રિસર્ચ / એક્યુપ્રેશર કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે

Acupressure relieves back pain

  • એક્યુપ્રેશર એક્યુપન્ક્ચર જેવું જ છે તેમાં સોયના બદલે આંગળી વડે પ્રેશર આપવામાં આવે છે
  • એક્યુપ્રેશર કરતાં લોકોમાં કમરનો દુખાવો ઓછો જોવા મળે છે

Divyabhaskar.com

Oct 08, 2019, 05:12 PM IST

હેલ્થ ડેસ્ક: એક્યુપ્રેશર કરવાના આમ તો ઘણાં ફાયદા છે. એક્યુપ્રેશર કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. ‘પેઈન મેડિસીન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે.

આ રિસર્ચમાં કમરના દુખાવાથી પીડિત 67 લોકોને સામેલ કરાયા હતા. આ તમામ લોકોને હળવા એક્યુપ્રેશર, ભારે એક્યુપ્રેશર અને રોજિંદી સારસંભાળ કરવા માટે એમ 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.

એક સમૂહને દરરોજ 27થી 30 મિનિટ સુધી હળવા એક્યુપ્રેશર કરવા માટે કહેવામાં આવ્યું હતું. 6 અઠવાડિયા સુધી આ તમામ લોકોને એક્યુપ્રેશર કરાવવામાં આવતું હતું અને તેની કમરના દુખાવામાં પડતી અસરનું અવલોકન કરવામાં આવતું હતું.

રિસર્ચમાં પુરવાર થયું કે અન્ય સમૂહના લોકો કરતાં એક્યુપ્રેશર કરતાં લોકોમાં કમરનો દુખાવો ઓછો જોવા મળ્યો હતો.

આ રિસર્ચમના લીડ ઓથર સુઝેન મર્ફી જણાવે છે કે, ‘એક્યુપ્રેશર એક્યુપન્ક્ચર જેવું જ છે તેમાં સોયના બદલે આંગળી વડે પ્રેશર આપવામાં આવે છે. હળવા એક્યુપ્રેશરથી અનિદ્રાની બીમારીમાં પણ રાહત મળે છે. આ રિસર્ચના પરિણામ કમરના દુખાવાની સારવાર માટે નોન-ફાર્માકોલોજિકલ ઓપ્શન સૂચવે છે.’

X
Acupressure relieves back pain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી