બાદ મગજમાં લોહીની 400 ગાંઠ મળી, દર્દી કોમામાં જતો રહ્યો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેપ લાગ્યા પછી જમ્મુના રહેવાસી મિથિલેશની હાલત વધુ વણસી ગઈ અને તેને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો
 • સારવાર પછી કોરોનાનાં લક્ષણોમાં ઘટાડો થયો પરંતુ મગજમાં લોહી ગંઠાઇ જવાથી તેઓ કોમામાં જતા રહ્યા

કોરોના સામે લડ્યા બાદ મગજમાં લોહી ગંઠાઇ જવાનો મામલો સામે આવ્યો છે. દેશમાં આવો પહેલો કિસ્સો છે. જમ્મુના રહેવાસી 55 વર્ષિય મિથિલેશ લમ્બ્રુ કોરોનાથી રિકવર થયા બાદ કોમામાં જતા રહ્યા હતા. ડોકટર્સનું કહેવું છે કે, દર્દી પોસ્ટ કોવિડ એન્સેફેલાઇટિસથી પીડાતો હતો. તેમના મગજમાં લોહીની 400 ગાંઠ થઈ ગઈ હતી. મિથિલેશની સારવાર દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

ક્યારે થયું, શું થયું, આખો કેસ વાંચો

 • મિથિલેશને થોડા મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. લક્ષણો હળવા હતાં. તેથી તેઓ ઘરે જ ક્વોરન્ટિન થઈ ગયા. પરંતુ ધીમે-ધીમે સ્થિતિ વધુ વણસી ગઈ. શ્વાસની તકલીફને કારણે તેમને જમ્મુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે કોરોનામાં તેમને ન્યુમોનિયા થયો હતો. ડોકટર્સે તેને કોવિડ-ન્યુમોનિયા ગણાવ્યો અને દર્દીને વેન્ટિલેટર પર મૂકી દીધા.
 • મિથિલેશ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પણ પીડાતા હતા. લોકલ ડોક્ટર્સે નાજુક પરિસ્થિતિ જોઇને તેને કાબૂમાં લેવા ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલની ટીમનો સંપર્ક કર્યો. અહીંથી ડોકટર્સ એક ટીમ જમ્મુ રવાના કરવામાં આવી હતી. દર્દીના ઓક્સિજન લેવલને કન્ટ્રોલ કરતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા.
 • દર્દીને દિલ્હી લાવ્યા બાદ 1 ડિસેમ્બરના રોજ સારવાર માટે સિનિયર પલ્મોનોલોજિસ્ટ ડો.રાજેશ ચાવલાના નેતૃત્વમાં ડોક્ટર્સની એક ટીમ બનાવવામાં આવી હતી. ડો.રાજેશ ચાવલાએ ભાસ્કરને કહ્યું કે, જ્યારે ટીમ જમ્મુ પહોંચી ત્યારે દર્દીની હાલત નાજુક હતી. ફેફસાં પર ન્યુમોનિયાની અસર ઘણી વધારે હતી. તેથી, આ સ્થિતિને સામાન્ય બનાવવામાં આવી અને પછી તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા.

વેન્ટિલેટર કાઢી નાખ્યા બાદ ભાનમાં નહોતા આવ્યા

 • દર્દીને અપોલોના કોવિડ ICU વોર્ડમાં દાખલ કરાયા. 2 દિવસમાં કોવિડ-ન્યુમોનિયાનાં લક્ષણોમાં ઘટાડો થવા લાગ્યો. કોરોનાની તેમના મગજ પર ઊંડી અસર થવાને કારણે દર્દી અચાનક કોમામાં જતા રહ્યા.
 • સિનિયર ન્યુરોલોજિસ્ટ ડો.વિનીત સુરીનું કહેવું છે કે, સામાન્ય રીતે જ્યારે કોવિડ-ન્યુમોનિયાથી સાજા થયેલા દર્દીને વેન્ટિલેટરથી દૂર કરવામાં આવે ત્યારે તે થોડા કલાકો પછી તેને ભાન આવી જાય છે. પરંતુ મિથિલેશ સાથે આવું બન્યું નહીં.
 • તેમની MRI કરી તો ખબર પડી કે તેમના મગજમાં 400થી વધુ લોહીની ગાંઠ થઈ ગઈ છે.
 • વિજ્ઞાનની ભાષામાં તેને કોવિડ એન્સેફેલાઇટિસ કહેવામાં આવે છે. તેમની સારવાર શરૂ થઈ. ઇમ્યુન થેરપી અને સ્ટિરોઇડ્સ આપવામાં આવ્યું. દર્દીની સ્થિતિમાં સુધારો થયો અને તેમણે 7 દિવસની અંદર ભાન આવ્યું. હાથ અને પગમાં થોડા દિવસ નબળાઇ જોવા મળી હતી.
 • દર્દીની ફરીથી MRI કરવામાં આવી. રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેઓ 50% કરતાં વધારે ઠીક થઈ ગયા છે. દર્દીને 26 ડિસેમ્બરના રોજ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો