પ્રેગ્નન્સીમાં ઓરલ એક્સ-રે ખતરનાક:બાળક પર ખરાબ અસર કરે છે, પ્રીમેચ્યોર ડિલિવરી અને પેઢાનાં રોગનું જોખમ વધે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રેગ્નન્સી દરમિયાન ઓરલ હેલ્થને અવગણશો નહીં. આ સમય દરમિયાન હોર્મોનલ ફેરફારોનાં કારણે સ્ત્રીઓમાં ‘જિંજીવાઇટિસ’ બીમારીનું જોખમ વધારે રહે છે, તેને ‘પ્રેગ્નન્સીના જિંજીવાઇટિસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેગ્નન્સી પહેલાં જ દાંતની એકવાર તપાસ કરાવી લેવી. ઓરલ કેર વિશે એકોર્ડ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનાં પ્રોફેસર ડૉ. પંકજ બંસલ પાસેથી વધુ જાણકારી મેળવીએ.

પ્રેગ્નન્સીમાં ઓરલ એક્સ-રે પ્રતિબંધિત છે
ડૉ. બંસલ કહે છે, કે પ્રેગ્નન્સી દરમિયાન એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, 1 થી 3 મહિનાની વચ્ચે દાંતની કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવો. જો જરૂર પડે તો બીજા ત્રિમાસિકમાં એટલે કે 3 થી 6 મહિનાની વચ્ચે તમે દાંતની સારવાર કરાવી શકો છો, પરંતુ આ સમયે પણ એક્સ-રે કઢાવવાથી બચવું.

પ્રેગ્નન્સીમાં દાંતની સમસ્યાઓ
ડો. બંસલ કહે છે, કે ગર્ભાવસ્થામાં ડહાપણની દાઢની આસપાસ પેઢામાં સોજાં અથવા દાંતમાં દુખાવો અને સેન્સેટીવીટીની સમસ્યા બાળકમાં કેલ્શિયમના ઉણપના કારણે થાય છે અને એસિડની સમસ્યાના કારણે દાંતમાં કેવીટીની સમસ્યા પણ રહેતી હોય છે. આ સમયે ડેરી કે ખાંડની બનાવટો માપસર ખાવી કારણ કે તેનો વધુ પડતો ઉપયોગ તમારાં દાંતમાં થતાં દુખાવા પાછળનું કારણ બની શકે છે.

ફ્લોરાઈડ ધરાવતી ટૂથપેસ્ટથી દિવસમાં બે વાર દાંત સાફ કરો. ફાઇબરથી ભરપૂર વસ્તુઓ, ફળો, શાકભાજી અથવા મીટ ખાઓ. કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ તથા વિટામિન A, C અને Dયુક્ત ભોજન લો. તે બાળકના દાંતના વિકાસમાં મદદ કરે છે.

બાળકની ઓરલ હેલ્થ માતાની ઓરલ હેલ્થ સાથે જોડાયેલી હોય છે
બાળકની ઓરલ હેલ્થ માતાની ઓરલ હેલ્થ સાથે જોડાયેલી હોય છે

બાળકના દાંત ખરાબ થઈ શકે છે
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, બાળકની ઓરલ હેલ્થ માતાની ઓરલ હેલ્થ સાથે જોડાયેલી હોય છે. તેની અસર ગર્ભમાં રહેલાં બાળક પર પણ પડે છે. ગેસ્ટ્રિક એસિડ દાંતના એનેમલ (દંતવલ્ક)ને નુકસાન પહોંચાડે છે, જેનાથી સેન્સેટિવીટી અને દાંતમાં દુખાવાની ફરિયાદ થાય છે. હોર્મોનલ ફેરફારો પેઢાની બીમારીઓનું જોખમ વધારે છે. જેમાં જિંજિવાઇટિસ, પેરિયોડોન્ટલ અને ‘પાયોજેનિક ગ્રાનુલોમા’નો સમાવેશ થાય છે.

