પાન ખાએ સૈયા હમાર:ચૂનો, કાથો કે સોપારીને બદલે ગુલકંદ, વરિયાળી અને સીડ્સ મિક્સ કરો, જાણો હેલ્ધી મુખવાસ ખાવાની સાચી રીત

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાન એક સારો મુખવાસ છે, હેવી ભોજન કર્યા પછી ખાવાથી પાચનમાં મદદ મળે છે
  • નર્વસ પેનની સારવારમાં ફાયદાકારક છે

જો તમે પણ પાન ખાવાના શોખીન હો તો તમારા માટે ગુડ ન્યૂઝ છે કે પાન એક સારો અને હેલ્ધી મુખવાસ છે, પરંતુ તમને ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ. પાનને હેલ્ધી કેવી રીતે બનાવવું એ વિશે જણાવી રહી છે ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ..

માઉથ સ્વીટનર, ફ્રેશનર, પાચક, મહેમાનનવાજીનું પ્રતીક..પાનને ઘણાં નામ આપ્યાં છે. ભારતથી થાઈલેન્ડ અને ફિલિપિન્સથી વિયેતનામ સુધી, પાન સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેમસ છે. પાન પર ગુલકંદ, મુખવાસ, ઇલાયચી, કેસર, છીણેલું નારિયેળ, કિસમિસ, સોપારી અને ચૂનાની પેસ્ટ લગાવવામાં આવે છે. એ પછી એક નાના પાર્સલમાં લપેટીને પીરસવામાં આવે છે.

મોટા ભાગમાં લોકો પાન ચાવવાને એક ખોટી ટેવ માને છે, પરંતુ હકીકતમાં પાન સ્વાસ્થ્ય લાભથી ભરપૂર છે. પાન ચાવવાથી એસિડિટીની તકલીફમાં રાહત મળે છે.

પાનમાં સોપારી, ચૂનો અને કાથો ના લગાવવો
શિલ્પાએ કહ્યું, આ એક ખોટી માનસિકતા છે કે પાનમાં ચૂનો ઉમેરવાથી કેલ્શિયમની પૂર્તિ થાય છે, પરંતુ સત્ય એ છે કે શરીર આને જલદી અબ્ઝોર્બ કરી શકતી નથી. પાનના પત્તામાં જ કેલ્શિયમ, આયર્ન હોય છે, આથી એમાં ચૂનો મિક્સ કરવાની જરૂર નથી. પાનથી ભોજન સારી રીતે પચી જાય છે. જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય તેઓ પાનમાં ગુલકંદ મિક્સ ના કરો. સોપારી, ચૂનો અને કાથાવાળું પાન ના ખાવું જોઈએ, એ સ્વાસ્થ્ય માટે સારું નથી.

પાનના હેલ્થ બેનિફિટ

  • શરીર માટે આ ઠંડું છે.
  • માથાના દુખાવામાં રાહત મળશે.
  • નર્વસ પેઇનની સારવારમાં ફાયદાકારક.
  • પાનમાં મૂત્રવર્ધક ગુણ હોય છે.
  • જો કફની તકલીફ હોય તો પાનને સરસવના તેલમાં પલાળો અને પછી ગરમ કરીને છાતી પર લગાવો. આમ કરવાથી કફમાં રાહત મળશે.
  • પાન એક સારો મુખવાસ છે, હેવી ભોજન કર્યા પછી ખાવાથી પાચનમાં મદદ મળે છે.

વધારે પાન નુકસાનકારક
ભારે ભોજન પછી પાન ખાવું ફાયદાકારક છે, પણ વધારે સેવન હાનિકારક છે. દિવસમાં બે વખત ભોજન કર્યા પછી જ ખાવું જોઈએ, પરંતુ સોપારી, ચૂનો અને કાથો મિક્સ કરવાથી મોઢામાં છાલાં પડી શકે છે. દાંત અને પેઢાં ખરાબ થઈ શકે છે. મોઢાનું કેન્સર થઈ શકે છે, આથી વધારે પાન ના ખાવાં જોઈએ.

અન્ય સમાચારો પણ છે...