કોરોનાની ઝપેટે ઘણા લોકો આવી ચુક્યા છે. પરંતુ કોરોના પછી તમને ઊંઘની સમસ્યા થવા લાગી છે? તો બિલકુલ ડરો નહીં. તમે એકલા જ નથી કે આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોય, ઘણા લોકો છે અનિંદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, કોરોનાથી ઊંઘને અસર થઇ છે.
કોરોનાની ઊંઘ પર અસર
જે લોકોને કોરોનાની ત્રણ લહેર દરમિયાન કોરોના થયો હતો, તે લોકોના મગજ પર અસર જરૂર થઇ છે. દિલ્લીમાં આવેલી સર ગંગારામ હોસ્પિટલનાં ન્યુરોલોજીસ્ટ ડોક્ટર અંશુ રોહતગીએ જણાવ્યું હતું કે, લોકોની વિચારવાની ક્ષમતા ઘટવાની સાથે-સાથે ઊંઘને પણ અસર થઇ છે. ઘણા લોકોએ એ પણ જણાવ્યું હતું કે, તેમને ઊંઘ નથી આવતી. તો ઘણાં લોકો કહે છે કે, ઊંઘ તો આવે છે પરંતુ અડધી રાતે ઊંઘ ઉડી જાય છે, તો બેડ પર સુતા બાદ 4-5 કલાક સુધી પડખા જ ફેરવવા પડે છે. આ લોન્ગ કોરોના સિંડ્રોમ છે.
તો દિલ્લીમાં PSRI હોસ્પિટલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ યોગ પલમોનરી, ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિનના ચેરમેન પ્રોફેસર ડોક્ટર જી. સી. ખીલનાનીએ દાવો કર્યો હતો કે, કોરોનાથી સાજા થયેલા 59% લોકોને ઊંઘની સમસ્યા જોવા મળી રહી છે. તો એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, પુરુષોની સરખામણીએ મહિલાઓને ઊંઘ ન આવવાની સમસ્યા વધારે છે.
37.9% મહિલાઓને થઇ છે અસર
ધ ઇજિપ્ત જર્નલ ઓફ ન્યુરોલોજી, સાઈકિયાટ્રી એન્ડ ન્યોરોસર્જન દ્વારા એક સંસોધન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાથી સાજા થયેલા 500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે, 59% અનિદ્રાનો ભોગ બન્યા છે. જે પૈકી 37.9% ,મહિલાઓ અને 26.5% પુરુષોમાં અનિંદ્રાની અસર જોવા મળી હતી. જેમાં 37.9% લોકોની ઉંમર 36 વર્ષથી વધુ હતી.
ઊંઘ ના આવવા પાછળ આ કારણ છે જવાબદાર
એવું નથી કે, કોરોનાને કારણે જ ઊંઘ ના આવતી હોય પરંતુ સ્લીપ એપ્નિયાને કારણે પણ અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે. જેમાં ઊંઘ પુરી થઇ શકતી નથી અને થાક લાગે છે. ઘણીવાર સૂતા સમયે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.
જો કોઈ વ્યક્તિ તણાવમાં રહે છે, તો પણ સ્લીપ ડિસઓર્ડર હોય શકે છે. ચિંતાને કારણે શરીરમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય છે.
દુનિયાનાં અલગ-અલગ દેશમાં ઊંઘ આવે તે માટે કરવામાં આવે છે કામ
ચીનમાં ફૂટ સ્પાની મદદ લેવામાં આવે છે
ભારતના પાડોશી દેશ ચીનમાં રાતનાં સમયે પગ ભીના કરવાની પરંપરા છે. આ બાદ એક બાથ ટબમાં ગરમ પાણી, ગુલાબ અથવા લવન્ડર ઓઇલ, સિંધાલુણ, ફળની છાલ જેવી વસ્તુની જરૂર પડે છે.
પારંપરિક ચાઇનીઝ મેડિસિન મુજબ, આ ઉપાય મગજમાંથી વાઈટલ એનર્જીને ઓછી કરે છે. આ શરીરની લિમ્બિક સિસ્ટમને આરામ આપે છે અને મગજને સુવા માટેનો સંદેશો મોકલે છે.
સ્વીડનનું આ ખાસ પીણું છે
આ દેશમાં સૂવાનો સમય પહેલાં બાળકથી વૃદ્ધો સુધી વાલ્વિંગ પીણું પીએ છે. આ પીણું ઓટ્સ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત સ્વીડનમાં સારી ઊંઘ માટે ઈલ્ક માંસ પણ લોકપ્રિય છે. ઈલ્ક એક હરણ જાતિનું પ્રાણી છે. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, ઈલ્ક માંસના 100 ગ્રામમાં 30.2 ગ્રામ પ્રોટીન અને ટ્રિપ્ટોફનના 0.545 ગ્રામનો સમાવેશ થાય છે.
ફિનલેન્ડમાં સાંજે ગોલ્ડ સ્ટીમ લેવાનો રિવાજ છે
ઉત્તરીય યુરોપ નોર્ડિક પરંપરા મુજબ, ફિનલેન્ડ લોકો સાંજે ગોલ્ડ સ્ટીમ લે છે, જેનાથી શરીરનું તાપમાન વધે છે, સ્નાયુઓ રીલૅક્સ થાય છે, જેનું પરિણામ સારી ઊંઘ છે.
જાપાનમાં આ ગાદલા પર સૂવે છે લોકો
જાપાનમાં, શિકિબુટાન એક ગાદલું છે જે જમીન પર રાખવામાં આવે છે. તે ઉપયોગ પછી સરળતાથી લેવામાં શકાય છે. સારી ઊંઘની સાથે તે વ્યક્તિને તંદુરસ્ત પણ રાખે છે. આ ઇકોફ્રેન્ડલી ગાદલું ઊન અને કપાસમાંથી બનાવવામાં આવે છે. તેના પર સૂવાથી કરોડરજ્જુને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.