દાંત સાફ કરવાની ગર્ભાવસ્થા પર કેવી અસર પડે છે?
પ્રેગ્નન્સી દરમિયાન પેઢાની બીમારીઓને કારણે પ્રિમેચ્યોર ડિલિવરી અને વજન ઘટવાની સંભાવનાઓ વધી જાય છે. આ કારણોસર દિવસમાં બે વખત બ્રશ કરીને માઉથવોશનો ઉપયોગ કરવો જરૂરી છે. સોફ્ટ ટૂથબ્રશ મોંમાં બેક્ટેરિયા પેદા કરી શકે છે. ડૉ. બંસલ કહે છે, કે પેઢામાં સોજાં સામાન્ય રીતે બેક્ટેરિયાનાં ચેપને કારણે થાય છે. સગર્ભા અને સામાન્ય સ્ત્રીઓ પર હાથ ધરવામાં આવેલા અધ્યયનોએ બતાવ્યું છે, કે સગર્ભા સ્ત્રીઓ તેમનાં પેઢામાં સોજો અને રક્તસ્રાવની ફરિયાદ કરે છે. 10 માંથી 8 મહિલાઓને પેઢાની નબળાઈ અને અન્ય દાંત સાથે જોડાયેલી સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રેગ્નન્સી પછી દાંતની ખરાબ હાલત
ડૉ. બંસલ સમજાવે છે, કે પ્રેગ્નન્સી દરમિયાન ઓરલ કેરની અવગણના કરવાથી પ્રેગ્નન્સી પછી મહિલાઓને તેનો ભોગ બનવું પડે છે. કેલ્શિયમનો અભાવ માતાનાં જડબા અને દાંત બંનેને નબળાં પાડે છે. તેથી, બાળકનું પ્લાનિંગ કરતાં પહેલાં તમારાં દાંતની તપાસ ચોક્કસ કરો. પ્રેગ્નન્સી દરમિયાન દાંતનું વધુ ધ્યાન રાખો નહીંતર મોંઢાનું ઇન્ફેક્શન ડિલિવરી બાદ તમારાં સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.

મોઢાંનું ઇન્ફેક્શન પ્રેગ્નન્સી પછી પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
મોઢાંનું ઇન્ફેક્શન પ્રેગ્નન્સી પછી પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

દાંતનો રંગ કેમ બદલાય છે?
પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓને વિટામિન્સ અને ખનિજો જેવાં પોષકતત્વોની વધુ જરૂર હોય છે. આ માટે મહિલાઓને ડાયટ અને લાઇફસ્ટાઇલ બંનેનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. પ્રેગ્નન્સીમાં સપ્લિમેન્ટ્સ અને દવાઓના સેવનથી દાંતનો રંગ પીળો થઈ જાય છે.

માઉથવોશના કારણે : ઘણી વખત માઉથવોશનો ઉપયોગ દાંત માટે હાનિકારક સાબિત થઈ શકે છે. માઉથવોશમાં હાજર ક્લોરહેક્સિડીન દાંતમાં પીળાશ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
આયર્ન સપ્લિમેન્ટ્સ : પ્રેગ્નન્સીમાં આયર્ન સપ્લિમેન્ટ્સ માતા અને બાળક માટે જરૂરી છે. આયર્ન દાંત પર કાળી ફોલ્લીઓનું કારણ પણ બની શકે છે.
કેમિકલના કારણે : દાંતનાં ઈન્ફેક્શનથી બચવા માટે ગર્ભવતી મહિલાને ટેટ્રાસાયક્લિન લેવાની સલાહ આપવામાં આવે છે. તે દાંતના એનેમલ (દંતવલ્ક)ને નુકસાન પહોંચાડે છે અને ગર્ભને અસર કરે છે.
દાંતના રંગમાં બદલાવનો ઈલાજ : પ્રેગનેન્સીમાં બને તેટલી જલ્દી દાંત સાફ કરો. સફરજન, નાસપતી, અજવાઈન અને ગાજર જેવાં ફળો અને શાકભાજી ખાવાથી દાંત સાફ થાય છે.